સાયબર ટેરરિઝમમાં ગુન્હો નોંધાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કાર્યવાહી કરાવી શરૂૂ : વિધાનસભા સત્રમાં મુદ્દો ચર્ચાયો, મુખ્ય આરોપીએ છેલ્લા બે મહિનામાં 50,000 થી વધુ સીસીટીવી કેમેરા કર્યા હતા હેક

રાજકોટ, તા. 24
હાલ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તેમાં રાજકોટની ખાનગી મેટર નીતિ હોસ્પિટલમાં જે મહિલા દર્દીઓની સારવારના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા તે ઘટના અત્યંત ગંભીર હોવાના પગલે રાજ્ય સરકાર દ્વારા તાકીદે તપાસ હાથ ધરવામાં આવી એટલું જ નહીં વિધાનસભામાં આ મુદ્દો ગાજતા જ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જે ઘટના સામે આવી તેમાં લાગ્યું કે પ્રાથમિક તબક્કે બે થી ચાર લોકોની સંડોવણી હોઈ શકે છે પરંતુ આ અંગે જ્યારે ગંભીરતાપૂર્વક અને લાંબો અભ્યાસ કરવામાં આવ્યો તો આ દેશનું સૌથી મોટું નેટવર્ક તરીકે પ્રસ્થાપિત થયું ત્યારે ગુજરાત પોલીસની તત્પરતા અને કુન્હે એના પગલે જે માસ્ટર માઈન્ડ છે તેને પકડી પાડવામાં આવ્યો છે.
વાસ્તવિકતા એ પણ છે કે હોસ્પિટલના સંચાલકો અને બે થી ચાર કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા પોલીસે તમામ ચક્રો ગતિમાન કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી પરંતુ આ પ્રકારના કેસ ભૂતકાળ બને તે માટે મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લેવા માટે જણાવ્યું અને જેના ભાગરૂૂપે સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો.સૌ પ્રથમ વખત સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું.
ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટુ નુક્શાન કરી શકે છે ત્યારે સીસીટીવી કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે વીક પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વિડીયો હેક કરવા આસાન કરી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા તત્વો લાભ લેતા હોય છે. હર્ષ સંઘવીએ ઘટનાક્રમની વિગતો આપતા કહ્યુ કે, તા.17મી ફેબ્રુઆરી-2025ના રોજ સાંજે ટેલિગ્રામ ગ્રુપમાં કોઇ હોસ્પીટલ, રૂૂમના સ્ત્રી દર્દીના ઇંજેકશન અને એકઝામીનેશનને લગતા વિડીયો અપલોડ થયાની બાબત ધ્યાને આવતા મહિલાઓની સુરક્ષાની ગંભીરતા લઇને તાત્કાલિક અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સામેથી પોલીસે ફરીયાદી બનીને એફ આઇ આર દાખલ કરી હતી. તપાસમાં રાજકોટનો બનાવ હોવાની બાબત ધ્યાને આવતા ટીમ મોકલીને તાત્કાલીક એનાલીસીસ કરાવી લેવાયુ. પોલીસે કરેલી બારીક તપાસ અંગે મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત પોલીસે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂૂ કરીને પોતે એક ગ્રાહકની માફક ટેલિગ્રામ ગ્રુપના સભ્ય બનીને તે ગ્રુપમાં જોડાઈને એકત્ર કરેલી માહિતીને આધારે મુખ્ય સુત્રધારો સુધી પહોંચી પોલીસે મહારાષ્ટ્રના સાંગલી, લાતુર અને યુ.પીના પ્રયાગરાજ અલગ-અલગ ટીમો મોકલીને 3 હજાર કિ.મી દૂરથી આરોપીઓને 48 કલાકમાં દબોચી લીધા. એટલુ જ નહિ, સીસીટીવી લીકેજ કેસોમાં સૌ પ્રથમ વખત સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી ડે ટૂ ડે કેસ ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે.
સીસીટીવી હેક કરનાર આ આરોપીઓ યુરોપીયન દેશો એટલાન્ટા, રોમાનીયા, જ્યોર્જીયા, જાપાન જેવા દેશોના ટઙગ ( ટશિિીંફહ ઙશિદફયિં ગયિૂંજ્ઞસિ ) નો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતા હતા. ટેલીગ્રામ ગૃપમા આ લોકો 22 અલગ અલગ ચેનલ ચલાવતા હતા અને અશ્ર્લીલ વીડીયોના મેનુ કાર્ડ ગૃપમા રાખતા હતા. બે મુખ્ય હેકર્સે આશરે 50 હજાર કરતા વધારે સીસીટીવી છેલ્લા આઠ મહીનામાં હેક કર્યા છે, આ વિડીયોઝ ભારતના તમામ રાજ્યના હતા. જેમા કોર્પોરેટ ઓફીસ, સ્કુલ, કોલજ, મૂવી થીયેટર તથા ઘરના અંગત વિડીયોઝ આ લોકોએ હેક કર્યા છે.
પોલીસે તમામ આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, ટેલીગ્રામ ચેનલ કે જેમા તમામ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે તેને પણ નોટીસ આપી છે.
તમામ સોશ્યલ મીડીયા ચેનલને આવા વિડીયો ન મૂકવા અને મૂક્યા હોય તો દૂર કરવા નોટીસ આપી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:15 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech