સરકારી વિભાગ ઝડપભેર તેમનો બાકી વેરો ભરે નહીંતર સુપ્રીમ કોર્ટ સુધી આપવામાં આવશે લડત : તુષાર સુમેરા
રાજકોટ, તા. 3
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે 3-મિલક્તોને સીલ મારેલ તથા 6-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 10-યુનિટની નોટીસ સામે રીકવરી કરવામાં આવી અને ગઈકાલે રીકવરી રૂૂા.1.26 કરોડ થઈ.
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર એકમાં મણિભદ્ર સ્ટીલના એક યુનિટ ને નોટિસ આપવામાં આવી હતી જેની સામે 63,000 ની રિકવરી કરવામાં આવી તો બીજી તરફ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આરકે વર્લ્ડ ટાવરમાં બે મિલકતોને સીલ કરવામાં આવી હતી જ્યારે એક યુનિટ દ્વારા 51 હજારની રિકવરી પણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર સાતમાં સીલની કાર્યવાહી કરવામાં આવતા જ 85 હજારનો પીડીસી ચેક આપવામાં આવ્યો હતો એવી જ રીતે ટાગોર રોડ પર આવેલા યુનિટ ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાવતા જ 1.17 લાખ રૂૂપિયા ની વસૂલાત કરવામાં આવી હતી. ત્યારબાદ સોની બજારમાં પણ યુનિટો સીલ કરવામાં આવ્યા હતા અને સામે આશરે 1 લાખથી વધુની રિકવરી પણ વિભાગને થઈ હોવાનું જાણવા મળ્યું છે એમ કરીને કુલ વિભાગ દ્વારા એક કરોડથી વધુ ની રિકવરી એક જ દિવસમાં કરી છે જેની પાછળનું સૌથી મહત્વનું અને મોટું કારણ પણ એ જ છે કે અત્યારે હવે ફેબ્રુઆરી મહિનો શરૂૂ થઈ ગયો છે અને ટાર્ગેટ સુધી પહોંચવા માટે માત્ર એક જ મહિનો બાકી રહ્યો છે કારણ કે માર્ક હેન્ડિંગ હોવાના કારણે હાલ ફટાફટ જે વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય અને તે કામગીરીમાં હજુ સુધી કોઈ યોગ્ય અથવા તો કહી શકાય કે નકર પરિણામ આવ્યું ન હોય તે તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગઈકાલ બપોર સુધી 3-મિલક્તોને સીલ કરવામાં આવી તથા 6-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 10-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ .ગઈકાલે રીકવરી રૂૂા.1.26 કરોડ. એમ કુલ રિકવરી રૂૂ.350.15 કરોડ. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
બીજી સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે મહાનગરપાલિકા નું બજેટ એટલે કે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે જે બાકી દારૂૂ છે અને તેમાં પણ જે સરકારી વિભાગો છે તેમના માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે સાથોસાથ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જ્યાં સુધી યોગ્ય રિકવરી નહીં થાય અને આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવામાં નહીં આવે તો મહાનગરપાલિકા સુપ્રિમના પણ દરવાજા ખખડાવશે. કારણ કે અત્યારે સૌથી મોટી વાત તો એ છે કે વિવિધ સરકારી વિભાગોએ આજ દિન સુધી તેમનો કર ચૂકવ્યો નથી અને તે આંકડો 100 કરોડને પાર પહોંચી ગયો છે ત્યારે જે ખાધ ઊભી થઈ છે તેને પુરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી ખૂબ જરૂૂરી છે..