રાજકોટ શહેરમાં 1.62 કરોડ જ્યારે ગ્રામ્યમાંથી 2.32 કરોડની પકડાઈ વીજચોરી : ડિસેમ્બરમાં 7,768 કેસોમાં 28.97 કરોડના ફટકારાયા વીજબિલ
રાજકોટ, તા. 7
પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેને ધ્યાને લઈ વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં કુલ 7,668 વીજ જોડાણો વિરુદ્ધ આકરા પગલા લઈ 28.57 કરોડના વીજ ચોરીના બિલ આપવામાં આવ્યા હોવાનું વિભાગે જણાવ્યું હતું જેમાં જે ગેરરીતિઓ કરવામાં આવી તેમાં ડાયરેક્ટ લંગર, વાયર થી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ, લોડમાં વધારો સહિતના અનેક પ્રશ્નો જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડવા વીજ ચેકિંગની કામગીરી પૂરજોશથી કરવામાં આવી રહી છે જે દરમિયાન ગત ડિસેમ્બર માસમાં 7,768 કેસોમાં 28.97 કરોડની વીજ ચોરી પકડાય છે જેમાં અમરેલી માંથી સર્વાધિક 2.24 કરોડ, અંજારમાંથી 4.46 કરોડ, ભાવનગરમાંથી 4.80 કરોડ, ભુજ માંથી 1.34 કરોડ, બોટાદમાંથી 1.21 કરોડ, જામનગરમાંથી 4.78 કરોડ, જુનાગઢ માંથી 1.05 કરોડ, મોરબીમાંથી 96 લાખ, પોરબંદરમાંથી 1.87 કરોડ, રાજકોટ સીટી માંથી 1.62 કરોડ, રાજકોટ ગ્રામ્યમાંથી 2.32 કરોડ એમ કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. અંજાર વર્તુળ કચેરી હેઠળના કડોલ ગામમાં મામદ જાનમામદ જુણેજા, ઓદ્યોગિક હેતુના સોલ્ટ વર્ક્સમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 96 લાખનું બિલ આપવામાં આવ્યું. જ્યારે અમરેલી વર્તુળ કચેરી હેઠળના અબસંગ ગામમાં મેણસીભાઈ સાદું લભાઈ વાઘ, ઓદ્યોગિક હેતુના દૂધની ડેરીમાં મીટર ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 38.56 લાખનું બિલ આપવામાં આવ્યું હતું. જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર શહેરમાં ચેતરીયા પ્રવિણભાઈ કરશનભાઈ (આમાત્ય ગ્લોબલ આઈટી સોલ્યુશન), વાણિજ્ય હેતુના શૈક્ષણિક વર્ગોમાં ડાયરેક્ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 28 લાખનું બિલ બનાવવામાં આવ્યું જ્યારે ભાવનગર વર્તુળ કચેરી હેઠળના નાના અસરાણા ગામમાં મનુભાઈ દાનાભાઈ, વાણિજ્ય હેતુના ઓઈલ મિલ અને વેલ્ડીંગ વર્ક્સમાં મીટરના સીલો ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 27 લાખના અને નેસવડ ગામમાં અલ્પેશ દુલાભાઈ જાયાણી, વાણિજ્ય હેતુના વાણિજ્ય હેતુના પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં મીટરના સીલો ટેમ્પર કરી વીજ વપરાશ કરતા માલુમ પડતા રૂૂ. 24.89 લાખના અને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળના રામપર બેટી ગામમાં પ્રભાતભાઈ રામભાઈ લોખિલ, વાણિજ્ય હેતુના સેન્ડ વોશ પ્લાન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂૂ. 21.50 લાખના વીજચોરીના બિલ આપવામાં આવ્યા હતા.