SOGએ પાડયો દરોડો, મનપાનું આરોગ્ય વિભાગ ઊંઘતા ઝડપાયું : દેખાવની કામગીરી માટે આરોગ્ય વિભાગે નમૂના મોકલ્યા લેબોરેટરીમાં, રિપોર્ટ આવશે ત્રણ મહિના બાદ
રાજકોટ, તા. 9
પનીર ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ આજકાલ માર્કેટમાં પનીરના નામે નકલી ચીઝનો ભરાવો છે. ઘણા લોકો છેતરાઈ જાય છે અને વાસ્તવિક ચીઝને બદલે નકલી ચીઝ ખરીદે છે. તેથી, ચીઝ ખરીદતી વખતે, તમારે સાવચેત રહેવું જોઈએ અને તેને તપાસવું જોઈએ. આજકાલ દૂધ પાઉડર અને પામ ઓઈલની મદદથી નકલી ચીઝ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે. વાસ્તવમાં, તેને એનાલોગ ચીઝ કહેવામાં આવે છે, જે ખાવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે નુકસાનકારક હોઈ શકે છે. તે વાસ્તવિક ચીઝ જેવું જ દેખાય છે.
ઘરોમાં બહાર જઈને ખાવાનું અને ફેમિલી સાથે બહાર પાર્ટી કરવાનું લોકો પસંદ કરતા હોય છે તેમાં પણ જ્યારે નવ યુવાનોની વાત કરવામાં આવે તો તેઓને પનીરની વૈવિધ્યસભર આઈટમો આરોગવી ખૂબ ગમે છે પરંતુ સત્ય હકીકત તો એ છે કે જે પનીર હોટલમાં આપવામાં આવે છે તે સાચું નહીં પરંતુ તે પનીરને પનીર કોન્ટેસ્ટ એનાલોગ તરીકે ઓળખાય છે જે ખરા અર્થમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અત્યાર હકીકત તો એ છે કે બજારમાં અને હોટલોમાં જે પનીર વપરાય છે તે ઘણાખરા અંશે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ જાગૃતતા ના અભાવે લોકો તેનું સેવન કરતા હોય છે. સામે હોટલ સંચાલકો પણ નફો રળવા ઍનાલોગ પનીરના નામે ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે અને ગ્રાહક બાપડો એનો ફરક જાણતો ન હોવાથી એ ખાય છે અને પનીરની ડિશના પૈસા ચૂકવે છે.
સત્ય હકીકત તો એ છે કે, પનીર એ કુદરતી રીતે દૂધને ફાડીને બનાવાતી આઇટમ છે. જો બે લિટર દૂધ હોય તો એમાંથી બહુ-બહુ તો 250 ગ્રામ પનીર મળે છે, જ્યારે ચીઝ ઍનાલોગ બનાવવામાં દૂધના પાઉડરમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જે ઓરિજિનલ પનીર કરતાં અડધા કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઈ જાય છે. ચીઝ ઍનાલોગ દેખાવમાં પનીર જેવું જ હોવાથી પનીરને બદલે એને જ પનીર તરીકે ખપાવી એનો છૂટથી ઉપયોગ થાય છે અને લોકો સાથે છેતરપિંડી કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે.
ત્યારે ગઈકાલે રાજકોટમાં જે 800 કિલો પનીર કોન્ટેસ્ટ એનાલોગ પકડાયું તે અખાદ્ય હોવાનું માનવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ઊંઘતી ઝડપાઈ હોય તેમ એસોજીએ દરોડો પાડી અખાદ્ય પનીર નો જથ્થો જપ્ત કર્યો છે. આરોગ્ય વિભાગની છબી ન ખરડાઈ તે માટે વિભાગ દ્વારા નમૂનો લેવામાં આવ્યો જેને સરકાર માન્ય લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે આ રિપોર્ટ આશરે ત્રણ માસ બાદ આવશે. ત્યારે આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા પાસે એવી કોઈ સત્તા નથી કે જેનાથી આ વ્યાપારી પર આકરા પગલાં લઈ શકે.
મળતી માહિતી મુજબ જે પનીર કોન્ટેસ્ટ એનાલોગ પકડવામાં આવ્યું તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ હોવાનું જાણવા મળ્યું છે અને આ પનીર બનાવવા માટે વેજીટેબલ ઓઇલ સહિત અન્ય દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર લોકો પનીરને લઈને અવગત ન હોવાના કારણે તેઓને આ પનીર ખવડાવી દેવામાં આવે છે અને સામે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે.
વ્યાપારી પાસેથી સપ્લાયરોના નામ મેળવવાની આરોગ્ય વિભાગે શરૂૂ કરી તજવીજ
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાડવામાં આવેલા નરોડા બાદ આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે ત્યારે કામગીરીમાં કોઈ પ્રશ્નો અને છાંટા ન ઉડે તે માટે વ્યાપારી પાસે તેના વિક્રેતાઓના નામ મેળવવાની તજવીજ શરૂૂ કરી છે એટલું જ નહીં આ માટે આરોગ્ય વિભાગ દ્વારા નમૂનો પણ લેવામાં આવ્યો છે જેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયો છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જે નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો તેનો રિપોર્ટ આવતા આશરે ત્રણ માસ જેટલો સમય વીતી જશે ત્યાં સુધીકોઈ કાયદાકીય પગલા લઈ શકે. બહુ બહુ તો જે જથ્થો પકડવામાં આવ્યો છે તેનો નાશ માત્ર જ કરી શકે છે આરોગ્ય વિભાગ.
જો ચોખા દૂધમાંથી પનીર બનાવવામાં આવે તો ઉત્પાદકને તેનું વેચાણ 550 રૂૂપિયાથી ઓછા ભાવે ન પરવડે
વાસ્તવિકતા તો એ છે કે જો ચોખા દૂધ માંથી ચોખ્ખું પનીર બનાવવું હોય તો તે પનીર ઉત્પાદકને 550 રૂૂપિયાથી ઓછા ભાવે વેચવું પોસાય નહીં કારણકે એક કિલો પનીર બનાવવા માટે છ લીટર દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ઉદાહરણ સ્વરૂૂપે જો લીટર દૂધનો ભાવ ₹80 હોય તો 480 રૂૂપિયા તો માત્ર એ ખર્ચ થયો તેમાં તેની બનાવટ સહિતના અન્ય ખર્ચ ને જો જોડવામાં આવે તો તે પનીર 550 રૂૂપિયા સુધી પહોંચી જાય પરંતુ બજારમાં આ જ પનીર 200 થી 300 રૂૂપિયામાં મળે છે જેથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે તે પનીર સાચું ન હોય.
પ્રાણીઓના ઉપયોગમાં લેવામાં આવે છે પનીર કોન્ટેસ્ટ એનાલોગ
આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર હાર્દિકે જણાવ્યું હતું કે જે જથ્થો પકડવામાં આવ્યો છે તેનો ઉપયોગ અને તેનું સેવન પશુઓમાં કરવામાં આવતું હોય છે પરંતુ હજી સુધી એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે આ વિક્રેતાએ પનીરનો જથ્થો કોને કોને મોકલ્યો છે પરંતુ તેઓએ શંકા પણ વ્યક્ત કરતા જણાવ્યું કે હોટલોમાં જે પનીર પહોંચાડવામાં આવે છે તે પનીર કોન્ટેસ્ટ એનાલોગ જ હોઈ શકે.
મોટાભાગની હોટલો 200 થી 300 રૂૂપિયામાં કરે છે પનીરની ખરીદી જે સ્પષ્ટ અખાદ્ય હોય તેમાં શંકા નથી
રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં જે રેસ્ટોરન્ટ સંચાલકો હોય તે 200 થી 300 રૂૂપિયામાં પનીરની ખરીદી કરે છે જેથી એ તો સ્પષ્ટ છે કે લોકો જે રેસ્ટોરન્ટમાં પનીર ખાય છે તે સંપૂર્ણપણે અખાત્ય છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. પનીર ખાવું ખરા અર્થમાં સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ ખરાબ પનીર ખાવું તે સ્વાસ્થ્યને ઘણું ખરું નુકસાન પહોંચાડે છે ત્યારે રાજકોટમાં મહદ અંશે જે હોટલોમાં પનીરનો ઉપયોગ થાય છે તે પનીર કોન્ટેસ્ટ એનાલોગ હોવાનું પણ આરોગ્ય વિભાગના અધિકારી ક્યાંકને ક્યાંક સ્વીકારી રહ્યા છે.
પોલીસ ડ્રગ્સ પકડે તો તરત એફ.એસ.એલ.રિપોર્ટ આપે : આરોગ્ય વિભાગ કેમ નહીં
કોઈપણ પ્રકારના કૈફી પદાર્થ અથવા તો કહેવામાં આવે કે કોઈ ડ્રગ્સ પોલીસ વિભાગ પકડે તો ત્વરીત એફએસએલ દ્વારા રિપોર્ટ આપી દેવામાં આવતો હોય છે. પરંતુ ફુડ વિભાગ એટલે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે જે નમુના તપાસ અર્થે મોકલવામાં આવે છે તેનો રિપોર્ટ 3 મહિને આવે જેથી વિક્રેતા તથા ઉત્પાદક મુકત મને ફરી વેપાર કરે અને ગેરરીતિઓ આચરે. રાજકોટમાં જો લેબોરેટરી ઉભી થાય તો આ અનેક પ્રશ્ર્નોનું નિવારણ આવી શકે.