રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.208 કરોડ ફાળવ્યા

RMCને 71 કરોડ ફાળવતા મુખ્યમંત્રી

પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂૂપિયા ફાળવવાનો નિર્ણય

આંતરમાળખાકીય સુવિધા ના કામો હા શહેરને આગવી ઓળખ આપવા માટેના વિકાસ કામો ધરાશે હાથ

રાજકોટ, તા. 6
રાજ્યનો વિકાસ પુરપાટ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ વિકાસ કામોને હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીએ નવરચિત મહાનગરપાલિકાઓ અને અન્ય મહાનગરપાલિકાઓ માટે નાણાની ફાળવણી કરી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાને 71 કરોડ રૂૂપિયા ફાળવવામાં આવ્યા છે જેનો ઉપયોગ માળખાગત સુવિધાઓના વિકાસમાં કરવામાં આવશે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત સાથે જ આ મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પૂરું પાડ્યું છે. આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફલેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ રૂૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી અને ગાંધીધામ એમ છ મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ, વડનગર, સિદ્ધપુર અને કડી નગરપાલિકાને એક જ દિવસમાં સમગ્રતયા 710 કરોડ રૂૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટે મંજૂર કર્યા છે.
મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી અંતર્ગત ડિવાઇડર, લાઇબ્રેરીના પેઇન્ટિંગ કામ, સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સ, જેસીબી તથા રોડરોલર ખરીદી, ગાર્ડન મેન્ટેનન્સ, ડ્રેનેજ મેન્ટેનન્સ, યાંત્રિક સાધનો દ્વારા સફાઈ, ગાર્બેજ સ્પોટ કલેક્શન, લાઈટ સુશોભન સહિતના વિવિધ કામો માટે રૂૂ.12.20 કરોડ ફાળવવાની મુખ્યમંત્રીશ્રીએ અનુમતિ આપી છે. તેમજ મોરબી મહાનગરપાલિકા મચ્છુ-2 સિંચી યોજનાની મુખ્ય નહેર લીલાપર ચોકડીથી રવાપર ચોકડી થઈને કંડલા બાયપાસ સુધીની ખુલ્લી નહેરને કોંક્રિટમાં કંડ્યુટ(બોક્ષ)માં ફેરવવા રૂૂ.55.80 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો તથા સ્પેશ્યલ આસીસ્ટન્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અંર્તગતના કામો માટે નાણાં ફાળવણી કરી છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં આગવી ઓળખ ઘટક અંતર્ગત જે રૂૂ. 71 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં પેડક રોડને ગૌરવપથ તરીકે વિકસાવવા રૂૂ. 24 કરોડ, રાષ્ટ્રીય શહીદ સ્મારક નિર્માણ કરવા માટે રૂૂ.7 કરોડ, પશ્ચિમ ઝોનમાં લાઈબ્રેરી બનાવવા માટે રૂૂ.7 કરોડ, સિટી બ્યુટિફિકેશન વિવિધ વિકાસ કામો માટે રૂૂ. 9 કરોડ તેમજ સ્પોન્જ સિટી ડેવલપ કરવા માટે રૂૂ. 13 કરોડ તથા રખડતા ઢોરના નિયંત્રણ માટે રૂૂ.11 કરોડની ફાળવણીની મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે.
રાજકોટ શહેરમાં વોર્ડ નં. 12માં 150 ફૂટ રિંગ રોડથી લગભગ 500 મીટર અંતરે પશ્ચિમ તરફ બહારના ભાગમાં સ્પોન્જ સિટી નિર્માણ કરાયું છે. તેમાં પાણીના પ્રવાહનું ચેનલાઈઝેશન, પાણીનો સંગ્રહ, કેનાલ, પાણીની જાળવણીમાં વધારો, પરંપરાગત જળ સંરક્ષણના ઉપયોગની વ્યૂહરચના, હરિયાળી જગ્યાઓમાં વધારો, જમીનની સપાટીની સંભાળને વધારીને લોકો માટે આવી જગ્યાઓ ઉપભોગ્ય બને તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આવા આગવી ઓળખના કામ અંતર્ગત વોટર બોડી લેન્ડસ્કેપિંગ, તળાવ બ્યુટિફિકેશન, રિવરફ્રન્ટ તથા પાર્ક, ગાર્ડન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા વિકાસકામો હાથ ધરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પેશ્યલ આસીસ્ટન્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટેમેન્ટ અંતર્ગત સુરત, જામનગર અને આણંદ મહાનગરપાલિકા સાથે જ ભાવનગર મહાનગરપાલિકા માટે પણ 44.30 કરોડ રૂૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો જનહિતકારી અભિગમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયેની આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:54 am, Mar 18, 2025
temperature icon 31°C
scattered clouds
Humidity 19 %
Pressure 1013 mb
Wind 10 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 49%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:52 am
Sunset Sunset: 6:57 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© 2025 RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech