આરોપી મુલ્લા અફરોઝ શારિક સતા ગેંગ સાથે સંકળાયેલો : દાઉદ ઈબ્રાહીમ સાથે ખુલ્યુ કનેક્શન
નવીદિલ્હી તા.19
યુપીના સંભલમાં રમખાણોના મામલામાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક આરોપી મુલ્લા અફરોઝ શારિક સતા ગેંગ સાથે સંકળાયેલો છે. આરોપી મુલ્લા અફરોઝ દુબઈમાં બેઠેલા શારિક સતાના સતત સંપર્કમાં હતો. તમને જણાવી દઈએ કે શારિક સતા ઉત્તર પ્રદેશનો મોસ્ટ વોન્ટેડ અપરાધી છે, જે હાલ દુબઈમાં હાજર છે. શારિક સતા દાઉદ ઈબ્રાહિમ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે કામ કરે છે. શારિક સતા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 50 થી વધુ કેસ નોંધાયેલા છે.
શારિક સતા સંભલના દીપા સરાયનો રહેવાસી છે, જે હાલમાં દુબઈમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવે છે. સંભલ હિંસા પછી, ગુપ્તચર એજન્સીઓએ સંભલ પોલીસને જઅઝઅ વિશે ઇનપુટ આપ્યા હતા. 24 નવેમ્બરે સંભલમાં હિંસા થઈ હતી. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા. 24 નવેમ્બરે જ્યારે મસ્જિદનો ફરીથી સર્વે કરવામાં આવી રહ્યો હતો ત્યારે હિંસા ફાટી નીકળી હતી. પક્કા બાગ હિન્દુ પુરા ખેડામાં પથ્થરમારો થયો હતો. પોલીસની મોટરસાયકલ સળગાવી દેવામાં આવી હતી. પોલીસ પિસ્તોલનું મેગેઝિન અને કારતુસ લૂંટી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ નખાસા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સપાના સાંસદ જિયા ઉર રહેમાન બર્કને આ હિંસાનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સંભલમાં હિંસા બાદ સીએમ યોગીએ કહ્યું હતું કે ગૌતમ બુદ્ધ નગર હોય, અલીગઢ, સંભલ કે અન્ય કોઈ જિલ્લો હોય, કોઈને પણ અરાજકતા ફેલાવવાની પરવાનગી આપી શકાય નહીં.
તેમણે કહ્યું હતું કે જે સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે તેના સમારકામનો ખર્ચ તે બદમાશો પાસેથી વસૂલવો જોઈએ. અરાજકતા ફેલાવનારાઓને ઓળખો, તેમના પોસ્ટરો લગાવો, જાહેર સમર્થન મેળવો, સઘન સર્ચ ઓપરેશન ચલાવો. એક પણ બદમાશને છોડવો જોઈએ નહીં.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે આ કેસમાં મુલા અફરોઝ સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં 70થી વધુ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. આ કેસમાં પોલીસે અડધો ડઝનથી વધુ અલગ-અલગ કેસ નોંધ્યા છે અને આ તમામ કેસમાં આરોપીઓની ધરપકડનો દોર સતત ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સંભલની બહાર પ્લાન કરવામાં આવી હતી અને સ્થાનિક લોકોને ઉશ્કેરવામાં આવી હતી.
જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હંગામો થયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, સર્વેની ટીમ કોર્ટના આદેશ પર સંભલ જામા મસ્જિદમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન, સ્થળ પર પૂરતી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અરાજકતાવાદી તત્વોએ મસ્જિદની બહાર હંગામો મચાવવાનું શરૂૂ કરી દીધું હતું. થોડી જ વારમાં સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ. આ પછી, અરાજકતાવાદી તત્વોએ તોફાન ભડકાવવા માટે ભીડ પર ગોળીબાર શરૂૂ કર્યો. આ ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સંભલના સીઓ અને એસપી સંભલના પીઆરઓને પણ પગમાં ગોળી વાગી હતી.
