ઉત્તરપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનનીપરીક્ષા સામે સ્પર્ધકોએ કર્યું આંદોલન

PCS અને RO/ARO પ્રારંભિક પરીક્ષાઓ એક જ દિવસે લેવામાં આવે તેવી માંગ, થયો લાઠીચાર્જ

નવીદિલ્હી તા. 11
સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) દ્વારા સૂચિત બે દિવસીય ઙઈજ પ્રિલિમિનરી અને છઘ-અછઘ પ્રિલિમિનરી પરીક્ષા સામે આંદોલન શરૂ કર્યું છે. આંદોલનની તૈયારીઓને જોતા જિલ્લા વહીવટીતંત્ર અને આયોગના વહીવટીતંત્રમાં ગભરાટનો માહોલ છે. જેને જોતા સોમવારે સવારથી જ ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે. કમિશન તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
પોલીસે કમિશન તરફ આગળ વધી રહેલા સ્પર્ધક વિદ્યાર્થીઓનો પીછો કર્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓના ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર જિલ્લાની ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી પોલીસે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ આંદોલનમાં મોટી સંખ્યામાં સ્પર્ધક વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો. લાઠીચાર્જ બાદ વિદ્યાર્થીઓ વિખેરાઈ ગયા હતા. PAS અને પોલીસની સાથે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મોડી સાંજ સુધી વિરોધ ચાલુ રહ્યો હતો. ઉમેદવારો મોબાઈલ ફોનની ટોર્ચ પ્રગટાવીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા.
સ્પર્ધક વિદ્યાર્થીઓ એક માંગ પર અડગ છે કે PSC અને RO/ARO પ્રારંભિક પરીક્ષાઓ એક જ દિવસે લેવામાં આવે. 2.40 લાખ ઉમેદવારોએ ’હેશટેગ UPPSC RO/ARO OneShift’ નામ સાથે ડ પર ચલાવવામાં આવેલા અભિયાનને સમર્થન આપ્યું હતું. જો કે, આટલા વ્યાપક વિરોધ છતાં પંચે બંને પરીક્ષા બે દિવસે સાંજે લેવાનો નિર્ણય કર્યો હતો. આ પછી વિદ્યાર્થીઓ ગુસ્સે થઈ ગયા.
બે દિવસથી PCS અને RO-ARO પ્રિલિમિનરી પરીક્ષા લેવાના ઞઙઙજઈના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. આયોગ બે દિવસ પરીક્ષા યોજવા પર અડગ છે. રાજ્યના 44 જિલ્લાઓમાં પરીક્ષા યોજાવાની છે. આ માટે પંચે 21 નવેમ્બરે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટની બેઠક બોલાવી છે, જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. સ્પર્ધક વિદ્યાર્થીઓ ઙઈજ પ્રિલિમિનરી પરીક્ષા અને RO/ARO પ્રિલિમિનરી પરીક્ષા એક જ દિવસે લેવામાં આવે અને નોર્મલાઇઝેશનની પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. આમ છતાં વિદ્યાર્થીઓને ઠપકો આપવામાં આવે છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:35 pm, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm