લોકસભા અધ્યક્ષ ફોર્મ બિરલા એ બોલાવી સર્વ પક્ષીય બેઠક : સુચારુ સંચાલન અંગે ચર્ચા કરવા મુકાયો ભાર
નવીદિલ્હી તા. 2
સંસદના શિયાળુ સત્રમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે સત્રના સુચારૂૂ સંચાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેના પર સર્વસંમતિ સધાઈ હતી. હવે કામ સામાન્ય રીતે ફરી શરૂૂ થવાની અપેક્ષા છે.
માહિતી આપતાં સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તમામ પક્ષોના પ્રતિનિધિઓને ગૃહને સુચારૂૂ રીતે ચલાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે જનતાને લગતા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. લોકસભા સ્પીકરની અપીલ બાદ શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ સંમત થયા અને ગૃહમાં હોબાળો સમાપ્ત કરવાની ખાતરી આપી.
સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ, વાયએસઆર કોંગ્રેસ તરફથી શ્રી કૃષ્ણ દેવરાયાલુ, ડીએમ તરફથી ટી.આર. બાલુ, NCP તરફથી સુપ્રિયા સુલે, જઙ તરફથી ધર્મેન્દ્ર યાદવ, JDU તરફથી દિલેશ્વર કામૈત્રા, RJD તરફથી અભય કુશવાહ, TMC તરફથી કલ્યાણ બેનર્જી, શિવસેના (UBT) તરફથી અરવિંદ સાવંત અને કે. રાધાકૃષ્ણન જોડાયા છે. તમને જણાવી દઈએ કે સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂૂ થયું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદ સત્ર દરમિયાન વિપક્ષી દળોના નેતાઓ દ્વારા મડાગાંઠ પણ સર્જાઈ છે, જેને રોકવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વદળીય બેઠક બોલાવી, આ બેઠકમાં તમામ પક્ષો પણ સહમત થયા છે.