કુરિયરના નોકરે ચાંદીના દાગીનાને બદલે પાર્સલમાં પથ્થર- લોટ ભરી રૂ. 13.64 લાખની કરી છેતરપિંડી

અન્ય ઠગાઈના બનાવમાં રાજકોટના વેપારીને રૂ. 9.59 લાખનો ધુંબો મારતો યુપીનો શખ્સ ચાંદીના દાગીના મંગાવ્યા બાદ પૈસા ન આપ્યા : બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુન્હા

રાજકોટ મિરર, તા. 9
શહેરના રણછોડ નગર શેરી નંબર 25, ત્રાસિયા રોડ પર રહેતા યુવાને પોતાની કુરિયર પેઢીના નોકર સામે રૂૂપિયા 13,64,560 ની છેતરપિંડી કર્યાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે શહેરન એક વેપારી પાસેથી રૂૂ. 9.59 લાખના ચાંદીના દાગીના મંગાવ્યા પછી પૈસા ન આપતા આ બનાવમાં પણ ઠગાઈ થઇ હોવાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદીના બેય આરોપીઓને પકડવા કવાયત આદરી છે.
પ્રથમ ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જારગા ગામ જીલ્લો ધોલપુર રાજસ્થાન અને હાલ શહેરમાં રણછોડ નગર શેરી નંબર 25, ત્રાસિયા રોડ પર રહેતા આકાશસિંઘ ગીરીરાજસિંહ પરમાર રાજપુતએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પોતાની સાથે રૂૂપિયા 13.64 લાખની છેતરપિંડી કરવા સબ આરોપી તરીકે તેમની કુરિયર ઓફીસના નોકર લક્ષ્મણપુરી કિશનપુરી ગોસ્વામીનું નામ આપ્યું છે.
ફરિયાદમાં આકાશ સિંઘ પરમારે જણાવ્યું છે કે પોતે મનસુખભાઈ મોહનભાઈ રૈયાણીના મકાનમાં છેલ્લા સાથે એક મહિનાથી ભાડેથી રહે છે તેમજ તેમની સાથે નાનો ભાઈ અતુલ પણ રહે છે. તેમનો ભાઈ અતુલના નામની આકાશ લોજિસ્ટિક નામની કુરિયર ઓફિસ રણછોડ નગરમાં ધરાવે છે તેમજ ઓફિસના સંચાલન માટે બંને ભાઈઓ મહેનત કરે છે.
દરમિયાન ઓફિસના કામકાજ માટે આકાશસિંઘે તેમના ઓળખીતા લક્ષ્મણપુરી કિશનપુરી ગોસ્વામી મૂળ પુર ગામ તાલુકો સાંચોર જિલ્લો ઝાલોર રાજસ્થાનના યુવાનને નોકરી પર રાખ્યો હતો.
ગત 24 મી ડિસેમ્બર ના રોજ તેમનો ભાઈ અતુલ પરીક્ષા આપવા માટે તેમના વતનમાં જતા તારીખ પહેલી જાન્યુઆરી 2025 ના રોજ આકાશસિંઘ બીમાર થઈ જતા તે પણ વતનમાં જતો રહ્યો હતો અને ઓફિસનું કામકાજ લક્ષ્મણપુરી કિશનપુરી ગોસ્વામીને સંભાળવા કહ્યું હતું.
7 જાન્યુઆરી 2,025 ના રોજ આકાશસિંઘે તેમના માણસ લક્ષ્મણપુરી ગોસ્વામી ને કહ્યું હતું કે હું બે દિવસમાં રાજકોટ આવું છું. ત્યારે લક્ષ્મણપુરીએ કહ્યું હતું કે મારે પણ ઘરે જવાનું છે. પરંતુ હું આવું પછી તું ઘરે જજે તેવું લક્ષ્મણપુરીને કહ્યું હતું. દરમિયાન સાંજના સાતેક વાગ્યે ફરિયાદી યુવાને નોકર લક્ષ્મણપુરી ગોસ્વામીના ફોન ઉપર કોલ કરતા બંને ફોન બંધ આવતા હતા તેમજ તેમના ઓફિસના મોબાઇલમાં પણ માત્ર રીંગો વાગતી હતી કોઈ ફોન ઉપાડતું ન હતું. બીજી બાજુ સીસીટીવી કેમેરા લગાવેલ હોય ફોનમાં કનેક્ટ કરીને તપાસ કરતા ઓફિસ બંધ હતી તેમજ તેમનો મોબાઇલ ફોન ઓફિસના ટેબલ ઉપર પડ્યો હોવાનું જોવા મળ્યું હતું
નવમી જાન્યુઆરીના રોજ આકાશસિંહ રાજકોટ ખાતે આવી ઓફિસ ખોલી જોતા ઓફિસમાં 50 પાર્સલ કુરિયર કરવાના પડ્યા હતા. જેથી જે તે પાર્ટીઓને ફોન કરી તેમના પાર્સલ બાબતે જાણકારી મેળવી હતી, આ પાર્સલમાં એક પાર્સલ પ્રશાંતભાઈ સુબોધભાઈ ચોવટીયાનું હોવાથી તેમની કાચી રસીદ લક્ષ્મણપુરી ગોસ્વામીએ બનાવી હતી. આ બોક્સનું કુલ વજન 19.800 કિલોગ્રામ હતો તેમજ તારીખ 6 જાન્યુઆરીના રોજની રસીદ બનાવેલી હતી. બીજુ એક પાર્સલ શિવ શક્તિ એનાર્મેન્ટનું હતું અને તેનું વજન એક કિલોગ્રામ તેમજ બીજી જાન્યુઆરીની રસીદ બનાવેલી હતી.
બંને રસીદ પ્રમાણેના બંને પાર્સલની ડીલેવરી કરી દેવાઈ હતી. પરંતુ તા. 13મી જાન્યુઆરીના રોજ પ્રશાંતભાઈ ચોવટીયાનો કોલ આવ્યો હતો અને પછી તે રૂૂબરૂૂ ઓફિસે આવીને કહ્યું હતું કે છઠ્ઠી જાન્યુઆરીના રોજ તમારી ઓફિસેથી એક પાર્સલ 18,647 કિલોગ્રામ ચાંદીના દાગીના ભરેલું રૂૂપિયા 13.31 લાખનું તેઓએ મહારાષ્ટ્ર ખાતે કેદાર જ્વેલર્સને મોકલ્યું હતું. જે પાર્સલ લક્ષ્મણપુરી કિશન પુરી ગોસ્વામીને આપેલ હતું અને કેદાર જવેલર્સના માલિક ગુંડુરાવ માલિકએ તેમને ફોન કરીને જણાવ્યું છે કે તમે મોકલેલા પાર્સલમાં ચાંદીના દાગીનાને બદલે લોટ તથા મીઠું છે અને તેમનો વિડિયો પણ આધાર માટે મોકલ્યો હતો.
તેવી જ રીતે 13 જાન્યુઆરી 2025 ના રોજ શિવશક્તિ એનારમેન્ટ વાળા માલિકે પણ પોતાની કુરિયર ની ઓફિસે આવીને જણાવ્યું હતું કે રૂૂપિયા 33,560 ના ચાંદીના દાગીનાવાળું એક પાર્સલ મહારાષ્ટ્ર ખાતે સાક્ષી જ્વેલર્સને મોકલવામાં આવ્યું હતું અને આ પાર્સલ પણ લક્ષ્મણપુરી કિશન પુરી ગોસ્વામીને આપ્યું હતું.
હતો પરંતુ સાક્ષી જવેલર્સના માલિકએ તેમને ફોન કરીને જણાવ્યું છે કે પાર્સલમાં ચાંદીના દાગીના ને બદલે પથરો મળ્યા છે.
આમ કુરિયરના નોકર લક્ષ્મણપુરી કિશનપુરી ગોસ્વામી એ 2 ગ્રાહકોને ચાંદીના દાગીનાને બદલે લોટ, મીઠું અને પથ્થરો ભરી પાર્સલમાં મોકલી આપી પાર્સલમાંથી ચાંદીના દાગીના સેરવી લઈને રૂૂપિયા 13,64,560ની છેતરપિંડી કરી હોવાની ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર લક્ષ્મણપુરીની શોધખોળ હાજરી છે.
જ્યારે ત્રીજા બનાવમાં ચાંદીના દાગીના મંગાવ્યા બાદ રાજકોટના વેપારીને રૂૂપિયા 9.59 લાખનો ધુમ્બો મારનાર ઉત્તરપ્રદેશના ગ્રાહક ગૌરવ રાજકુમાર ગોહિલ નામના સખ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસ આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રણછોડ નગર શેરી નંબર 24, ખુશાલી કોમ્પલેક્ષમાં રહેતા દિલીપભાઈ નાનજીભાઈ ગજેરા (ઉંમર વર્ષ 50) એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે રૂૂપિયા 9,59,729 ની છેતરપિંડી કરવા બદલ ઉત્તર પ્રદેશના ગૌરવ રાજકુમાર ગોયલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં દિલીપભાઈ જણાવ્યું છે કે પોતે ઉપરોક્ત સરનામે રહે છે તેમ જ અંબિકા એલોઈ નામની પેઢી ધરાવે છે. તેમની પેઢીમાં ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ કરે છે તેમજ તેમની સાથે મોટાભાઈ દેવેન્દ્રભાઈ નાનજીભાઈ ગજેરા પણ સહયોગ આપે છે.
2018ના વર્ષમાં ફરિયાદી પોતાના ચાંદીના દાગીના બનાવવાના ધંધાના કામે જુના વેપારીઓને મળવા માટે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ગયા હતા ત્યાં ગૌરવ રાજકુમાર ગોયલ (રહે. 171, કમલાનગર ટાંકી રોડ) સાથે મુલાકાત થઈ હતી અને તેમણે જણાવેલું હતું કે હું ચાંદીના દાગીના ખરીદી અને વેચાણ સાથે યુપીમાં એનાલેબની ધરાવું છું.
ઉત્તર પ્રદેશના શખ્સે ફરિયાદી દિલીપભાઈને વિશ્વાસમાં લઈને 10.128 કિલોગ્રામ ચાંદીના તૈયાર દાગીના મંગાવ્યા હતા. જેમને 10મી જુન 2024 ના રોજ સાઈનાથ કુરિયર મારફતે ચાંદીના દાગીના મોકલી દેવાયા હતા અને મળી ગયાની વાતચીત પણ થઈ ગઈ હતી.
પરંતુ પૈસા બાબતે અવારનવાર માગણી કરવા છતાં આ શખ્શે ચાંદીના દાગીનાની ઉપરોક્ત રકમ ના ચૂકવતા તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બારાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:19 pm, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech