કોર્પોરેશનની હદ બહાર પ્લાસ્ટિકનું ઉત્પાદન સ્થળ હોવાથી કોઈ નક્કર પગલા લઈ શકાતા નથી. : વ્યાપારીઓને દંડ ફટકારી વિભાગ માની રહ્યું છે સંતોષ
રાજકોટ, તા. 8
રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ વિભાગો હાલ ચર્ચામાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક એ તમામ વિભાગોની ઢીલી નીતિ, ઉડાવ જવાબ યોગ્ય કામગીરીનો અભાવ સહિતના વિવિધ પ્રશ્નો હાલ ઉભા થઈ રહ્યા છે અને આ અંગે એક નહીં અનેક વ્યાપક ફરિયાદો પણ ગોઠવા પામી છે હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે જેમાં સૌથી મહત્વની ઝુંબેશ હોય તો તે આરોગ્ય વિભાગની છે, ત્યારબાદ કોઈ હોય તો તે પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાની છે. આ ફરિયાદોનું નિવારણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલ પ્રતિ દિવસ જે ઝુંબેશ કરાવવામાં આવે છે તેમાં પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરવાની સાથોસાથ તે જથ્થાને જપ્ત કરવાની કામગીરી વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કરતું હોય છે.
પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિભાગ પાસે કોઈ નક્કર આયોજન ન હોવાનું પણ માલુમ પડ્યું છે આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકી સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું કે તેમની પાસે કોઈ સત્તા નથી એટલું જ નહીં જ્યાંથી પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન થાય છે તે થેલીઓ રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તાર બહારની છે જેથી તેના પર પગલા લેવા મેનેજમેન્ટ વિભાગ પાસે એક પણ પ્રકારની સત્તા નથી. ત્યારે વિભાગ દ્વારા માત્ર દંડ કરી શકવાની જોગવાઈ અને સત્તા મળેલી છે અને તેના પરિણામ સ્વરૂૂપે જ હાલ આ પ્રકારની ઝુંબેશ અને કામગીરી ચલાવવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાનું દુષણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ઘણી ખરી ડ્રેનેજ લાઈનો જે ચોક થાય છે અને તેને જ્યારે ખોલવામાં આવે તે દરમિયાન પાન મસાલામાં ઉપયોગમાં લેવાતી થેલી નો જથ્થો બહાર આવતો હોય છે આ અંગે ખરા અર્થમાં રાજકોટ મહાનગરપાલિકાએ કડકાઈથી નિર્ણય લેવો જરૂૂરી છે અને જો આ અંગે કોઈ નક્કર કામગીરી આવનારા દિવસોમાં નહીં કરવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નો યથાવત રીતે જોવા મળશે. બીજી સૌથી મોટી વાત તો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા ના અનેકવિધ વિભાગો માત્ર નામની કામગીરી કરતા હોય તેવું પણ સામે આવ્યું છે પ્રતિ દિવસ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જે જથ્થો પકડવામાં આવતો હોય છે તે જથ્થા બાદ જે તે જગ્યા પર શું કામગીરી કરવામાં આવી તેનો કોઈ અંદર જો જોવા મળતો નથી અને તે મુજબની કંઈ કામગીરી કરવામાં આવી તેનો પણ કોઈ ખ્યાલ આવતો નથી. હાલ આ તમામ પ્રશ્નો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ મૂકે છે. તરફ આ જ વિભાગ સબ સલામત હોવાનું સતત જણાવતું હોય છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે આ તમામ કામગીરી માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેની થતી હોય તો નવાઈ નહીં. આ અંગે એકવાર નહીં અનેક વખત મહાનગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી પરંતુ ખરી વાસ્તવિક એ છે કે જે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી જોઈને નક્કર પગલા લેવામાં આવવા જોઈએ તે મુજબનું એક પણ કાર્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી.
જે જગ્યા પરથી જથ્થો મળ્યો તે જગ્યા પર પુન: તપાસ થતી નથી
સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જે જગ્યા પર પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરે છે તે જગ્યા પર બીજી વખત તપાસ કરવામાં આવતી નથી ત્યારે એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ન જીવો દંડ ફટકારી વ્યાપારી પોતાની મનમાની કરે તો પણ કોઈ વાંધો નહીં. આ જગ્યા પર તજજ્ઞોનું માનવું છે કે કડકાઇ પૂર્વક પગલાં લેવામાં આવ્યા હોય તો વ્યાપારી ફરી આ ભૂલ કરવા માટે એક પણ પગલું ન ભરે પરંતુ હાલની વાસ્તવિકતા જોઈને એ વાત તો સ્પષ્ટ થાય છે કે અત્યારે મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સબસલામત છે તેવું કહીને આગળ વધી રહી છે.
કડકાઈ વાળા પગલા લેવામાં આવે તો સ્થિતિમાં આવી શકે સુધારો
મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે માટે હાલ જરૂૂરી પગલાં લેવા ખૂબ જરૂૂરી અને અનિવાર્ય છે એટલું જ નહીં એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે જ્યાં સુધી કડકાઇ પૂર્વક ના પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ વ્યાપારીઓ પર જે રીતે કામ કરે છે તે મુજબ જ કામ કરતા રહેશે અને તેની નકારાત્મક અસર અન્ય વેપારીઓ ઉપર પણ જોવા મળશે હાલ અંગે મનપાતંત્ર એ યોગ્ય વિચાર કરવો ખૂબ જરૂૂરી છે.