48 કરોડની કરચોરી સાથે 4 બોગસ પેઢીઓ પકડાઈ
રાજકોટ, તા. 13
કરચોરી કરનાર દરેક પેઢી ધારકો ઉપર હાલ સરકાર તવાઈ બોલાવી રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટ સહિત રાજ્યના છ શહેરમાં કુલ 14 પેઢીઓ પર સ્ટેટ જીએસટીના બરોડા પાડવામાં આવ્યા જેમાં 48 કરોડ રૂૂપિયાની કરચોરી સામે આવી છે એટલું જ નહીં તપાસમાં ચાર બોગસ પેઢીઓ પણ ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ રાજ્યની જીએસટી આવકમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે ત્યારે ઓક્ટોબરમાં જીએસટીની કુલ આવક 6,000 કરોડને પાર પહોંચી હતી.
રીતે જીએસટીની આવકમાં વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવામાં બોગસ પેઢી ધારકો સહેજ પણ ઉણા ઉતરતા નથી. મળતી માહિતી મુજબ રાજકોટ સહિત જુનાગઢ ભાવનગર સુરત ભરૂૂચ અને વાપીમાં સ્ટેજ જીએસટીની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ તપાસ આગામી દિવસોમાં પણ ચાલતી રહે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. જીએસટી વિભાગ દ્વારા જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા તેના કનેક્શન પણ હાલ એજન્સી શોધી રહી છે જે બાદ વધુ તવાઈ હાથ ધરાવામાં આવે તો નવાઈ નહીં.
