સેમિકંડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષવામાં ગુજરાતે અગ્રણી સ્થાન લીધું છે અને મોટી કંપનીઓ પહેલેથી જ એકમો સ્થાપી રહી છે
નવીદિલ્હી, તા. 6
છેલ્લા બે વર્ષમાં તાઇવાન અને અન્ય પ્રદેશોમાંથી મોટા વૈશ્વિક સેમિકંડક્ટર ઉદ્યોગના ખેલાડીઓને સફળતાપૂર્વક આકર્ષિત કર્યા પછી, ગુજરાત સરકાર સેમિકંડક્ટર અને અન્ય ટેક્નોલોજી ક્ષેત્રોમાં વધારાના રોકાણને આકર્ષવા માટે તાઇવાનની રાજધાની તાઇપેઇ સિટીમાં ગુજરાત ડેસ્કની સ્થાપના કરીને તેની પ્રથમ વિદેશી ઓફિસ સ્થાપવાનું આયોજન કરી રહી છે. વિકાસથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કેસેમિકંડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક કંપનીઓને આકર્ષવામાં ગુજરાતે અગ્રણી સ્થાન લીધું છે અને મોટી કંપનીઓ પહેલેથી જ એકમો સ્થાપી રહી છે. “તાઈવાન સેમિકંડક્ટર ઉદ્યોગમાં વિશ્વનું અગ્રેસર છે. રાજ્ય સરકારે તાઈવાનની સેમિક્ધડક્ટર કંપનીઓ અને તાઈવાનની બહારની વૈશ્વિક કંપનીઓ દ્વારા ગુજરાતમાં નવા રોકાણોની સુવિધા માટે તાઈપેઈમાં તેની પ્રથમ વૈશ્વિક ઑફિસ સ્થાપવાનું નક્કી કર્યું છે,” સૂત્રએ જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે એક હેલ્પ ડેસ્ક શરૂૂ કરવાનું આયોજન કરી રહ્યા છીએ જે તાઈવાનની કંપનીઓને તેમની ભાષામાં મદદ કરી શકે અને ગુજરાતમાં તેમની કામગીરીમાં વિવિધ સ્તરે સહાય પૂરી પાડી શકે. તાઈપેઈ શહેરમાં કેન્દ્ર ટૂંક સમયમાં કામગીરી શરૂૂ કરે તેવી શક્યતા છે. ભારતની બહાર ગુજરાત સરકારનું આ પ્રથમ કાર્યાલય હશે,” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલી પાંચ સેમિક્ધડક્ટર સુવિધાઓમાંથી ચાર ગુજરાતમાં સ્થાપવામાં આવી રહી છે. GIDC સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજી ઇન્ક., CG સેમી અને કીન્સ સેમીકોન દ્વારા મુખ્ય પ્રોજેક્ટ સાથે એક ચિપ પેકેજિંગ ક્લસ્ટર વિકસાવવામાં આવી રહ્યું છે. વધુમાં, ધોલેરા SIRમાં ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકંડક્ટર ફેબની સ્થાપના કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર, કેન્દ્ર સાથે મળીને માર્ચમાં ભારતીય સેમિક્ધડક્ટર અને પેકેજિંગ ઇકોસિસ્ટમ કોન્ફરન્સનું પણ આયોજન કરશે.