ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ 2025નો પ્રારંભ : સેમિક્ધડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનમાં મહત્વપૂર્ણ ભુમિકા
રાજકોટ, તા. 5
ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હવે વૈશ્વિક સ્તરે પણ ગુજરાત પોતાનું આગવું સ્થાન સુનિશ્ચિત કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા સેમિક્ધડક્ટર હબ બનાવવા માટેના જે પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેનાથી રાજ્યનો વિકાસ પુરપાઠ આગળ વધશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સેમિક્ધડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનનો મહત્વપૂર્ણ હિસ્સો બનવા ગુજરાત વડાપ્રધાન મોદીની વીઝનરી લીડરશીપમાં સજ્જ થઈ રહ્યુ છે. આધુનિક વિકાસના આ યુગમાં સેમિક્ધડક્ટર વગર કોઈપણ ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અસંભવ છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિક્ધડક્ટર સાથે સંલગ્ન અનેક સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ સાથે દેશમાં સેમિક્ધડક્ટર યુનિટ્સની સ્થાપના માટે પહેલી પસંદ બન્યું છે.
મુખ્યમંત્રી રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ આયોજિત ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ-2025 અને પ્રદર્શનીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને 1500થી વધુ પ્રતિનિધિઓ, 250થી વધુ એકઝીબિટર્સ સહભાગી થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ કોન્ફરન્સમાં પ્રેરક ઉપસ્થિતિમાં સેમિક્ધડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના 8 એમ.ઓ.યુ., સેમિક્ધડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. સેમિક્ધડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતની વૈશ્વિક સ્થિતિ દિવસે દિવસે મજબૂત થતી જાય છે.
ગુજરાતે ભારત સરકારની પેટ્રન પર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન કાર્યરત કરીને મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવી છે. ગુજરાતે ડેડીકેટેડ સેમિક્ધડક્ટર પોલિસી 2022માં જ અમલી કરી દીધી છે.
એટલું જ નહિ, ધોલેરામાં સેમિક્ધડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓ ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસીલીટીઝ સાથે દેશના પહેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ શરૂૂ કર્યો છે. ગુજરાતમાં એ.આઈ., મશીન લર્નિંગ અને એનાલીટીક્સ જેવી ટેકનોલોજી અને ઉદ્યોગ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલીસી પણ જાહેર કરવામાં આવી છે તેની વિગતો આપી હતી.સેમિક્ધડક્ટર સેક્ટરમાં હાઇટેક મેનપાવર તૈયાર કરવાની દિશામાં ગુજરાત તેજ ગતિએ આગળ વધ્યું છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, ટેક્સટાઇલ, ફાર્મા, ડાયમંડ, કેમિકલ એન્ડ પેટ્રોલ કેમિકલ્સ, સીરામીક, હરીન્યૂએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. હવે, અવસરોની ભૂમી ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે ઇનોવેશનમાં વૈશ્વિક સહભાગીતાથી હાઈટેક મેન્યુફેક્ચરિંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
કોન્ફરન્સમાં દેશ-વિદેશના 1500થી વધુ પ્રતિનિધિઓ- 250 જેટલા એક્ઝીબિટર્સ- 6 કંટ્રી સ્પેસીફિક રાઉન્ડ ટેબલ- 7 જેટલા પેનલ ડિસ્કસન્સ
સેમિકનેક્ટ કોન્ફરન્સ અંતર્ગત થયેલા MOU
આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા એમ.ઓ.યુ.ની વિગતો આ મુજબ છે.
1) ગુજરાતમાં રૂૂ.1000 કરોડના રોકાણ દ્વારા નવા સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરીંગ એકમ સ્થાપવા માટે ઉંઅઇઈંક ઈંગઉઈંઅ કંપની સાથે ખજ્ઞઞ કરવામાં આવ્યા. આ એકમ ખાતે એ.આઈ., ટેલિકોમ, આઈ.ઓ.ટી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉપયોગી એવા ફોટોનિક્સ ટ્રાન્સરીસીવર્સ (ડેટા કમ્યુનિકેશન ડિવાઇસ)નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. આ રોકાણ થકી 1500 જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
2) રૂૂ.91,526 કરોડના કુલ રોકાણ દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકંડક્ટર ફેબ એકમને કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર નાણાકીય સહાય આપવા માટે ઈન્ડીયા સેમિકંડક્ટર મિશન અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ વચ્ચે કરાર થયા.
3) સાણંદ ખાતે કેયન્સ ટેકનોલોજીના નવા સેમિક્ધડક્ટર એકમનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ સાથે જાહેરાત કરવામાં આવી કે આ કેયન્સના સાણંદ ખાતેના આ સેમિક્ધડક્ટર ઘજઅઝ પ્લાન્ટ પર પાયલોટ મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જૂન 2025 અને મુખ્ય મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જાન્યુઆરી 2026માં સેમિક્ધડક્ટર ચીપનું ઉત્પાદન શરૂૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્સ કંપની દ્વારા તેના ટેકનોલોજી પાર્ટનર, ઉત્પાદક સાધન પાર્ટનર અને સપ્લાય ચેન પાર્ટનર સાથે કરારોની જાહેરાત કરવામાં આવી. સેમિક્ધડક્ટર ક્ષેત્રે નવા કૌશલ્ય નિર્માણ માટે 8 સંસ્થાઓ સાથેના સ્ટ્રેટર્જીક સહયોગ માટેના કરારની જાહેરાત કરવામાં આવી.
4) ગુજરાતમાં રૂૂ.500 કરોડથી વધુના રોકાણ દ્વારા નવા ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ સર્વિસ એકમ સ્થાપવા માટે તાઈવાનની તાઈવાન સરફેસ માઉન્ટીંગ ટેકનોલોજી કંપની સાથે ખજ્ઞઞ કરવામાં આવ્યા. આ રોકાણ થકી 1000 જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
5) ગુજરાતમાં સાણંદ ખાતે આવેલી સેમિકંડક્ટર ક્ષેત્રની કંપની માઈક્રોન ટેકનોલોજી સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, જઝઊખ શિક્ષણ અને કુશળ માનવબળના વિકાસ માટેના પ્રયત્નો માટે ખઘઞ કરવામાં આવ્યા. જેનો લાભ સાણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારને મળશે.
