મૂળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાની માહિતી મળતા જ આવાસ વિભાગ આવ્યું હરકતમાં : દુષણને ડામવા રાજકોટ મનપા એક વિશેષ વ્યવસ્થા કરશે ઉભી
રાજકોટ, તા. 30
રાજ્ય સરકાર દ્વારા દરેક લોકોને એટલે કે જરૂૂરિયાતમંદ લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુસર આવાસ યોજના ની અમલવારી શરૂૂ કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાથોસાથ મુખ્યમંત્રી આવાસ યોજના પણ હાલ અમલી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે લાભાર્થીઓને લાભ મળવો જોઈએ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે સામે જે તે લાભાર્થીઓ ને જે આવા મળ્યા છે તેઓ તેનો ઉપયોગ માત્ર ને માત્ર ભાડું વાતોને આપવામાં કરી રહ્યા છે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે આ દુષણ ને દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેને લઇ હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ તમામ આવાસ યોજનાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ લા જગ્યાએ લાગે કે કોઈ સ્થાન કે લાભાર્થી દ્વારા તેનું આવાસ ભાડે આપવામાં આવ્યું છે તો તે આવાસ ને સીલ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ મૂળ લાભાર્થી ના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકમાન્ય તિલક ટાઉનશીપ, ઉધમસિંહ ટાઉનશીપ તથા લક્ષ્મણ ટાઉનશીપ માં કુલ 10 આવાસોને સીલ કરવામાં આવ્યા છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી લોકમાન્ય તિળક ટાઉનશીપ જુના મોરબી રોડ પાસે, ઉધમસિંહ ટાઉનશીપ – કુવાડવા રોડ તથા લક્ષ્મણ ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ યોજનામાં અત્રેથી ફિલ્ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ લોકમાન્ય તિલક ટાઉનશિપમાં ચાર આવાસોને સીલ કરવામાં આવ્યા તો બીજી તરફ ઉધમસિંહ ટાઉનશિપમાં કુલ ત્રણ અને લક્ષ્મણ ટાઉનશિપમાં કુલ ત્રણ આવાસ સીલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ આ અંગે આવાસ યોજના ને અનેકવિધ બાતમી મળી હતી જેના ભાગરૂૂપે હાલ તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં એ વાતની સ્પષ્ટતા થઈ કે ખરા અર્થમાં છે લાભાર્થીઓને મળેલા છે આવાસ તેમાં તેઓ અન્ય લોકોને તે ભાડે આપી નફો રડે છે. ખરા અર્થમાં આવાસ યોજનાનો મુખ્ય હેતુ અને લક્ષ્ય એ જ છે કે જે લોકોને પોતાના ઘરનું ઘર મળ્યું ન હોય તે લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળે પરંતુ તેમના દ્વારા જે ઘેર રેતીઓ આચરવામાં આવી રહી છે તેને ધ્યાને લઈને જ હાલ આ તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારે જ પગલાં લેવામાં આવશે તેવું આવાસ યોજના વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે . માત્ર રાજકોટ મહાનગરપાલિકા જ નહીં રૂૂડામાં પણ જે આવાસો આવેલા છે તેમાં અનેકવિધ ટાઉનશિપમાં ભાડે આપતા હોવાનું માલુમ પડ્યું છે ત્યારે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રૂૂડા અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ અંગે ઝુંબેશ ચલાવશે અને ખરા લાભાર્થીઓ તેમના આવાસમાં નહીં રહેતા હોય તો તે આવાસોને સીલ પણ કરી દેવામાં આવશે જેમાં કોઈ શંકા ને સ્થાન નથી. કામગીરી કરવા પાછળનું મુખ્ય હેતુ એ જ છે કે આજ દિન સુધી જે લાભાર્થીઓને લાભ મળવો જોઈએ તે ખૂબ ઓછો મળી રહ્યો છે સામે આવાસ યોજના મેળવવા બાબતે અનેકવિધ લોકો હાલ મહેનત કરી રહ્યા છે છતાં તેમનો વારો આવતો નથી તો આ સ્થિતિને ધ્યાને લઈને જે લાભાર્થીઓ ભાડું વાતોને પોતાના આવાસ આપે છે તેના પર હવે તવાઈ બોલાવવામાં આવશે.