રાજકોટ, તા. 11
રાજકોટ શહેરની સાથે રૂૂડા વિસ્તારનો પણ વિકાસ થાય તે ખૂબ જરૂૂરી છે જેના માટે હાલ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ સંયુક્ત રીતે હાલ આ જવાબદારી સંભાળી રહ્યા છે પરંતુ હાલ જે વિગતો સામે આવી તેમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે રૂૂડા વિસ્તારમાં ગેરકાયદે હોર્ડિંગ બોર્ડનો ખડકલો કરી દેવામાં આવ્યો છે જેને દૂર કરવા માટે હાલ દરેક સંભવત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સાથોસાથ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ અંગે ફરિયાદીએ જિલ્લા વિકાસ અધિકારી અને રોડાના મુખ્ય કારોબારી અધિકારીને આ અંગે ફરિયાદ પણ કરી હોવાનું માલુમ પડ્યું છે. ફરિયાદીએ આ કિસ્સામાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા હતા. અને ફરિયાદમાં જે જણાવવામાં આવ્યું છે તે મુજબ રિંગ રોડ બે પર ગેરકાયદે સરકારની જમીન પર મોટી સાઈઝના હોર્ડિંગ બોર્ડ ખડકી દેવામાં આવ્યા છે જેની કોઈ પરવાનગી લેવામાં આવી નથી.
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે રૂૂડા દ્વારા નિર્મિત રીંગ રોડ-2 પર બંને સાઇડ સરકારી માલિકીની જમીન પર ગેરકાયદે મોટી સાઇઝના હોર્ડિંગ બોર્ડ ખડકી દેવામાં આવ્યાની કલેકટર, રૂૂડાના મુખ્ય કારોબારી અધિકારી અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને ગંભીર ફરિયાદ કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીને કરી ફરિયાદ : ભ્રષ્ટાચારના આક્ષેપો પણ આવ્યા કરવામાં
જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રાજકોટના રાહુલકુમાર રણજીતભાઇ રાઠોડ નામના નાગરિકે આ ફરિયાદમાં જણાવ્યું છે કે, રીંગરોડ-2 પર બંને સાઇડ ગેરકાયદે રીતે સરકારની માલિકીની જમીન પર ખુબ જ મોટી સાઇઝના લોખંડના મોટા હોર્ડિંગ બોર્ડ બનાવીને મૂકી દેવામાં આવ્યા છે.
ફરિયાદી દ્વારા એ વાતની પણ ગંભીરતા દાખવવામાં આવી કે કોઈપણ ઓથોરિટી અથવા તો મંજૂરી વગર માત્ર ભ્રષ્ટાચારજ કરવામાં આવી રહ્યો છે કે કેમ ? અરજીમાં એ વાતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે 10 બોર્ડનો ખડકલો થયેલો છે તંત્રને પ્રતિ માસ 7:30 લાખ રૂૂપિયા જેટલી માતબર આવક થઈ શકે છે ત્યારે આ અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને યોગ્ય ભાડું વસૂલવામાં આવે.
વિગતવાર તપાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે રાજ્ય સરકારની મંજૂરી વગર જ હોર્ડિંગ બોર્ડ ખડકી દેવામાં આવ્યા છે આ અંગે જે તે વિભાગના અધિકારીઓને માલુમ ન હોય તેવું સહેજ પણ ન બને ત્યારે ખરા અર્થમાં સંભવિત વિભાગના અધિકારીઓએ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જરૂૂરી છે.