કાંગશીયાળીની ઘરફોડ ચોરીને અંજામ આપનાર

ચડ્ડીબનિયાનધારી ગેંગની ત્રિપુટી ઝડપાઈ : 6 ની શોધખોળ

રાજકોટ ગ્રામ્ય LCBએ ચોરીનો ભેદ ઉકેલ્યો : 2 લાખથી વધુનો મુદ્દામલ કબજે કરી શરુ કર્યો તપાસનો ધમધમાટ

રાજકોટ મિરર, તા.19
લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામે દોઢ-બે મહિના પહેલા થયેલી એક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી ચડ્ડી બનિયાનધારી ગેંગના ત્રણને (ત્રિપુટીને) દબોચી લઈને રાજકોટ રૂૂરલ એલસીબીએ અન્ય 6 તસ્કરોની શોધખોળ આદરી છે. પોલીસે પકડાયેલી ત્રિપુટી પાસેથી રૂૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ ગત 24 મી નવેમ્બરની રાત્રીના અરવિંદ જેરામ નાનેરા(રહે. કાંગસીયાળી, ગામની સીમ, નીરવાના બંગ્લોઝ, બ્લોક 15, તા. લોધિકા. મૂળ લાંગોદરા, તા. માળીયા હાટીના, જી જુનાગઢ)ના મકાનમાંથી રોકડ 50 હજાર મળી 4.82 લાખની મત્તાની ચોરી થતા અરવિંદ નાનેરાએ શાપર(વેરાવળ)પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પડવલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા વરુણ કાસ્ટિંગ પાછળ ક્રિષ્ટલ એન્ટરપ્રાઈઝ નામના શેડમાં મજુરો રાખી બફિંગ કામ કરતા અરવિંદ નાનેરાની ફરિયાદ પરથી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
દરમ્યાન આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપી હતી. તે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, પી.એન.ટોટાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ આ ચોરી કરનાર તસ્કરોને પકડી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરાયા હતા. એ સિવાય અગાઉ આવી મોડસ ઓપરેન્ડી ધરાવતા શખ્શોને તપાસમાં ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરાયો હતો.
દરમિયાન ચોરીના આ બનાવમાં સાગર કેકડીયાભાઇ મેડા(રહે.મુ.પાડલવા સરકારી સ્કુલ પાસે તડવી ફળીયુ તા.રાણાપુર જી.જાંબુવા, મધ્યપ્રદેશ) વાળાની શંકાસ્પદ હાજરી બનાવ સ્થળે જોવા મળતા પોલીસે તેમના વતનમાં એક ટીમને મોકલી આરોપી સુધી પહોચવા કવાયત આદરી હતી. આ સમયે
સાગર ઝડપાઈ જતા તેમની આકરી પૂછપરછ કરવામાં આવતા તેમણે ચોરીમાં કુલ 9નો સાથ મળ્યો હોવાનું કાબુલી ધડાધડ ચોરીમાં સંડોવાયેલા તસ્કરોના નામ આપી દેતા પોલીસ માટે આરોપીઓ શોધવાનું સરળ બની ગયું હતી.
દરમિયાન એલસીબીના સ્ટાફે સાગરે બતાવ્યા પ્રમાણેના આરોપીની શોધખોળ શરુ કરતા વધુ બે માંજુ ટીડુભાઇ નાનાભાઇ બારૈયા (ઉ.વ. 3પ ધંધો-ખેતીકામ રહે.હાલ ઢોલરા કરશનભાઇ ભરવાડની વાડીએ તા.લોધીકા જી.રાજકોટ મુળ.બડી વગઇ વહાડી ફળીયુ તા.રાણાપુરપો.સ્ટે.રાણાપુર જી.જાંબુવા મધ્યપ્રદેશ તેમજ જીગર દીલીપભાઇ મારવાડી( ઉ.વ. 22 રહે.ડાલ શાપર(વે.) ગંગા ગેઇટની અંદર મફતીયા પરામાં તા.કો.સા. જી.રાજકોટ મૂળ રહે. રાનીવાડા ગામ તા.જી. સિરોહી, રાજસ્થાન) પકડાઈ ગયા હતા.
આ ત્રિપુટી પાસેથી પોલીસે રોકડ રૂૂ.1,72,500/- તેમજ રૂૂપિયા 30 હજારના ત્રણ મોબાઈલ સહિત કુલ રૂૂ.2,02,500/- મુદ્દામાલ કબજે કરી અન્ય 6 શખ્શોની શોધખોળ આદરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સાગરે પોતાની સાથે ચોરી કરવામાં સામેલ એવા 6 શખ્સોના નામમાં અનસીંગ મનજીભાઇ કામલીયા (રહે.ખડકુઇ ગામ તળાવ ફળીયુ તા.રાણાપુર જી.જાંબુવા (એમ.પી), કલા વાખલા (રહે.કુશલપુરા તા.રાણાપુર જી.જાંબુવા (એમ.પી), દિપુ મનુ વસુનીયા (રહે.છાપરીગામ તા.રાણાપુર જી.જાંબુવા (એમ.પી)), પારૂૂ મોહનસીંગ નીનામા (રહે.ભુત ફળીયા તા.રાણાપુર જી.જાંબુવા (એમ.પી), રવી રહે.મુ.પરવટ તા. જી.જાંબુવા (એમ.પી)તેમજ સુનીલ નામનો માણસ ( જે કલા વાખલા ભેગો આવેલ તે) નો સમાવેશ થાય છે. હજુ એક તસ્કર નવસારી નજીકથી પડાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ તમામ તસ્કરો સામે સુરત, ભરૂૂચ, અંકલેશ્વર, શાપર(વેરાવળ) રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અનેક ગુન્હા નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ચડ્ડી બનિયાન ગેંગની તસ્કર ટોળકીને ઝેર કરવામાં આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા કે.એમ.ચાવડા તથા પી.એન.ટોટા તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, બ્રિજરાજસિહ જાડેજા, વકારભાઇ આરબ, પો.હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, વાઘાભાઇ આલ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા, ઘનશ્યામસિંહ જાડેજા,પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઇ સોનરાજ, મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, મહેન્દ્રસિહ સોલંકી, રજાકભાઇ બિલખીયા, વિરમભાઇ સમેચા વિગેરે સ્ટાફ રોકાયો હતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:01 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech