ક્રાઈમ બ્રાંચ, ઙઈઇ અને ઊઘઠ બ્રાંચમાં તોડકાંડની હારમાળા સર્જાતી હોવાની પોલીસ બેડામાં છાનાખૂણે ચોંકાવનારી ચર્ચા !!

લાખોના ‘તોડ’ અને પકડાયેલ દારૂ ‘ગટક’ કરી જવાની હારમાળા ?

એક બુકી અને પંટર પાસેથી 25 લાખ, કુવાડવા રોડ પરથી તાજેતરમાં પકડાયેલ બે ગાડીમાં અડધો અડધ દારૂ ‘ચાઉ’ અને તોડ : ટ્રાન્સપોર્ટમાંથી પકડાયેલ મોંઘા દારૂની 15 પેટી ‘ઓહીયા’ થઈ ગયાની ચર્ચાથી પોલીસની આબરૂ દાવ પર

રાજકોટ,તા.17
શહેરમાં દારૂ-જુગાર, ડ્રગ્ઝ, દુષ્કર્મ, મારામારી, હત્યા, જમીન કૌભાંડો, ચોક્કસ પોલીસ કર્મીઓની ગુન્હાખોરીમાં સંડોવણી સહિતની ઘટનાઓની હારમાળા છેલ્લા દિવસોમાં સર્જાઈ હોવાની ચોંકાલનારી ચર્ચા છે. ત્યારે ગણ્યા-ગાંઠયા અધિકારીઓ સિવાય અમુક ઉચ્ચ અધિકારીઓ શહેરની કાયદો-વ્યવસ્થા માટે શા માટે નિંદ્રાવસ્થા અને મુંગામંતર થઈને બેસી રહ્યાં છે તે જુના રંગીલા રાજકોટના નગરજનોને સમજાતુ નથી. પોલીસ બેડા તથા જાણકાર વર્તુળોમાં શહેર પોલીસના ચોક્કસ અધિકારીઓના જબરા તોડની ચર્ચાઓ રોજીંદી બની રહી છે ત્યારે ભવિષ્યનું રાજકોટ કેવું હશે તેની ચિંતા લોકોને થઈ રહ્યાનું મનાય છે. ચોંકાવનારી ચર્ચા તો એ છે કે તાજેતરમાં પકડાયેલા દારૂની પાંચેક ઘટનાઓમાં અડધો અડધ દારૂ પકડનારાનાં જ ‘ઓહિંયા’ કરી ગયાનું અને આ ‘માલ’ નામીચા બુટલેગરોને વેંચાણ માટે આપ્યાનું ખુબ જ ગંભીર ચર્ચાથી ખળભળાટ મચી રહ્યો છે.
રાજકોટ મિરર ચોંકાવનારી ચર્ચાની પૃષ્ટિ નથી કરતું પરંતુ ‘ચર્ચા કયારેક એમને એમ થતી હોતી નથી’ તેવી કહેવત 100 ટકા ચિંતા જરૂર જન્માવે.
એમ કહેવાય છે કે ત્રણેક માસ પહેલા વિદેશી મોંઘો દારૂ એટલે કે ‘સ્કોચ’ની પેટીઓ પકડાયેલ અને તેમાંથી દારૂની 11 પેટી કાઢી ત્રણ અલગ અલગ નામીચા દારૂના ધંધાર્થીને વેંચાણ માટે આપી દીધાની ચર્ચા સમયે જ ઘંટેશ્ર્વર પાસેથી ઝડપાયેલ દારૂમાં પણ પેટીઓ સરકાવી લીધાની અને ‘તોડ’ કર્યાની ચર્ચા એ સમયે થઈ હતી.
અગાઉ એક સરખી ઘટનાઓની ચર્ચા વચ્ચે આવી ઘટનાઓ બનતી જ હોવાની વાતો હતી ત્યાં જ તાજેતરમાં જે બે દારૂની ગાડી હરીયાણા ગુડગાંવ તરફથી રાજકોટ આવી હતી જેમાં 22 પેટી વિદેશી મોંઘી સ્કોચ દારૂ હોવાનું અને તેમાં સિગ્નેચર, રેડ લેબલ, જે એન્ડ બી, જેમશન બેલેન્ટાઈન દારૂ હતો. બેલેન્ટાઈનના 7 ચપલા પણ હતાં. બે ગાડીમાંથી એક ગાડી રાજકોટમાં પ્રવેશે તે પહેલા ભાગોળે આવેલા એક ગામમાંથી મહત્વની બ્રાંચે ઝડપી લીધી બીજી ગાડી શહેરના મધ્યમાં એટલે કે લીમડા ચોક આસપાસથી ઝડપી લેવાઈ 22 પેટીમાંથી અડધો અડધ પેટી બારોબાર કાઢી લેવાયાની જબરી ચર્ચાથી આશ્ર્ચર્ય ફેલાયાનું મનાય છે.
એમ પણ કહેવાય છે કે પાંચેક લાખ જેવો ‘વહીવટ’ અને હજુ દારૂ મોકલનાર અને લાવનાર માંથી કોઈ એકનું નામ ખોલાવવા બાબતે ‘તડજોડ’ ચાલી રહ્યાનું મનાય છે.
રાજકોટ પોલીસના મોરલ અને આબરૂને બટ્ટો લગાવી શકે તેવી અન્ય એક ચોંકાવનારી ચર્ચા એવી છે કે તાજેતરમાં જ એટલે કે ત્રણ ચાર દિવસ પહેલા એલ.એમ.ટ્રાન્સપોર્ટમાં આવેલ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ આસપાસ ઉતરેલ મોંઘો વિદેશી દારૂ એટલે કે સિંગલ માર્ટ સ્કોચ વ્હીસકીની 31 જેટલી દારૂની પેટી મહત્વની બ્રાંચના બે કે ત્રણ પોલીસમેને બાતમીના આધારે પકડી અને ગજબની ચર્ચા તો એ છે કે 31 પેટીમાંથી 15 પેટી ગાયબ થઈ ગઈ હોવાનું અને 16 પેટી પકડયાનું મનાય છે.
એથી પણ ચોંકાવનારી વાત આ પ્રકરણમાં એ છે કે 11 લાખ જેટલો તોડ કરાયાનું મનાય છે. અને એમ કહેવાય છે કે દારૂ મંગાવનાર શખ્સના બનેવી એ આ પ્રકરણમાં મધ્યસ્થી કરી હોવાનું અને રકમ ચુકવી હોવાની ચર્ચા છે. જો કે આ તોડકાંડ વાત ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચતા બે પાંચની બદલી કરી દેવાયાનું મનાય છે. જે હોય તે પરંતુ મહત્વની બ્રાંચના અધિકારીઓ, પોલીસમેનો છડેચોક તોડ કરી રહ્યાની ચર્ચા રાજકોટ પોલીસને આબરૂને જરૂરથી બટ્ટો લગાવી રહ્યી છે. પોલીસ બેડા તથા જાણકારો વર્તુળો એવું ચર્ચી રહ્યાં છે કે જો ઉપરોકત બન્ને કેસના મુળ સુધી જવામાં આવે એટલે કે હરિયાણા અને ગુંડગાંવમાં જ બન્ને ગાડીમાં દારૂ ભરવામાં આવ્યો તેની તપાસ થાય તો દારૂ મોકલનારની પ્રમાણીક પણે તપાસ થાય તો બન્ને ગાડીમાં કેટલી પેટી દારૂ આવી હતી ? તે ખ્યાલ આવી જાય. બીજા કેસમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં કેટલી પેટી દારૂ મોકલવામાં આલ્યો હતો ? તેની તપાસ થાય તો સત્ય હકીકતો બહાર આવે. તોડ કરનારાઓને મોટા મલ્લાઓના આર્શિવાદ નથી તે બતાવવું હોય તો શહેર પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ઉપરોકત બન્ને કેસને સેમ્પલ કેસ તરીકે હાથ ઉપર લઈ અને તેના મુળ સુધી જવું જોઈએ તેવી અપેક્ષા જાણકારો રાખે તે સ્વાભાવિક છે.
હજુ એક બીજી ચોંકાવનારી ચર્ચા તો એ છે કે થોડા દિવસો પહેલા યાજ્ઞીક રોડ ખાતે એક ‘બુકી’ અને એક ‘પંટર’ ઉભા હતાં અને પોલીસ ત્રાટકી પછી શું કરતાં હતાં જુગાર રમતા હતાં એવા ધારદાર સવાલોની ઝડી વરસી અને 25 લાખ રૂપિયાની ચોંકાવનારી ચર્ચા છે. અલઈ નામના શખ્સને જો નિર્લિપ્ત રાય પાસે મોકલી દેવાય અને ગૃહવિભાગ નિર્લિપ્ત રાયને ઉપરોકત તમામ પ્રકરણમાં અન્ય હકીકતો ચોંકાવનારી સુચના આપે તો મોરબીના ટંકારા પાસેની હોટલમાંથી ઝડપાયેલા જુગારમાં અને શિલ્પા જવેલર્સ વાળા ભાસ્કર પ્રભુદાસ સોની તથા અન્યો પાસેથી થયેલા તોડની હકીકતો જાહેરમાં આવી હતી અને એવા જ પગલાઓ લેવાય તો શહેર પોલીસ બેડામાં ધરતીકંપ ચોક્કસ સર્જાય તેમ છે.
શહેર પોલીસમાં એક તરફ તોડની રોજીંગી ઘટનાઓ તથા મોંઘા ભાવની સ્કોચ હોય કે સાદો દારૂ પરંતુ, પકડાયેલ દારૂમાંથી જથ્થો ઓછો બતાવીને ‘ગટક’ કરાયેલ દારૂને નામીચા બુટલેગરોને જ વેંચાણ કરવા આપવાની ‘પરંપરા’ સર્જાયાની જે ચોંકાવનારી ચર્ચા છે તે ચર્ચા પોલીસ મોરલને ડાઉન કરી રહી છે તો બીજી તરફ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એ.સી.પી. બી.બી.બસીયા તથા એસ.ઓ.જી.ના સંજયસિંહ જાડેજાની ડીટેકશન માટેની મહેનત અને કામગીરીની વખાણવા લાયક ચર્ચાને પણ દાદ આપવી જ પડે. પેંડા ગેંગના સાગ્રીત પરના ફાયરીંગમાં હરીફ ગેંગના ત્રણને સત્વરે ઝડપી ખાખીનો યોગ્ય ધ્રુજારો અપાયાની પણ વખાણવા લાયક ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.
પોલીસ બેડાના જાણકાર વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ જો ગોહિલ, બસીયા કે જાડેજા જેવા અધિકારીઓનું સુંદર ડીટેકશન તથા જહેમત રંગ લાવતી ન હોત તો શહેર પોલીસનું મોરલ સાવ તળીયે જઈને બેઠું હોત. કેમ કે અમુક ઉચ્ચ અધિકારીઓને તો રાજકોટવાસીઓને ફીલ્ડમાં તે લોકો વચ્ચે નિહાળ્યા જ નથી. મુખ્યમંત્રી કે ગૃહમંત્રી રાજકોટમાં આવ્યા હોય ત્યારે અખબારોમાં આવેલ ફોટામાં જ તેઓના ‘દિદાર’ જોવા મળે છે. રાજકોટ આજે પણ સુધીર સિન્હા, પી.કે.દત્તા, સતીષ વર્મા, અરૂણ શર્મા, રાહુલ શર્મા, અતુલ કરવલ, સતિશ શર્મા, સુભાષ ત્રિવેદીને દિલથી યાદ કરે છે અને તેમની કામગીરીને પ્રશંસા કરતાં થાકતા નથી. ‘ઈશ્ર્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતી દે ભગવાન’ !!

તાજેતરનાં ડઝનેક ડીટેકશનની તપાસ નિર્લીપ્ત રાયને સોંપાય અથવા અમુક ‘છાપેલ કાટલા’ના નાર્કો ટેસ્ટ થાય તો ‘કૈંક’ને
આવે ‘રેલો’

EOWના પાંચ અને SOGના બે પોલીસમેનોની બદલી
રાજકોટ શહેર પોલીસની બે મહત્વની બ્રાંચના અમુક પોલીસમેનોની બદલીની ચર્ચા પોલીસ બેડામાં છે. જેમાં ઈ.ઓ.ડબલ્યુ બ્રાંચના પાંચના ઓર્ડર થયા છે. જેમાંથી એક કે બેને તો તોડકાંડ તથા નબળી કામગીરી નડી ગયાનું તથા અમુક મહિલા કર્મચારીને એક જ સ્થળે ત્રણેક વર્ષ થઈ ગયા હોય રૂટીનમાં બદલી થયાનું મનાય છે. જ્યારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી)ના બે પોલીસમેને છેલ્લા છ માસમાં કોઈ મહત્વની કામગીરી કરી ન હોય તથા ત્રણ વર્ષથી બ્રાન્ચમાં હોય બદલી કરાયાનું મનાય છે.

પાર્થરાજસિંહ ગોહિલ, બી.બી.બસીયા અને સંજયસિંહ જાડેજા જેવા અધિકારીઓની કામગીરી પોલીસના મોરલને ડાઉન થતાં રોકે છે અન્યથા… ?!

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:57 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech