રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર

જેતપુર, ધોરાજી, જૂનાગઢ સહિતની નગરપાલિકાઓમાં 16મીએ મતદાન : 18 મીએ મત ગણતરી

રાજકોટ, તા. 21
છેલ્લા લાંબા સમયથી રાજ્યમાં નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી ત્યારે ગઈકાલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો તેમાં મહત્વનું એ છે કે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે સાથોસાથ ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. હાલ જે જાહેરાત કરવામાં આવી તેમાં જુનાગઢ મહાનગરપાલિકાની સાથોસાથ 66 નગરપાલિકાઓના ચૂંટણી કાર્યક્રમને જ જાહેરાત કરવામાં આવી છે જ્યારે બાકી જાહેરાત હજુ બાકી છે.
રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ ઉમેદવારી નોંધાવવની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે. ગઈકાલે ફક્ત જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કમિશ્નરના જાણાવ્યા મુજબ 4 હજાર ગ્રામપંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.
અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે.
જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા
પંચાયત પર ચૂંટણી થશે

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:59 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech