LCB-SOGનો સંયુક્ત દરોડો રૂપિયા 46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો ધમધમાટ શરૂ કરતી પોલીસ
રાજકોટ મિરર, તા.1
રાજકોટ રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ પરમાર, તેમજ એસોજી શાખાના એ.એસ.આઇ.જયવીરસિંહ રાણા, હેડ કોસ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઈ દાફડા, એમ તમામ સ્ટાફ ગોંડલ તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગોંડલ તાલુકા વિસ્તારમાં આવેલ વડવાળા હોટલ પાસેની અવધ એગ્રીની બાજુમાં રાધે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ ચામ્ર્સ એગ્રી કોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની પાછળ આવેલ સિમેન્ટ રોડ ઉપર જાહેરમાં અમુક માણસો વિદેશી દારૂના જથ્થાને હેરફેર કરી કટીંગ કરી રહ્યા છે.
આવી બાતમીના આધારે બાતમીની જગ્યાએ દરોડો પાડવામાં આવતા બે પંજો ને હાજરીમાં હકીકત વાળી જગ્યાએ રવાના થઈ જામવાળી લશમભ પાસેથી જામવાડી ગામ તરફ ચોરડી ગામ તરફ આશરે 4 કિલોમીટર દૂર આવેલ વડવાળા હોટલ પાસેથી આગળ જતા રાધે ઇન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં આવેલ અવધ એગ્રી નામને ફેક્ટરીની પાસે ચાન્સ એગ્રી કોડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની પાછળ સિમેન્ટ રોડ ઉપર અંધારામાં ઉભેલા વાહનો જોવા મળ્યા હતા.
પોલીસને જોઈને વાહન ચલાવતો શખ્સો નાસી છૂટ્યા હતા તેમજ આ જગ્યાએથી બે શખ્સો ઝડપાયા હતા જેમાં એકનું નામ શંભુનાથ બારીક દિનબંધુ બારીક (રહેવાસી મૂળ ગામ નીલપુરા પોસ્ટ નેલપુરા જિલ્લો બાલેશ્વર ઓરિસ્સા, હાલ રાજકોટ ભાવનગર રોડ વિજયનગર સિરાજભાઈ જુણેજાના મકાનમાં ભાડેથી) તેમજ પુલીન પત્રા આનંદપત્રા (રહેવાસી યદીમાં પોસ્ટ બંગીયા, જીલ્લો પશ્ચિમ મેદીની પુર વેસ્ટ બેંગાલ હાલ રહેવાસી રાજકોટ ભાવનગર રોડ વિજયનગર સિરાજભાઈ જુણેજાના મકાનમાં) એમ બંને શખ્સોએ પોતાના કબજામાં રાખેલો વિદેશી દારૂનો જથ્થો કાઢી આપ્યો હતો.
દરોડા સમયે પોલીસે રૂ.34,99,560 ની કિંમતની 6228 દારૂની બોટલ, રૂ.10,90000 ના ત્રણ વાહનો, રૂ.10 હજારના બે મોબાઈલ, રૂપિયા 200ની રસી અને તાલપત્રી તેમજ રોકડ રૂપિયા 780 વિગેરે મળી કુલ રૂપિયા 46 લાખ 540 નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંને શખ્સની ધરપકડ કરી દારૂનો જથ્થો મગાવનાર, તેમજ દારૂનો જથ્થો મોકલનાર તેમજ બોલેરો, અશોક લેલન્ડ અને એકટીવા એમ ત્રણેય વાહનોના નંબરના આધારે વાહન માલિકોને શોધખોળ શરૂ કરી તમામ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોટાદડવાની સોનારીયા સીમમાં દરોડો
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામની સોનારીયાની સીમમાં વિજય પ્રભાત જળુંની વાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાને બાતમી પરથી રાજકોટ રૂરલ એલસીબીએ ત્રાટકતા ત્યાંથી 2,460 દારૂની બોટલો સાથે નાના મોટા વાહનો સહિતનો કુલ રૂપિયા 22 લાખ 15 હજાર 60 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વાડીમાં દારૂનો જથ્થો ઉતારનાર તેમજ વાડી માલિક વિજય પ્રભાત જળુંની પોલીસે શોધખોળ હાજરી છે
બનાવને મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે એલસીબીના એએસઆઈ બ્રીજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, વકારભાઈ અરબ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા, મથુરભાઈ વાસાણી, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા, ભોજાભાઇ ત્રમટા, મેહુલભાઈ સોનરાજ વગેરે કાફલો ગોંડલ તાલુકાના મોટાદડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા તેમજ ભાવેશભાઈ મકવાણાને સંયુક્ત બાતમી મળી હતી કે સોનારીયાની સીમમાં વિજય પ્રભાત જળુંની વાડીમાં અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ થઈમ (રહેવાસી રાજકોટ) તેમજ રાજકોટના સોયબ રજાક ઓડિયા એમ બંને શખ્શોએ ભાગીદારીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.
તેમજ હાલ દારૂનું કટીંગ કરી હેરાફેરી કરવાની તૈયારીમાં છે, આવી બાતમી મળતા જ રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સોનારીયાની સીમમાં વિજય પ્રભાત જળુંની વાડીમાં ત્રાટકતા ત્યાંથી પોલીસને દારૂની 2460 બોટલ, 7 ગેસ સિલિન્ડર, એક બોલેરો પીકપ વાહન રજીસ્ટર નંબર જીજે 10 ટીએક્સ 9822, આઇસર ગાડી નંબર જીજે 19 વાય, 1013, એમ તમામ વાહનો અને દારૂ સહિતનો રૂપિયા 22 લાખ 15160 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા સમયે ઉપરોક્ત રાજકોટના બંને શખ્સો તેમજ વાડી માલિક હાથ નહીં આવતા પોલીસે તેમની શોધખોળ આદરી છે.