ગોપાલ નમકીનને આગથી કરોડોનું નુકસાન

રાજકોટની માંગને પહોંચી વળવા મોડાસા અને નાગપુર ખાતે ઉત્પાદન આવશે વધારવામાં : સાત મહિના જેટલો સમય રાજકોટ યુનિટને શરૂ થતા લાગે તેવી સંભાવના

રાજકોટ, તા. 12
મેટોડા ખાતા આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેના પર મૂડી રાત્રે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ કંપનીને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે મળતી માહિતી મુજબ આશરે 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની હાલ પ્રાથમિક વિગત સામે આવી છે. બીજી સૌથી મોટી વાત એ છે કે મેટોડા યુનિટ માં આગના કારણે જે નુકસાની થઈ છે તેનાથી તમામ મશીનરીઓ પણ ખતમ થઈ ચૂકી છે ત્યારે ફરી આ યુનિટને શરૂ થતા આશરે છ થી સાત મહિના જેટલો માધબર સમય લાગી શકે તેમ છે બીજી તરફ જે લાખોકીલો ફરસાણનું ઉત્પાદન થતું હતું તે પણ ગઈકાલથી ઠપ થઈ ગયું છે.
ગોપાલ નમકીન ના પેકિંગ યુનિટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું ત્યારે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો જેથી રાજકોટ મેટોડા ગોંડલ સાપર જામનગર ધોરાજી અને ઉપલેટા થી આશરે કુલ 15થી વધુ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા અને આશરે બે લાખ લીટર પાણીનો મારો ચલાવી 9 થી 10 કલાક ની તથા પરિશ્રમ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની દુર્ઘટના ના પગલે ગઈ કાલ સવારે શેર બજારમાં પણ ગોપાલ સ્નેક્સનો શેર આઠ ટકા જેટલો ગગડીયો અને અંતે 420 રૂપિયા પહોંચ્યો હતો. મશીન સાતો સાત માલને ઘણું નુકસાન પહોંચ્યું છે પરંતુ સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી ત્યારે રાજકોટ યુનિટની હાલની સ્થિતિના પગલે મોડાસા અને નાગપુરમાં પ્રોડક્શન વધારવામાં આવશે અથવા તો જે પોતાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે કંપની અન્ય જગ્યા પર ઉત્પાદન કરાવે તો પણ નવાઈ નહીં.
પ્રાથમિક માહિતી ને ધ્યાને લઈ જ્યારે બનાવ બન્યો ત્યારે ફેક્ટરીમાં 400 શ્રમિકો તથા કર્મચારીઓ હતા ત્યારે આગે જ્યારે વિકરાળ રૂપ ધારણ કર્યું ત્યાંથી 200 મહિલા કર્મીઓ ને તાકીદે બહાર કાઢવામાં આવી હતી જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહીં. મળતી માહિતી મુજબ ગોપાલ નમકીન કંપની આશરે 12 વીઘા જમીન ઉપર પથરાયેલી છે 1994 માં આ ફેક્ટરી ની શરૂઆત થઈ હતી જ્યારે હાલ અત્યારના ફેક્ટરીમાં ઉત્પાદન પેકિંગ ઓફિસ અને કર્મચારીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે હાલ જે નુકસાન થયું છે તેને લઈને ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ વાત ચાલુ કરી દેવાય છે ત્યારે ગણતરીના દિવસોમાં રાજકોટ ઓપરેશન ફરી વખત શરૂ થાય તેવી હાલ ચર્ચા એ જોડ પકડ્યું છે પરંતુ સંપૂર્ણ ઓપરેશન શરૂ થતા 6 થી 7 મહિના જેટલો માતબર સમય લાગી શકે છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:05 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech