ઇલેક્ટ્રોનિકસ, રમકડા, કેમિકલ સહિતના વ્યાપારીઓ પર દરોડા : નવ કરોડથી વધુની ઝડપાઈ કરચોરી
રાજકોટ, તા. 30
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાલ જે ગતિ પકડવામાં આવી છે તેને ધ્યાને લેતા એ વાત તો સ્પષ્ટ છે કે અત્યારે માર્ચ એન્ડિંગ નજીક હોવાના કારણે જે ટાર્ગેટ થી વિભાગ દૂર રહેલું છે તે નજીક આવે માટે હાલ રાજ્ય વ્યાપી દરોડા હાથ ધરવામાં આવ્યા છે જેમાં મોરબી સહિત અમદાવાદ વાપી અને સુરતમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું હાલ ચર્ચા રહ્યું છે. મહત્વનું એ છે કે ગઈકાલે છે ધરવાળા પાડવામાં આવ્યા તેમાં સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કેમિકલ ઇલેક્ટ્રોનિક્સ તથા રમકડાના 14થી વધુ વ્યાપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને કુલ નવ કરોડથી વધુની કરચોરી પણ પકડી પાડી હતી. મોરબીમાં સિરામિકની બે ઓફિસોમાં જીએસટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં મોરબી અને ગાંધીધામની ટીમ દ્વારા ઓફિસના દસ્તાવેજની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબીમાં ફરી એક વખત જીએસટીની ટીમે ધામાં નાખ્યા છે. સિરામિક એમ્પાયર નામની ઓફિસ પર અને ખોખરા હનુમાન મંદિર પાસે આવેલ આઇકોલેક્સ સિરામિકમાં જીએસટીની ટિમ દ્વારા સર્ચ ચલાવવામાં આવ્યું છે. છ મહિના પહેલા પણ આ ઓફિસ ઉપર જીએસટીના દરોડા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ જીએસટીની ટિમો દ્વારા તમામ દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં જીએસટી ચોરી સામે આવે છે કે તેમ તે અંગે જીએસટી દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બિલ વિનાના તથા વેચાણો અટકાવવા માટે હાલ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં 14 વેપારીઓ માંથી આઠ વેપારીઓ અમદાવાદમાં, ત્રણ વેપારીઓ સુરતમાં, બે વેપારીઓ વાપીમાં તથા એક વેપારી વ્યારામાં હાથ લાગ્યા છે.
મોરબીમાં સીરામીક એમ્પાયર અને આઇકોલેક્સ સિરામિકમાં મોરબી અને ગાંધીધામ ટીમના ધામા
એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર જે તપાસ હાથ ધરવામાં આવી તેમાં બિન હિસાબી વેચાણની સાથોસાથ વેરાની ઓછી જવાબદારી દર્શાવી ગેરરીતિઓ આચારવામાં આવી હતી. એટલું જ નહીં આ તપાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થયેલી છે કે આ તમામ વેપારીઓની સલગ્ન જે કોઈ અધિકારીઓ અથવા તો જે કોઈ પેઢી ધારકો હશે તેમના ઉપર પણ દરોડા પાડવામાં આવશે. ગઈકાલ જે સર્ચ ઓપરેશન વિભાગ દ્વારા હાથ પાડવામાં આવ્યું તેમાં મહત્વનું એ છે કે હવે જે ડિજિટલ ડેટા વિભાગને હાથ લાગ્યા છે તેનું અવલોકન કરવામાં આવશે અને ત્યારબાદ જ સાચી હકીકત બહાર આવશે કે કેટલા પ્રમાણમાં જીએસટી ચોરી કરવામાં આવી છે એટલું જ નહીં જે ગેરરીતીઓ આચરવામાં આવી તેનો તાગ મેળવવામાં આવશે અને તે મુજબની જ તપાસ હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કયા વેપારી પાસે કેટલો માલ છે અને તે માલ કોને આપ્યો છે અને ક્યાં હેતુથી આપ્યો તેનું પણ અવલોકન કરવામાં આવશે. માર્ચ એન્ડિંગ હોવાના કારણે જે ટાર્ગેટથી દૂર વિભાગ રહ્યું છે તે ટાર્ગેટ ની નજીક પહોંચી શકે તે હેતુસર આ તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે.