કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો થયા દૂર : અન્ય ઝોનમાં પણ હાથ ધરાશે ડિમોલિશન
રાજકોટ, તા. 30
માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં હાલ દબાણન પ્રશ્ન સૌથી વિકરાળ બની ગયો છે ત્યારે જરૂૂરી એ છે કે આ તમામ દબાણો પર જરૂૂરી પગલાં લેવામાં આવ્યા અને તેને દૂર કરાવાય હાલ આ માટે મહાનગરપાલિકા હોય કે પછી રાજકોટ વહીવટી તંત્ર બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાલ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહત્વનું એ છે કે અત્યારે ખાસ એ વાતની યાદી પણ કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં જે અન્ય વોર્ડમાં ડિમોલિશનની જરૂૂરિયાત હોય અને જ્યાં દબાણ થયા હોય તેને ખૂબ સરળતાથી દૂર કરવામાં આવે જેના ભાગરૂૂપે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર, નાયબ કમિશનર એચ.આર.પટેલ તથા એડી.સીટી એન્જીનીયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.3મા ટી.પી.સ્કીમ અમલીકરણ અન્વયે અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સેન્ટ્રલ ઝોનન વોર્ડ નં.3ટી.પી.સ્કીમ નં.38/1(માધાપર) માં માધાપર તાલુકા સ્કુલ વાળો 15.00 મીટર ટી.પી.રોડ.15.00 મીટર ટી.પી.રોડ પર આવેલ અનઅધિકૃત 4-રહેણાંક મકાન,કમ્પાઉન્ડ દિવાલનુ બાંધકામ દુર કરવામાં આવ્યા એવી જ રીતે સેન્ટ્રલ ઝોન 3.3 માં માધાપર પાસે આવેલા ધ સ્પેસ એપાર્ટમેન્ટની પાછળ 18 મીટર ટીપી રોડ પર આવેલા અનઅધિકૃત 8 રહેણાંક મકાનો તથા કમ્પાઉન્ડ વોલને દૂર કરવામાં આવી.
એવીજ રીતે ટીપી સ્કીમ નંબર 19 સાધુ વાસવાની કુંજ રોડ પર આવેલા અનામત પ્લોટ કે જે રેણાક વેચાણના પ્લોટ હતા તેમાં બાપા સીતારામ મંદિર નું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું અને અંદાજે 150 ચોરસ મીટર અને કહી શકાય કે પ્રતિ ચોરસ મીટર 30,000 રૂૂપિયાના વારના ભાવ લેખે આ જગ્યા ખુલી કરવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા જે વિગતો સામે આવી રહી છે તે મુજબ એ વાત તો સ્પષ્ટ છે કે હાલ ઝોન વાઇસ તમામ યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને તે મુજબ જ ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સેન્ટ્રલ ઝોનની સાથોસાથ અન્ય બે ઝોનમાં પણ રાજકોટ મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ ડિમોલિશન હાથ ધરે તેવું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં સાથોસાથે વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે હાલ આ વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હોય તેને પણ દૂર કરવામાં આવે પછી તે ધાર્મિક દબાણ હોય કે અન્ય કોઈ. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા,રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.