સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિદ્યાર્થીઓએ કરી ‘ફેઇલ’

ભૂતકાળમાં જે વિભાગમાં પ્રવેશ મેળવવો કપરો હતો, તે વિભાગ અત્યારે ખાલી-ખમ : યુનિવર્સિટીની ખરડાયેલી છબી એડમિશનને ‘ભરખી’ ગઈ

રાજકોટ, તા. 2
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હર હમેશા ભાર વગરના ભણતરની વાત કરે છે પરંતુ સત્ય હકીકત તો એ છે કે શું વિદ્યાર્થીઓ પર ભાર માં ઘટાડો થયો છે કે સ્થિતિ જેવી છે તેવી જ છે. વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવિધ કોર્સ વિદ્યાર્થીઓને કરાવી રહ્યું છે સાથોસાથ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે પણ ગુજરાત બહાર જઈ રહ્યા છે પહેલાની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું સ્થાન કંઈક અલગ જ હતું અને વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં અહીં અભ્યાસ અર્થે પણ આવતા તેમાં વિદેશી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સમયાંતરે જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં જે રીતે કૌભાંડો થવા લાગ્યા તે બાદ યુનિવર્સિટી માટે એક નહીં અનેક પ્રશ્નો ઊભા થયા જેમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ અનેક અંશે ઘટાડો જોવા મળ્યો જે સ્થિતિ આજે પણ યથાવત છે. મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ અનેકવિધ ખાનગી અને કહી શકાય કે સરકારી કોલેજો સલગ્ન છે પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ જે રીતે યુનિવર્સિટીના વિવિધ ભવનોની વાત કરવામાં આવે તો ભવનોમાં એડમિશનનું પ્રમાણ છે ઘટી ગયું છે. આ વાતની ગંભીરતા ખરા અર્થમાં યુનિવર્સિટીના સત્તાધિશોએ લેવી ખૂબ જરૂરી છે જો ભવિષ્યમાં આ અંગે કોઈ ગંભીરતા દાખવવામાં નહીં આવે તો ઘણા ખરા પ્રશ્નો ઊભા થશે અને ભગવાન ન કરે જે તે પ્રોફેશનલ કોર્સને બંધ પણ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
વર્ષ 202425 માં પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં ઘણી ખરી જગ્યાઓ હજુ પણ ખાલી પડેલી છે જેનો મતલબ એ થાય કે કા તો જે તે વિષયમાં કોઈ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અથવા તો જે શિક્ષણની ગુણવત્તા હોવી જોઈએ અથવા તો કહી શકાય કે શિક્ષણનું જે સ્તર હોવું જોઈએ તેમાં ઘણા ખરા અંતે ઘટાડો આવ્યો છે અને તે ઘટાડો સીધો જ વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર અસર કરે છે . બીજી તરફ વિદ્યાર્થીઓનો જે પ્રવાહ જોવા મળી રહ્યો છે તેમાં પણ ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે વિવિધ વિભાગો કે જે કોર ફિલ્ડ કહેવામાં આવે તેમાં સંખ્યા નહિ વાત જોવા મળી રહી છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ઘણા ખરા પ્રશ્નો પણ ઉભા કરે તો નવાઈ નહીં. ભૂતકાળમાં આ એ જ બધા વિષયો છે કે જેમાં એડમિશન બહાર પડતાં ની સાથે જ જગ્યાઓ ફૂલ થઈ જતી પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું જે રીતે નામ સામે આવી રહ્યું છે તેને લઈ એડમિશનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે જે જગ્યા ભરાવી જોઈએ તે જગ્યા ભરાતી નથી. આ વાતને લઈને અનેક વખત રજૂઆતો પણ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી છે પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો ને આ વાત સમજાતી નથી કે તેઓ સમજવા માંગતા નથી તેનો કોઈ અંદાજો હજુ સુધી જોવા મળ્યો નથી. મહત્વની વાત એ છે કે યુનિવર્સિટીના રાજકારણમાં અંતે વિદ્યાર્થીઓ પિસાઈ રહ્યા છે ત્યારે આ અંગે જો સત્તાધીશો ગંભીરતા દાખવે તો આ એ જ બધા કોર્સ છે કે જેમાં ભવિષ્યમાં વિદ્યાર્થીઓની ખૂબ સારી કારકિર્દીનું ઘડતર થઈ શકે.
વર્ષ 2024 25 ની વાત કરવામાં આવે તો માસ્ટર ઓફ સાયન્સ બાયોટેકનોલોજી માટે કુલ 25 જગ્યા મંજૂર કરવામાં આવી છે જેમાંથી માત્ર પાંચ જગ્યાઓ જ ભરાય છે એવી જ રીતે માસ્ટર ઓફ કોમર્સ એકાઉન્ટિંગમાં 50 જગ્યાઓ મંજૂર થઈ છે જેમાંથી માત્ર 31 જગ્યાઓ માં જ એડમિશન કરાવવામાં આવ્યા છે તો બીજી તરફ માસ્ટર ઓફ કોમર્સમાં ફાઇનાન્સમાં માત્ર 10 એડમિશન માર્કેટિંગમાં પાંચ એડમિશન સ્ટેટેસ્ટિકમાં ત્રણ એડમિશન કોમ્પ્યુટર સાયન્સમાં સાત એડમિશન. તો બીજી તરફ માસ્ટર ઓફ એજ્યુકેશન માં 37 એડમિશન માસ્ટર ઓફ આર્ટ્સ હિસ્ટ્રીમાં 26 એડમિશન માસ ઓફ હોમ સાયન્સમાં 18 એડમિશન માસ્ટર ઓફ હોમ સાયન્સ જનરલમાં 14 એડમિશન જ્યારે બેન્કિંગ લો માં આઠ એડમિશન જ્યારે એક્ઝીમ લોમા 2 એડમિશન જ થયા છે.
સાથો સાથ માસ્ટર ઓફ સાયન્સ ફિઝિક્સમાં 40 માર્ક્સ સંસ્કૃત માં 45 માત્ર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને તેમાં પણ બેન્કિંગ અને ફાઇનાન્સમાં કુલ 60 જગ્યાઓ મંજૂર થઈ છે તેમાં એક પણ જગ્યામાં એડમિશન થયું નથી આ સૌથી મોટો પ્રશ્ન અને ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. સાથોસાથ માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં 16 એડમિશન માસ્ટર ઓફ આર્ટસ ફિલોસોફી માં સાત એડમિશન માસ્ટર ઓફ સાયન્સ ઇલેક્ટ્રોનિક્સ માં ચાર એડમિશન માસ્ટર ઓફ જર્નાલિઝમમાં માત્ર છ એડમિશન જ થયા છે જેમાં 40 ની જગ્યા મંજૂર થયેલી છે. તો બીજી તરફ માસ્ટર ઓફ સાયન્સ બાયો કેમેસ્ટ્રીમાં માત્ર ત્રણ એડમિશન થયા છે એવી જ રીતે પીજીડીસીસીમાં આઠ એડમિશન ફામડીમાં 15 એડમિશન અને બીએસસી એમએસસી માં ત્રણ એડમિશન થયા છે એટલે કહેવામાં આવે તો કુલ 1563 મંજુર થયેલી જગ્યાઓ પૈકી માત્ર 990 જગ્યાઓ જ ભરેલી છે.


કોર્સનું મહત્વ ઘટ્યું કે શું ?
હાલ જે કોર્સમાં જગ્યાઓ ખાલી પડી છે તે કોર્સ વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે ખૂબ ઉપયોગી છે એટલે એ વાત તો સ્પષ્ટ છે કે કોર્સની મહત્વતા માં સહેજ પણ ઘટાડો આવ્યો નથી પરંતુ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેમના મગજમાં શું ચાલે છે અને તેઓ કેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે તે વિભાગમાં એડમિશન નથી લેતા તે સૌથી મોટો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણી ખરી ખાનગી કોલેજોની જગ્યાઓ પર ભરાઈ ગઈ છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જગ્યા ખાલી રહેવી તે યુનિવર્સિટીના શૈક્ષણિક સ્તર નબળું હોવાનું પુરવાર કરે છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ વન ગ્રેડ મળેલો હતો તે અરસામાં એડમિશન ઓફ પેક થઈ જતા હતા અને ઘણી ખરી જગ્યાઓ ભરાઈ જતી હતી પરંતુ હાલની સ્થિતિ જે જોવા મળી રહી છે તે સૂચવે છે કે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું સ્થળ ગગડ્યું છે.


જાગૃતતા કેળવવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉતરી ઉણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં હાલ જે એડમિશનનો થવા જોઈએ તે કોઈને કોઈ કારણસર ન થતા ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે જાગૃતતા કેળવવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યંત ઉણી ઉતરી છે કહી શકાય કે જે રીતે એડમિશનનો થવા જોઈએ તે થતા નથી ઘણા ખરા કિસ્સાઓમાં તો શિક્ષકોનો અભાવ પણ જોવા મળી રહ્યો છે ત્યારે જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર આ સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી તો ઘણા ખરા કિસ્સામાં અને ભવિષ્યમાં આની માઠી અસર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને વિદ્યાર્થીઓના કારકિર્દીને પણ ઘણા ખરા પ્રશ્નો ઉભા થઈ શકે છે.


માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ઇન્ટેક 40 એડમિશન માત્ર 6
હરહંમેશ પત્રકારત્વ ભવનમાં સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સાંપ્રત પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો પત્રકારત્વ ક્ષેત્રે હાલ વિદ્યાર્થીઓની તાતી જરૂરિયાત પણ ઊભી થઈ છે તો શું એડમિશન ન થવું તે સૂચવે છે કે વિદ્યાર્થીઓને હવે જર્નાલિઝમમાં સહેજ પણ રસ નથી કે શું માત્ર જર્નલિઝમનો અભ્યાસ કરાવનાર જે શિક્ષક વર્ગ છે તે ક્યાંકને ક્યાંક ઊણો ઉતરી રહ્યો છે. આ તમામ પ્રશ્નો ત્યારે આંખે વળગે જ્યારે 40ની ઇન્ટેક હોય અને માત્ર છ જ એડમિશન થયા હોય તે વાત સહેજ પણ મગજમાં ઉતરે નહીં.


છેલ્લા ઘણા વર્ષોથી એડમિશનના ન થતા હોવાની જાણકારોમાં ચર્ચા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં હાલ એડમિશનનો ખાલી જોવા મળી રહ્યા છે અને આ એડમિશન માત્ર વર્ષ 2024 25 માટે જ નહીં પરંતુ ભૂતકાળમાં પણ ખાલી પડ્યા હોવાનું જાણકાર વર્તુળો ચરચી રહ્યા છે ત્યારે હવે પ્રશ્ન એ જ છે કે સતત ધ્યાને આવતા સત્તાધીશો કેમ કોઈ નક્કર પગલાં લેતું નથી અને જ્યાં સુધી આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કદાચ એ સમય ન આવે કે જે તે વિભાગને બંધ કરી દેવો પડે અને જો આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવિત થાય તો ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટે આ માઠા સમાચાર કહી શકાય. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિભાગોમાં એડમિશન ઓછા નોંધાય રહ્યા છે તે તમામ વિષયો અત્યંત મહત્વના અને જરૂરી છે તેના પર યોગ્ય નિર્ણય લેવો ખૂબ આવશ્યક છે અને આ વિભાગમાં એડમિશન કઈ રીતે વધે તે પણ સત્તાધિશોએ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:55 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech