ગોપાલ નમકીનમાં વિકરાળ આગ

શોર્ટ સર્કિટના પગલે આગ લાગી : બિપિન હદવાણી । નુકસાનીનું મૂલ્યાંકન કરવા હાથ ધરાઈ તપાસ : કોઈ જાનહાની નહીં

રાજકોટ, તા. 11
મેટોડા જીઆઇડીસી માં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી એટલું જ નહીં આ ઘટનાના પગલે મેટોડા જીઆઇડીસી ઉપરાંત રાજકોટથી ત્રણ ફાયર ફાઈટર સહિત 7 ફાઇટરો દ્વારા આગ ઠારવાની કામગીરી હાથ ધરવામાં આવી મળતી માહિતી મુજબ પ્રોડક્શન યુનિટમાં વિકરાળ આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું. રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. ગાઢ કાળો ધુમાડો અને ઉંચી જ્વાળાઓ 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહી હતી, જેના કારણે ફાયર ફાઈટરોએ તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે જાનમાલને ઘણું નુકસાન થયું છે.
આગના સમાચાર વાયુવેગે ફેલાતાની સાથે જ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાના સાક્ષી બનવા માટે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અધિકારીઓએ ત્યાં હાજર લોકોને બહાર કાઢ્યા અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્કરો તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં અગ્નિશામકો આગને ઓલવવા અને તેને નજીકની સુવિધાઓમાં ફેલાતા અટકાવવા સક્રિય રીતે કામ કરી રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ અચાનક ફાટી નીકળી હતી, જેના કારણે નજીકના કામદારો અને રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી. સ્થાનિક અધિકારીઓએ ઘટનાનું કારણ નક્કી કરવા અને નુકસાનની હદનું મૂલ્યાંકન કરવા તપાસ શરૂ કરી છે. મેટોડા જીઆઈડીસી વિસ્તાર, રાજકોટની બહાર આવેલો છે, એક મુખ્ય ઔદ્યોગિક હબ તરીકે સેવા આપે છે, જેમાં ઘણા ઉત્પાદન અને ઉત્પાદન એકમો રહે છે.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરી દેવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગ દ્વારા સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આગ પર કાબૂ મેળવી શકાયો નથી. જોકે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની થઈ નથી. ગોપાલ નમકીનની ફે્કટરીમાં દરરોજ 400 થી વધુ કામદારો કામ કરે છે પંરતુ આજે આ ફેક્ટરીમાં બુધવારના દિવસે રજા હોવાથી ઓછા કામદારો હતા. આગ લાગવાની જાણ થતા જ આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ફાયર વિભાગના કર્મચારીઓને મદદ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરો પણ દોડાવવાની ફરજ પડી છે.
ગોપાલ નમકીનની ફે્કટરીમાં આગ કેમ કરતા લાગી તે વિશે હજુ સુધી કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અને છેલ્લા 2 કલાકથી ફેક્ટરીની ચારેય બાજુથી પાણીનો મારો કરાય રહ્યો છે છતા આગ પર કાબૂ મેળવી શકાયો નથી, જેનું મુખ્ય કારણ ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને ખાનગી ટન્કરની પણ મદદ લેવામાં આવી રહી છે.


ત્રણ દિવસ પૂર્વે જ સેન્ટ્રલ જીએસટી ની મળી હતી શોકોઝ નોટિસ
ગઈકાલે ગોપાલ નમકીનમાં જે વિકરાળ આગ લાગી તેમાં કંપનીને ઘણી મોટી નુકસાની પહોંચી છે. ત્યારે એક ચોંકાવનારી વાત સામે એ આવી છે કે ત્રણ દિવસ પૂર્વે જ ગોપાલ નમકીનને સેન્ટ્રલ જીએસટી માંથી 13.50 કરોડ રૂપિયાની શોકોઝ કમ ડિમાન્ડ નોટિસ મળી હતી. જે અંગે બે દિવસમાં જવાબ આપવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. આ અંગે કંપનીના સંચાલક બીપીન હદવાણી સાથે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં જીએસટી એ નોટિસ ની બજવણી કરી છે અને અંતે તેઓએ સ્વીકાર્યું કે ગોપાલ નમકીનને પણ જીએસટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. હાલ આ અંગે ઘણા ખરા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પરંતુ હજુ સુધી સાચી હકીકત બહાર આવી નથી. જે નોટિસ પાઠવવામાં આવી છે તેની પૂર્તતા કેટલા સમયમાં કરવી તે અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ડિપાર્ટમેન્ટ એ ત્રણ દિવસ પૂર્વે જ ગોપાલ નમકીનને નોટિસની બજવણી કરી હતી.


આગ પર કાબુ મેળવવા અપાયો મેજર કોલ
ગોપાલ નમકીન ફેક્ટરીમાં ગઈકાલ બપોરના રોજ પ્રોડક્શન યુનિટમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી આગની આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાકીદે મેજર કોલ આપવામાં આવ્યો હતો જેથી આગ પર ત્વરિત કાબુ મેળવી શકાય. મળતી માહિતી મુજબ ગઈકાલ રાત સુધી ધુવાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા. આગ પર તાકીદે કાબૂ મેળવવા માટે રાજકોટ, ગોંડલ, સાપર અને કાલાવડ સહિતના સાત ફાયર ફાઈટર પહોંચ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી ચાલુ કરી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:26 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech