ગુજરાતમાં ઓલિમ્પિક આયોજન માટે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિને પત્ર

ઓલમ્પિકના આયોજનથી આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને યુવા સશક્તિકરણને મળશે પ્રોત્સાહન

સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી જેવા અન્ય ઘણા દેશો જેઓ આ રમત મહાકુંભની યજમાની માટે પોતાને પ્રબળ
દાવેદાર તરીકે રજૂ કરી રહ્યા છે તેમની યજમાન સ્પર્ધામાં ભારતને પણ સખત પડકારનો સામનો કરવો પડશે

રાજકોટ, તા. 5
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ને 2036 માં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોની યજમાની કરવાની ઇચ્છા વ્યક્ત કરતો એક પત્ર રજૂ કર્યો છે, જે આ ગેમ્સના આયોજન તરફનું પ્રથમ પગલું છે. રમતગમત મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર આ પત્ર 1 ઓક્ટોબરે સબમિટ કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગ સમગ્ર દેશમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન આપીને નોંધપાત્ર લાભ લાવી શકે છે, સૂત્રએ જણાવ્યું હતું કે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની 2036 ઓલિમ્પિકની યજમાનીની ઇચ્છા વિશે વાત કરી હતી.
આવતા વર્ષની ઈંઘઈ ચૂંટણી સુધી યજમાન અંગે નિર્ણય લેવામાં આવશે નહીં. સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી જેવા અન્ય ઘણા દેશો જેઓ આ રમત મહાકુંભની યજમાની માટે પોતાને પ્રબળ દાવેદાર તરીકે રજૂ કરી રહ્યા છે તેમની યજમાન સ્પર્ધામાં ભારતને પણ સખત પડકારનો સામનો કરવો પડશે. ભારતના હોસ્ટિંગ દાવાને વર્તમાન ઈંઘઈ ચીફ થોમસ બાચનું સમર્થન પણ છે. ભારતે અગાઉ 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું પરંતુ અમદાવાદને ઓલિમ્પિક 2036 માટે યજમાન શહેર બનવાના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવે છે.
ઈંઘઅ પ્રમુખ પીટી ઉષા સહિત ભારતના ટોચના રમત પ્રબંધકો આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે લોબી કરવા માટે હતા. એવું પણ જાણવા મળ્યું છે કે જો ભારતને હોસ્ટિંગનો અધિકાર મળશે તો તે યોગ, ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતોનો સમાવેશ કરવા માટે આગ્રહ કરશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મિશન ઓલિમ્પિક સેલે નવા રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને ઓલિમ્પિક હોસ્ટિંગ જીતવા માટે જરૂરી પગલાં અંગે વિગતવાર અહેવાલ પણ રજૂ કર્યો છે. આ અહેવાલમાં, ખઘઈએ છ રમતોની ઓળખ કરી છે જેને જો ભારતને હોસ્ટિંગ અધિકારો મળે તો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે. આ રમતોમાં યોગા, ખો ખો, કબડ્ડી, ચેસ, ટી20 ક્રિકેટ અને સ્ક્વોશનો સમાવેશ થાય છે.
ભારતે ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141મા સત્રનું આયોજન કર્યું હતું. આ સત્ર ત્રણ દિવસ સુધી ચાલ્યું, જેના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પછી, 15 ઓગસ્ટના અવસર પર, પીએમ મોદીએ ફરી એકવાર લાલ કિલ્લા પરથી 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. નોંધનીય છે કે કોઈપણ દેશને ઓલિમ્પિકની યજમાનીની તક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઓલિમ્પિક્સની યજમાની કરવાની તક જીતવા માટે, પ્રથમ પગલું રસ વ્યક્ત કરવાનું છે. ભારત તરફથી આ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:48 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm