દેવ સોલ્ટમાં ત્રણ કરોડ રોકડા અને બે કરોડનું સોનુ મળ્યું
જામનગર અને માળિયામાં ચાલી રહેલી તપાસ પૂર્ણ : આજે અમદાવાદ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ તથા નિવાસસ્થાન પર દરોડા પૂર્ણ થાય તેવી સંભાવના
રાજકોટ તા. 10
છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા રાજ્ય અને રાષ્ટ્રવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં વિભાગને ધારી એવી સફળતા પણ મળી રહી છે. મહત્વનું એ છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે તેમાં કોઈ શંકા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે આવકવેરા વિભાગ દ્વારા બે દિવસ પહેલા જામનગર, માળીયા અને અમદાવાદમાં દેવ ગ્રુપ ઓફ કંપનીઝ પર જે તપાસ કરવામાં આવી તેમાં રાજકોટ વિંગને ઘણી મોટી સફળતા મળી છે તપાસના પહેલા દિવસે જ વિભાગને અનેક દસ્તાવેજી પુરાવાઓ તો મળી ગયા હતા સામે બીજા દિવસની તપાસ દરમિયાન 300 કરોડના બે નામની વ્યવહારો પણ મળી આવ્યા ત્યારે હાલ વિભાગીય સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ દરોડામાં આશરે ત્રણ કરોડથી વધુની રોકડ અને બે કરોડથી વધુનું બુલિયન એટલે કે સોનાના બિસ્કીટ મળી આવ્યા છે હજુ જે લોકર છે તેની તપાસ ચાલી રહી છે અને તેનો આંકડો હજુ આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ હાલ અમદાવાદ ખાતે દેવ ગ્રુપ ઓફ કંપનીઝની કોર્પોરેટ ઓફિસ પ્રમોટર અને ડાયરેક્ટરોના નિવાસ્થાન ઉપર હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો સામે જામનગર, માળીયા ખાતે જે દરોડા પાડવામાં આવ્યા હતા તે પૂર્ણ થઈ ગયા છે. બીજી તરફ મળતી માહિતી મુજબ વિભાગ પાસે હજુ પણ અનેક એવા ડિજિટલ ડેટા ઉપલબ્ધ થયા છે કે જેનું અવલોકન અને વિશ્ર્લેષણ કરવામાં આવશે અને ત્યારબાદ જ સાચો આંકડો બહાર આવી શકશે કે હજુ કેટલું બેનામી મિલકત દેવ ગ્રુપ ઓફ કંપનીસ પાસે પડેલી છે.
રાજકોટ વિંગ દ્વારા આ પૂર્વે લાડાણી ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ખૂબ મોટા બેનામી વ્યવહારો પર પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ દરોડામાં પણ જે નિર્ધારિત કરેલો લક્ષ્યાંક હતો તેને પરિપૂર્ણ કરવામાં આવ્યો છે અને તે મુજબની જ રિકવરી પણ આવકવેરા વિભાગને થયેલી છે. હાલ બાકી રહેતા લોકોની તપાસ બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ટેક્સ નોટિસની બજવણી થશે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે અત્યાર સુધી આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર ગ્રુપ હોય કે પછી જ્વેલર્સ ગ્રુપ હોય તેના પર જ દરોડા પાડવામાં આવતા હતા પરંતુ આ વખતે જે મુમેન્ટમાં બદલાવ આવ્યો છે તેનાથી અન્ય ઉદ્યોગ ના વેપારીઓને પણ ક્યાંક હાશકારો થયો છે. મહત્વનું એ છે કે અત્યારે આવકવેરા વિભાગ દરેક ક્ષેત્રને ટાર્ગેટ કરી રહ્યું છે અને પોતાના નેટવર્ક નો ઉપયોગ કરી કયા ક્ષેત્રમાં કરચોરી કરવામાં આવે છે તેના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. દેવ ગ્રુપ ઓફ કંપનીઝ ન વાત કરવામાં આવે તો આ કંપની દ્વારા 75% નફાનું માર્જિન રાખીને વ્યાપાર કરવામાં આવતો હતો અને ઘણા ખરા ડિલિંગ પણ ગેરરીતી સબ હોવાના કારણે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વિભાગને 300 કરોડના બેનામી વ્યવહારો હાથ લાગ્યા. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવવાનું કે અનુસાર દેવ ગ્રુપ ઓફ કંપની સાથે એનકેન પ્રકારે જોડાયેલા અન્ય વ્યવસાયો અને પેઢીઓ પર પણ તપાસ નો હાથ પહોંચી શકે છે કારણ કે દેવ ગ્રુપ ઓફ કંપની દ્વારા જે પણ ગેરકાયદે વ્યવહારો કરવામાં આવ્યા હશે તેના પર તપાસ હાથ ધરાશે. બીજી તરફ જામનગર યુનિટમાંથી જ કુલ બે કરોડ જેટલા કેસ અને બે કરોડનું બુલિયન પકડી પાડવામાં આવ્યું હતું ત્યારે અપેક્ષા છે કે આજે આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે જે ચાલી રહેલું ઓપરેશન છે તેને પૂર્ણ કરી દેવામાં આવે. મીઠા ઉદ્યોગ પર પડેલા દરોડામાં અન્ય મીઠાના વ્યાપારીઓમાં ડર બેસી ગયો છે કારણ કે અનેકવિધ કંપનીઓને પેઢીઓએ દેવ ગ્રુપ ઓફ કંપની સાથે વહેવારો કરેલા હોવાનું પણ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
