મૂળ લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોવાની વાત સામે આવતા લેવાયા પગલાં : મહાનગરપાલિકાના અનેક આવસોમાંથી મળી રહી છે ફરિયાદ
રાજકોટ, તા. 9
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો મુખ્ય લક્ષ્ય એ જ છે કે દરેક લોકો પાસે પોતાના ઘરનું ઘર હોય ત્યારે ઘણા ખરા કિસ્સામાં લોકો પોતાની મિલકત એટલે કે પોતાનું ઘર ખરીદી શકતા નથી ત્યારે ન જીવા દર પર સરકાર કે તમામ લોકોને ઘર મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે જેના માટે તે વિવિધ આવાસ યોજનાઓની પણ અમલવારી શરૂૂ કરી દેવામાં આવી છે. આ આવાસ યોજનામાં લાભાર્થીઓને નહિવત રકમથી જ તેઓ પોતાની માલિકી મેળવી શકે છે ખરા અર્થમાં સરકારનો આ હેતુ લાભાર્થીઓ માટે ખૂબ જ સારો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કરુણતા એ પણ છે કે આ તમામ લાભાર્થીઓ જે આવાસ યોજનામાં વસવાટ કરે છે તેઓ તેમના બદલે અન્ય લોકોને ભાડે તે યુનીટ આપી દેતા હોય છે જે ખરા અર્થમાં અયોગ્ય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી સીતાજી ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતાં મનપાના આવાસ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં તપાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ કે મૂળ લાભાર્થીઓના બદલે ભાડું વાતો વસવાટ કરે છે. પ્રાથમિક તપાસમાં આ પ્રકારના છ યુનિટ સામે આવતા તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે એટલું જ નહીં હાલ આવનારા દિવસોમાં પણ મહાનગરપાલિકા હસ્તક ની વિવિધ આવાસ યોજનામાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને નક્કર પગલાં લેવાશે તેવું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેમાં જે લાભાર્થીને આવાસ ફાળવેલ હોઈ તેના સ્થાને ભાડુઆત કે અન્ય લાભાર્થી રહેતા માલુમ પડશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈપણ લાભાર્થીને જ્યારે આવાસ યોજનામાં આવાસ લાગે ત્યારે અનેકવિધ શરતનું પાલન કરવું પડતું હોય છે જેમાં મહત્વનું છે કે સરકાર અને સ્થાનિક પ્રશાસિત દ્વારા નક્કી કરવામાં આવેલા ફરસ દરમિયાન તેઓ કોઈને પણ ભાડે મકાન આપી શકતા નથી પરંતુ મહાનગરપાલિકાના આવાસ યોજના હોય કે પછી શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તકની આવાસ યોજના હોય બંનેમાં ભાડું વાતો નો પ્રશ્ન તંત્રને ખરા અર્થમાં સતાવી રહ્યો છે ત્યારે જરૂૂરી એ છે કે આ અંગે સ્થાનિક પ્રસાશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને સમયાંતરે આ તમામ આવાસ યોજનાનું ચેકિંગ પણ હાથ ધરાય જો આ કરવામાં મનમાં સફળ રહેશે તો આજે દૂષણ ચાલી રહ્યું છે તેમાં ઘણાખરા અંશે ઘટાડો પણ આવશે. મહત્વનું એ છે કે લાભાર્થીઓ કે જેને આવાસ યોજના મળી ગઈ છે તેઓ વધુ કમાવાની લાલચમાં તેમનો ફ્લેટ અન્ય વ્યક્તિઓને ભાડા પેટે આપી દે છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે આના કારણે અનેકવિધ લોકો આવાસ યોજનાથી વંચિત રહેતા હોય છે. બીજી તરફ મહાનગરપાલિકા હેઠળ અનેકવિધ આવાસો સંપૂર્ણ ખાલી ખમ પડેલા છે અને તેની હાલત પણ અત્યંત જોવા મળે છે ત્યારે જે લાભાર્થીઓ ને હજુ સુધી આવાસ મળ્યા ન હોય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરી શકે છે પરંતુ આ માટે નકર આયોજન અને ચોક્કસ પ્લાનિંગ હોવું ખૂબ જરૂૂરી છે. જ્યાં સુધી આયોજનમાં મહાનગરપાલિકા નિષ્ફળ નિવડશે ત્યાં સુધી કોઈ યોગ્ય ઉકેલ આવશે નહીં તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
જે લાભાર્થી ફ્લેટ ભાડે આપે તેના પર લેવા જોઈએ કડક પગલાં
હાલ જે વિગતો સામે આવી રહી છે તેને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ છે કે મહાનગરપાલિકા દ્વારા જે એક્શન લેવામાં આવી રહ્યા છે તેમાં લાભાર્થીઓ જેને ફ્લેટ ભાડે આપે છે તે તમામને જાકારો તો ઠીક પરંતુ લાભાર્થીઓ ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આજે જ્યારે મહાનગરપાલિકા આ પ્રકારના ભાડું આ તો ઉપર એક્શન લેતું હોય તો કેમ મૂળ માલિક ઉપર લેવામાં ન આવે કોઈકવાર ઉદાહરણરૂૂપ કાર્યવાહી કરવામાં આવે તો જ સાચી હકીકત સામે આવી શકશે કારણ કે આજ દિન સુધી લાભાર્થીને જે ફ્લેટ મળેલા હોય અને તેના દ્વારા જો કોઈને ભાડે આપવામાં આવ્યા હોય તો તેમના ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યારે તજજ્ઞોનું માનવું છે કે એક બે કિસ્સામાં લાભાર્થીઓના ફ્લેટને રદ કરી દેવામાં આવે તો ભવિષ્યમાં તેઓ ભાડે આપતા વિચારશે અને યોગ્ય લાભાર્થીને તેનો લાભ મળી શકશે.
માત્ર એક આવાસ સમાજ નહીં પરંતુ અન્ય આવાસ યોજનામાં ભાડુંઆતો રહેતા હોવાની ફરિયાદો
મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર એક બે આવાસ યોજનામાં નહીં મહાનગરપાલિકા હસ્તકની અનેકવિધ આવાસ યોજના ની સાથો સાથ શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તકની આવાસ યોજનામાં મૂળ લાભાર્થીઓના બદલે ભાડુઆતો રહેતા હોય છે જે અનેક પ્રશ્નો ઊભા કરે છે એટલું જ નહીં તેમના દ્વારા વાણિજ્ય પ્રવૃત્તિઓ પણ શરૂૂ કરી દેવામાં આવે છે જે ખરા અર્થમાં અયોગ્ય છે અને આવાસ યોજના માટે જે નિયમો ઘડવામાં આવ્યા છે તેનું પણ સંપૂર્ણપણે ઉલંઘન થાય છે ત્યારે આ તમામ મુદ્દે ખરા અર્થમાં ગંભીરતાપૂર્વક મહાનગરપાલિકાએ વિચાર કરવો ખૂબ જરૂૂરી છે.