અખરોટના નામે મોકલેલો સોપારીનો30 કરોડનો જથ્થો મુન્દ્રા બંદરેથી જપ્ત

મોટા ક્ધટેનરમાં અખરોટની આડમાં 50 ટન સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો

રાજકોટ, તા. 2
રાજ્યના ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન વિભાગે દુબઈથી ભારતમાં દાળ ચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાનું વધુ એક કારસ્તાન ને નિષ્ફળ બનાવ્યું છે મળતી માહિતી મુજબ અંદાજે પોણા 30 કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો 50 ટન જેટલો નર્સ એટલે કે તૂટેલી સોપારીનો જથ્થો જપ્ત કર્યો છે. મુન્દ્રા કસ્ટમ્સની એસઆઇબી શાખાને મળેલી બાતમીના આધારે પ્રિન્સિપલ કમિશનર કે એન્જિનિયરની સૂચનાથી કસ્ટમની આ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં બે મોટા ક્ધટેનરમાં અખરોટની આડમાં 50 ટન સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
બીજી તરફ કસ્ટમર ના સૂત્રોના જણાવ્યા અનુસાર સોપારીના કારોબાર માટે જાણીતા એવા દુબઈના જેબલઅલી બંદરેથી આવેલો અને કંડલા ખાતે મુક્ત વ્યાપાર કેન્દ્રમાં સ્થિત એક યુનિટમાં જતો હોવાનું જાણવા મળ્યું હતું અને જથ્થામાં અખરોટ હોવાનું પણ દર્શાવવામાં આવ્યું પરંતુ ડેકલેરેશનમાં કંઈક ક્ષતિ થતા બે ક્ધટેનરમાં કુલ 50 ટન વજનની સોપારી મળી આવી હતી. બિલ ઓફ એન્ટ્રીમાં અખરોટ દેખાડવામાં આવ્યો અને સોપારીનો આ જતો ઘુસાડી અંદાજે ત્રણ કરોડની ડ્યુટી ચોરી કરવાનો કારસો રચાયો હતો. જોકે કસ્ટમ વિભાગની બાદમી ના આધારે ફરી એક વખત સોપારીની દાળ ચોરી ક્ષતિ કરી પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે આટલા નકર પગલા લેવા છતાં હજુ પણ આ પ્રકારની ગેરીતિઓ આચરવામાં આવતી હોય છે જેના પર નક્કર પગલા લેવા ખૂબ જરૂરી અને અનિવાર્ય છે. જો આ અંગે ગંભીરતાપૂર્વ પગલાં લેવામાં નહીં આવે તો અનેકવિધ પ્રશ્નો ઉભા થઈ શકે છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સોપારી શ્રીલંકા અને વિયતનામ જેવા દેશોમાંથી મળે છે પરંતુ દુબઈથી સોપારી લઈ આવવામાં તંત્રને છેતરવા માટે દર વખતે એક્સપોર્ટરો અને ઈમ્પોર્ટરો દ્વારા અન્ય પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે આ વખતે પીવીસી રેઝિન દર્શાવાયા કે જેનો જથ્થો સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં આયાત કરવામાં આવતો હોય છે પરંતુ હાલ જે સ્થિતિ નું નિર્માણ થયું છે તેને જોતા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે આવનારા દિવસોમાં આ અંગે કસ્ટમ વિભાગ એ કોઈ નક્કર પગલા લેવા પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:34 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech