બેઠકમાં કુલ 27 કેસમાં સમાધાન કરવામાં આવ્યું જ્યારે 68 જેટલા કહેશોને ડ્રોપ કરવામાં આવ્યા
રાજકોટ, તા. 12
રાજ્ય સરકાર દ્વારા સરકારી જગ્યાઓ પર કોઈ ખોટું ગેરકાયદે બાંધકામ કર્યું હોય અથવા તો એનક્રોચમેન્ટ કરવામાં આવ્યું હોય તે તમામ કિસ્સાઓ માટે લેન્ડગ્રેબિંગનો કાયદો બનાવવામાં આવ્યો છે તેનાથી સરકારને ઘણી ખરી રાહત પણ થઈ છે અને ખોટું કરનારાઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી હતી. ગઈકાલે બેઠકમાં કુલ 97 કેસ બોર્ડમાં મૂકવામાં આવ્યા હતા જેમાંથી માત્ર એક જ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ જટિલ કાયદામાં હવે દબાણ કરતાં ઓની સાથોસાથ જે ગેરરીતિ આચરતા હોય તેમના પર આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા બારોબાર જ સમાધાન પણ કરવામાં આવતું હોવાની વાતો વાયુવેગે વહેતી થઈ છે જેના પરિણામ સ્વરૂૂપે જેટલા કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવે છે કેટલાક કેસમાં એ ફાયર દાખલ થાતી નથી. કલેકટર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલની બેઠકમાં કુલ 27 કેસમાં સમાધાન કરવામાં આવ્યું જ્યારે 68 જેટલા કહેશોને ડ્રોપ કરવામાં આવ્યા હતા અને વધુ એક કેસને પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. આ કાયદાને વધુ પારદર્શક બનાવવા માટે જે સરકારે નવા નિયમની અમલવારી કરવાની વાત કરી છે તેમાં ગઈકાલની જે વિશેષ બેઠક મળી તેમાં 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સુનાવણી માટે બોલાવવામાં આવેલ હતા અહીં એ ઉલ્લેખનીય છે કે લેન્ડ ગ્રેબીંગની ગત બેઠકમાં પણ માત્ર એક જ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. આજની બેઠકમાં પણ 97માંથી માત્ર એક જ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો કમીટી દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલ્કતો પચાવી પાડનારાઓ સામે કાયદાનો શિકંજો કસવા માટે રાજય સરકાર દ્વારા આ કાયદો અમલી બનાવવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ કલેકટર વિભાગના સૂત્રોનું માનવું છે કે આ કાયદા હેઠળ જે પણ વ્યક્તિ દ્વારા ખોટા પગલાં લેવામાં આવ્યા હશે અથવા તો એનકેન પ્રકારે ગેરરીતી આચરવામાં આવી હશે તે તમામ પર લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી થશે અને એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે કેસ સુનાવણી અર્થે મુકવામાં આવે છે તેમાં પણ વધારો થઈ શકે છે.