ગમે તેની સાથે મિત્રતાના નામે આગળ વધી જતી બાળાઓ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો

વિધર્મી સ્કૂલવેન ચાલકે સગીર છાત્રાને ફસાવી: વારંવાર આચર્યુ દૂષ્કર્મ

પહેલી વખત બળજબરી કરી વિડીયો-ફોટા લઇ લીધા: પછી તે વાયરલ કરવાની ધમકી દઇ સતત શોષણ કર્યુ: વાલીને ખબર પડતાં દિકરીને ભણતી ઉઠાડી લીધી તો મેસેજ કરી પરેશાન કરતો હતો: યુનિવર્સિટી પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો

રાજકોટ: અમુક લેભાગુ તત્વો કોઇપણ રીતે સગીરાઓ, છાત્રાઓ, યુવતિઓને પોતાની મોહજાળમાં ફસાવી તેનું જીવતર દૂષ્કર બનાવી દેતાં હોય છે. આ પ્રકારના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. રાજકોટ શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવી છે જેમાં એક વિધર્મીએ પોતાની જ સ્કૂલવેનમાં શાળાએ આવતી-જતી સોળ વર્ષની વિદ્યાર્થીનીને ફસાવી લીધી હતી. બાદમાં તેણીને કોઇ સ્થળે લઇ જઇ બળજબરી આચરી વિડીયો ઉતારી ફોટા લઇ લીધા હતાં અને તેના આધારે બ્લેકમેઇલ કરી વારંવાર દૂષ્કર્મ આચરી લીધુ હતું. તેમજ જો આ છાત્રા મળવા ન આવે તો તેના વિડીયો, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અંતે વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે અપહરણ, દૂષ્કર્મ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, પોક્સો સહિતની વિગતો સાથે એફઆઇઆર દાખલ કરી હવસખોરને સાણસામાં લીધો હતો.
ચોંકાવનારી અને વાલીઓ તેમજ છાત્રાઓ માટે લાલબત્તી સમાન ઓવી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો ં રાજકોટ રહેતાં બહારના રાજ્યના પરિવારની સોળ વર્ષની દિકરી કે જે બારમા ધોરણમાં ભણે છે તેને સ્કૂલવેનના ચાલક એવા વિધર્મી શખ્સે પોતાની મોહજાળમાં ફસાવી અવાર-નવાર અલગ અલગ જગ્યાએ લઇ જઇ દૂષ્કર્મ આચરી તેમજ વિડીયો, ફોટા લઇ બાળાને જો તું મને મળવા નહિ આવ તો ફોટા વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપતાં ફરિયાદ દાખલ કરાવાઇ છે. બાળાને સ્કૂલવેન ચાલકે ફસાવી હોવાની જાણ થતાં પરિવારે તેણીનો અભ્યાસ પણ છોડાવી દીધો હતો. આમ છતાં તે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામથી મેસેજ કરતો હતો. દરમિયાન સવારે બાળા ગૂમ થયા બાદ પોલીસને જાણ કરાતાં પોલીસે બાળાને શોધી કાઢી અને આરોપીને પણ સકંજામાં લીધો હતો.

DCP જગદીશ બાંગરવાએ કહ્યું-હોટેલ સંચાલકો સામે પણ થશે કાર્યવાહી: સ્કૂલવેન ચાલક સૈફ મેમણ બાળાને મોટે ભાગે રવિવારે જ લઇ જઇ દૂષ્કર્મ આચરતો હતો

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર બાળાના પિતા કે જે બહારના રાજ્યના વતની છે તેમની ફરિયાદ પરથી ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય-79 એચ વીંગમાં રહેતાં સૈફ ઇલ્યાસભાઇ મેમણ વિરૂધ્ધ બીએનએસની અપહરણ, દૂર્ષ્મની કલમો તથા પોક્સો અને આઇટી એક્ટ હેડળ એફઆઇઆર દાખલ કરી તેને દબોચી લઇ હવસખોરી ઉતારી નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનેલી બાળાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમે બીજા રાજ્યના વતની છીએ અને વર્ષોથી રાજકોટ રહીએ છીએ. મારે બે સંતાન પૈકી 16 વર્ષની દિકરી ધોરણ-12માં અભ્યાસ કરે છે. તેને સ્કૂલે આવવા જવા માટે મેં સ્કૂલવેન બંધાવી હતી. જેનો ડ્રાઇવર સૈફ મેમણ મારી દિકરીને તેડવા મુકવા આવતો હતો.
તેમણે આગળ કહ્યું હતું કે અગાઉ ગયા મહિને મારી દિકરી ઘરેથી શાળાએ જવા નીકળી પછી ખબર પડી હતી કે તે સ્કૂલે પહોંચી નથી. તેમજ તેને તેડવા મુકવા આવતો સ્કૂલવેનનો ચાલક તેણીને ક્યાંક લઇ ગયો છે. આ પછી મારી દિકરીને અમે ફોસલાવીને પુછતાં તેણે કહ્યું હતું કે સૈફે મેમણે મારી સાથે ખોટુ કર્યુ છે અને શારીરિક સંબંધ બાંધી લીધો છે. જે તે વખતે તેણે હવે આવુ નહિ કરે તેવી બાહેંધરી આપી હોઇ સમાજમાં બદનામીની બીકે અમે ફરિયાદ ન નોંધાવી સૈફ મેમણ સાથે સમાધાન કરી લીધુ હતું. એ પછી મારી દિકરીને અમે સ્કૂલે જવાનું બંધ કરાવી દીધુ હતું. આ પછી મારી દિકરી ઘરમાં જુનો મોબાઇલ પડ્યો હોઇ મારા દિકરાના ફોનમાંથી વાયફાય કનેક્ટ કરતી હતી. જેથી સૈફ મેમણ તેને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ મારફત મેસેજ કરતો હતો.
બે દિવસ પહેલા આ મેસેજની અમને જાણ થઇ જતાં દિકરીનો ફોન ચેક કરતાં તેમાં સૈફ મેમણે મારી દિકરી સાથે અલગ અલગ જગ્યાએ દૂષ્કર્મ આચર્યુ હોઇ તેના વિડીયો અને ફોટોગ્રાફ મળી આવ્યા હતાં. આથી અમે દિકરીને સમજાવી ઠપકો આપ્યો હતો. એ પછી દિકરીને અમે વિડીયો બાબતે પુછતાં તેણે કહેલુ કે સૈફે મને ડરાવી ધમકાવી અંગતપળોના વિડીયો ઉતારી લીધા હતાં. તેમજ તું મને મળવા નહિ આવ તો વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપતો હતો. ભોગ બનનાર બાળાના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે સોમવારે સવારે હું કામે ગયો એ પછી ઘરે મારા પત્નિ, દિકરી, દિકરો હતાં. પત્નિએ સાડા નવેક વાગ્યે ફોન કરી જાણ કરી હતી કે દિકરી ઘરમાંથી ગાયબ છે, આસપાસ તપાસ કરતાં મળી નથી. આ સાંભળી હું ઘરે આવ્યો હતો અને પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.
આ ઘટનાને ગંભીરતાથી લઇ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ, પીએસઆઇ એન. જે. મસાકપુત્રા સહિતે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી બાળાને શોધી કાઢી હતી અને આરોપી સૈફ ઇલ્યાસભાઇ પઠાણને પણ સાણસામાં લઇ લીધો હતો. આ શખ્સની વિશેષ પુછતાછ યથાવત રાખવામાં આવી છે. ગમે તેની સાથે મિત્રતા કેળવી લેતી, ભોળવાઇ જતી બાળાઓ, છાત્રઓએ આ કિસ્સાને ધ્યાને લઇ ચેતી જવું ખુબ જરૂરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:31 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech