પાસબુક પ્રિન્ટર મશીન ખરાબ હાલતમાં હોવા છતાં બદલાવવામાં ન આવતા બેંકની બેદરકારી સામે ઉગ્ર રજૂઆત
પાટણ, તા. 17
હારીજ વેદાંત શોપિંગમાં આવેલ બફક્ષસ જ્ઞર બફજ્ઞિમફ શાખાનું પાસબુક પ્રિન્ટર મશીન વારંવાર રજૂઆત કરવા છતાં બંધ હાલતમાં જોવા મળતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ હારીજ નગર વિકાસ કમિટીના જાગૃત સભ્ય પુષ્પક ખત્રી દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં હારીજ ખાતે આવેલ બફક્ષસ જ્ઞર બફજ્ઞિમફ નું પાસબુક પ્રિન્ટર મશીન ખરાબ હાલતમાં હોવા છતાં બદલાવવામાં ન આવતા બેંકની બેદરકારી સામે રોષ ઠાલવી લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા મુજબ વિજયા બેન્ક ,દેનાબેન્ક મર્જ થતા બેંકના ગ્રાહકોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં હારીજ બરોડા બેંક ગ્રાહકોને સુવિધા આપવામાં પાછી પાની કરી રહી છે હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાડું ખર્ચી આવતા ગ્રાહકો પાસબુક પ્રિન્ટર મશીન બંધ હોવાથી ધર્મના ધક્કા ખવાનો વારો આવ્યો હતો. તેમજ આ બાબતે બેંક મેનેજરને પૂછવામાં આવતા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ નથી મળી રહ્યો તથા બેંકની અંદર પાસબુક પ્રિન્ટ કરી આપવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી બેંક ઓફ બરોડામાં ગ્રાહકો વધુ હોવાથી બે નવીન પાસબુક પ્રિન્ટર મશીનની તાથી જરૂૂરિયાત જણાઈ રહી છે પ્રિન્ટિંગ એરિયામાં ગાર્ડની પણ જરૂૂર હોવાથી એરિયામાં ઘણીવાર એસી પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેથી મશીનનો ગરમાવો થતા બન્ધ પડી જાય છે. પુષ્પક ખત્રીએ જણાવ્યું હતું કે બફક્ષસ જ્ઞર બફજ્ઞિમફમાં મારું ખાતું પણ છે ખૂબ જેમાં ઘણીવાર મને પણ અગવડતા પડી રહે છે આ બાબતને લઈ બે ઘણીવાર વારંવાર રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી જૂનું પ્રિન્ટર મશીન બદલાવાની બેન્ક દ્વારા તસ્દી પણ લેવામાં નથી આવી જેથી તાત્કાલિક ધોરણે કાયમી માટે પ્રિન્ટર મશીન ચાલુ કરવામાં આવે તેમજ ગ્રાહકોને પડતી અગવડતાને લઈ ગાર્ડ મુકવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેમજ જ્યાં સુધી પ્રિન્ટર મશીનની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બેંકની અંદર પાસબુક પ્રિન્ટ કરી આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રિઝર્વ બેન્ક માં લેખિત અરજી અરજી કરી માગ કરી હતી
