સુરત: પિતાના મિત્ર એ જ 16 વર્ષના તરુણ સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

0
1657

સામાન્ય રીતે આપણે બાળકોને આપણા પરિવાર તથા સગાસંબંધીઓના ઘરે રાખીએ છીએ. આપણને આપણા મિત્રો પણ પર એટલો જ ભરોસો હોય છે કે, તેઓ આપણા બાળકને પોતાના બાળકની જેમ જ સાચવશે. પરંતુ આજના આ કળયુગમાં કોઇપણ વ્યક્તિ પર ભરોસો કરી શકાય તેમ નથી. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ પોતાના જ મિત્રના દીકરા સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું. આટલું જ નહીં આ કૃત્યનો વીડિયો યુવકના મોબાઇલમાં જ ઉતાર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. આ ઘટનાની જાણ બાળકના પિતાને થતાં તેમમે પોતાના મિત્ર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 16 વર્ષના તરુણ સાથે પિતાના મિત્રએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચોકબજાર પોલીસે રત્નકલાકારની ધરપકડ કરી છે. એક વખત નહિ પરંતુ બે-બે વખત આવી ઘટના બન્યા બાદ તરુણ ડરી ગયો હતો. રત્નકલાકાર પિતાનો મિત્ર હોવાથી તેનાથી બચવા તરુણ 10 દિવસ પહેલા જ સુરત છોડીને ફોઈના ઘરે જતો રહ્યો હતો. ફોઇના ઘરે પણ યુવક ડરેલો રહેતો અને એક જ રૂમમાં બંધ રહેતો હતો. જેને જોઇને ફોઇને શંકા જતાં તેમણે તેના પિતાને બોલાવીને પૂછપરછ કરતા બાળકે સમગ્ર ઘટના રજુ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકારના દીકરાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 10 દિવસ પહેલા જ તરુણે માતા-પિતાને જણાવ્યું હતું કે, મારે સુરત નથી રહેવું , મારે ફોઈના ઘરે જવું છે એમ કહીને સુરતથી એકલો ફોઈના ઘરે પાટણ જવા માટે નીકળી ગયો હતો. ફોઈ ના ઘરે જઈને પણ યુવક ટેન્શનમાં જ રહેતો હતો અને એક જ રૂમમાં બંધ રહેતો. આ જોઇને ફોઈને ભત્રીજો કોઇ અજુગતું પગલું ન ભરે તે માટે તેણે તેના ભાઈને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

બીજા દિવસે પિતાએ તેને સમજાવીને રૂમમાંથી બહાર કર્યો હતો અને ત્યારબાદ આવું શા માટે કર્યું કારણ પૂછતા 16 વર્ષના બાળકે સત્ય હકીકત પિતાને જણાવી હતી. હકીકત જાણીને પિતા પણ ખૂબ જ ચોંકી ગયા હતા. પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, તેમજ એક મિત્ર રાહુલ ધીરજભાઈ સોલંકીએ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ SMC આવાસમાં વસવાટ કરતા રાહુલે 8 મહિના પહેલા પણ મંદિરનું કામ છે તેમ કહીને યુવકને એક ખાલી મકાનમાં લઈ રહ્યો હતો અને ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.

ત્યારબાદ ત્રણ મહિના અગાઉ રાહુલે નોકરી અપાવવાનું કહીને પંડોળમાં એક ખાલી મકાનમાં લઈ જઈને કપડાં ઉતારવા કહ્યું હતુ. તે સમયે રાહુલની ખરાબ દાનત યુવક સમજી ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાગવામાં અસફળ થયેલા યુવકને રાહુલે પકડીને મારી નાખવાની ધમકીઓ આપી હતી. માત્ર આટલું જ નહિ તે સમયે મુખ મૈથુન કરાવી બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તે સમયે રાહુલે યુવકના જ મોબાઈલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને પોતાના ફેસબુક મેસેન્જર પર મોકલી યુવકના મોબાઈલ ફોનમાંથી ડીલીટ કરી દીધો હતો.

દીકરાની વાત સાંભળીને પિતાએ રાહુલની ફેસબુક આઈડીનું મેસેન્જર ચેક કરતા તેમાં વિડીયો પણ મળી આવ્યો હતો. ત્યાર બાદ પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી ગઇકાલે તેના વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ધરપકડ કરી છે.