કરચોરી કરતા જ્વેલર્સની દિવાળી બગડી
જ્વેલર્સ પરના દરોડામાં 2.70 કરોડની કરચોરી આવી સામે : દિવાળી બાદ ફરી હાથ ધરાશે ઓપરેશન
રાજકોટ, તા. 31
સમગ્ર રાજ્યમાં હાલ જીએસટીના દરોડા જોવા મળ્યા . મહત્વનું એ છે કે દિવાળી એક તરફ હરસોલાસનો તહેવાર છે તો સામે આ વખતે સેન્ટ્રલ એજન્સી દ્વારા દિવાળીના દિવસે જ સોની વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ સહિત સુરત અમદાવાદ અને અન્ય શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાદ બિના આધારે એ વાતની સ્પષ્ટતા થઈ કે આ જ્વેલર્સ કાચી ચિઠ્ઠી ઉપર હાલ વેપાર કરી રહ્યા છે ત્યારે તપાસના અંતે રૂપિયા 2.70 કરોડની કરચોરી પણ પકડાય છે.
આ અંગે જીએસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જીએસટી કરચોરી અંગે એક નહીં અનેકવિધ ફરિયાદો અને બાતમી મળી હતી જે બાદ એ વાતની સ્પષ્ટતા થઈ કે બિલ વિનાના વેચાણનો અટકાવવા માટે વિભાગને અનેક ફરિયાદો મળી તો બીજી તરફ રાજ્યના જ્વેલરી અને બુલિયનના 15 વેપારીઓ પર સ્ટેટ જીએસટી વિભાગ એ દરોડા પાડ્યા હતા. અને આ રેડ રાજકોટ અને અમદાવાદ ખાતે થઈ હતી જેમાં ત્રણ વેપારીઓ અમદાવાદ અને પાંચ વેપારીઓ રાજકોટના હતા બીજી તરફ આ અંગે વધુ તપાસ તીવ્ર થતાં સુરતમાંથી પણ સાત વેપારીઓની સંડોવણી ખુલી હતી.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જીએસટીની આવક વધારવા અને ઇન્કમટેક્સની આવક વધારવા માટે અનેક મહેનત કરી રહી છે ત્યારે મહત્વનું એ છે કે આ તપાસ દરમિયાન કોઈપણ ગેરીતી કરવામાં આવે તો તેના પર કાયદાકીય પગલા લેવાતા હોય છે આ સ્થિતિમાં સ્ટેટ જીએસટી વિભાગે જે તપાસ હાથ ધરી તેમાં બિન હિસાબી સ્ટોક, બિન હિસાબી રોકડ તથા છુપાવવામાં આવેલ મજૂરી ખર્ચ અને બિલ વિનાના વેચાણ મળી આવ્યા હતા અને આશરે 2.70 કરોડની કરચોરી વેપારીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કાયદાકીય મુદ્દાઓને ધ્યાને લઈ અગાઉના વર્ષો ના રિટર્ન ચકાસણી નો સમાવેશ પણ થયો છે. એટલું જ નહીં સ્ટેટ જીએસટી વિભાગ દિવાળીના તહેવારો ઉપર જ સક્રિય થતું હોય છે અને વ્યાપક તપાસ હાથ ધરી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડે છે ત્યારે ગઈકાલે જે દરોડા સમગ્ર રાજ્યમાં પડ્યા તે બાદ 2.70 કરોડ રૂપિયાનો આંકડો બહાર આવ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કડક નિર્ણય અને કડક કાયદા ને ધ્યાને લઈને પણ એ વાત સ્પષ્ટ થઈ છે કે આવનારા દિવસોમાં પણ આ અંગે વધુ તીવ્ર નિયમો અને કડક સૂચનાઓ આપવામાં આવે અને જે પણ જીએસટીની ચોરી કરતા હોય તેના પર તવાય અને ધોષ બોલાવાય તો નવાઈ નહીં.
રાજકોટ સોની બજારના વેપારીઓ ગેરરીતિ કરવામાં અવલ રમે છે ત્યારે અન્ડર વેલ્યુ કરી સરકારને ચૂનો ચોપડવાનું જે કામ વેપારીઓ કરી રહ્યા છે તેને ડામવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવે છે હાલની સ્થિતિને ધ્યાને લઈ દિવાળી બાદ પણ જીએસટી વિભાગ દ્વારા યથાવત રીતે બરોડા ચાલુ રાખવામાં આવે તો નવાઈ નહીં સાથો સાથ અન્ય સેન્ટ્રલ એજન્સી પણ હવે ખર્ચો પર તવાઈ બોલાવે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.
