ગ્રાઇન્ડર એપ્લીકેશનનો ઉપયોગ કરી સમલૈંગિક નથી એવા શખ્સે સમલૈંગિક હતો તેને ફસાવ્યો

આદમીએ આદમીને પ્રેમ કર્યો: પછી હનીટ્રેપમાં ફસાયો

રાજકોટના અવધ વિસ્તારના ઓગણીસ વર્ષના કોલેજીયન યુવાનને ગ્રાઇન્ડર એપથી કોલ કરી નાના મવા રોડની હોટેલમાં બોલાવ્યો: બંનેએ મીઠી વાતો કરી, કપડા ઉતાર્યા, સાથે ન્હાયા: પછી જામનગરના શખ્સે જાણ બહાર કોલેજીયન યુવાનનો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરી રૂપિયા-ફોન પડાવ્યા: તાલુકા પોલીસે દબોચી લીધો

રાજકોટ: મોટે ભાગે અમુક લેભાગુ યુવતિઓ અને તેમની ગેંગ દ્વારા યુવાનો, વેપારીઓ, વૃધ્ધોને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવાતા હોય છે. પરંતુ રાજકોટમાં એક એવો ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં એક ઓગણીસ વર્ષના કોલેજીયન યુવાન કે જે સમલૈંગિક છે તેને ગ્રાઇન્ડર નામની ચેટીંગ એપ્લીકેશન મારફત જામનગરના એક શખ્સે ફસાવી રાજકોટની નાના મવા રોડ પરથી હોટેલમાં મળવા બોલાવી નગ્ન થઇ સાથે સ્નાન કર્યા બાદ કોલેજીયન યુવાન નગ્ન હતો તે વખતે તેની જાણ બહાર તેનો વિડીયો ઉતારી લઇ વાયરલ કરવાની ધમકી દઇ રોકડ પડાવી લઇ તેમજ તેના ક્રેડિટ કાર્ડથી મોબાઇલ ખરીદી લઇ ધમકી આપી હોટેલમાંથી તગેડી મુકતાં આ યુવાને બે દિવસ ગુમસુમ રહ્યા બાદ ઘરે જાણ કરતાં વાત તાલુકા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા એફઆઇઆર દાખલ કરી બ્લેકમેઇલ કરી રૂપિયા, ફોન પડાવનારા જામનગરના શખ્સને પકડી લીધો છે.
ચોંકાનવારી આ ઘટનાની વિગતો પરઅવધ રોડ વિસ્તારમાં રહેતાં ઓગણીસ વર્ષના યુવાનની પરથી જામનગરના શૈલેન્દ્રસિગ ઉર્ફ પ્રકાશ સુરેન્દ્રસિંગ નિરબાન વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર યુવાનનો કપડા વગરનો વિડીયો ઉતારી લઇ તે વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રોકડા પડાવી લઇ તેમજ લોન પર મોબાઇલ ખરીદ કરાવી પડાવી લીધો હતો. ભોગ બનનાર યુવાન મજુરી કામ કરવાની સાથે સાથે કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે પોતાની સાથે જે બન્યું તેની વિગતો જણાવતાં કહ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને અમારી દુકાનમાં પિતાને કામમાં મદદ કરુ છું.
તેણે આગળ કહ્યું હતું કે બે દિવસ પહેલા મારે ગ્રાઇન્ડર એપ્લીકેશન મારફત એક વ્યક્તિ સાથે વિડીયોકોલમાં વાત થઇ હતી. ત્યારબાદ અમે સામ સામે ગ્રાઇન્ડર ડેટીંગ એપ્લીકેશન મારફત વાતચીત શરૂ કરી હતી. એ પછી તા. 4/2/25ના રોજ મને એ વ્યક્તિએ કહેલુ કે હું રાજકોટ ખાતે આવ્યો છું અને હોટેલ નોવાબ્લીસ નાના મવા રોડ જડ્ડુસ પાછળ રોકાયુ છું, તું સાંજે પાંચ વાગ્યે મને હોટલે મળવા આવજે. જેથી મેં તેને હા પાડી હતી અને હું સાંજે પાંચેક વાગ્યે હોટેલ ખાતે મારુ બાઇક લઇને ગયો હતો. ત્યાં હું પહોંચ્યો તેની જાણ કરતાં તે નીચે મને મળવા આવ્યો હતો અને વાતચીત બાદ હોટેલના રૂમમાં લઇ ગયો હતો. ત્યારબાદ અમે વાતચીત કરી હતી. એ શખ્સે પોતાનું નામ શૈલેન્દ્રસિંહ ઉર્ફ પ્રકાશ સુરેન્દ્રસિંહ નીરબાન જણાવ્યું હતું તેમજ પોતે જામનગરનો હોવાની વાત કરી હતી. ત્યારબાદ તેણે મારી સાથે વધુ વાતચીત કરી મોહમાં ફસાવ્યો હતો. એ પછી અમે બંનેએ કપડા કાઢી નાખ્યા હતાં અને બાથરૂમની અંદર ન્હાવા ગયા હતાં.
યુવાને વધુમાં કહ્યું હતું કે હું ન્હાઇને બહાર આવ્યો ત્યારે પણ હું કપડા પહેર્યા વગરનો હતો. ન્હાતો હતો ત્યારે દરવાજો ખુલ્લો હોઇ મારી જાણ બહાર શૈલેન્દ્રસિંહે મારો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો. બહાર આવ્યો ત્યારે શૈલેન્દ્રસિંહે વિડીયો બતાવ્યો હતો અને વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ તારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે? તેમ પુછતાં હું ગભરાઇ ગયો હતો. મં મારા બે બેંકના એકાઉન્ટ બતાવ્યા હતાં. જેમાં એકમાં 44 હજાર હહતાં અને બીજામાં 26 હજાર હતાં. આ પછી તેણે એક ખાતામાંથી 40 હજાર અને બીાજ ખાતામાંથી 25 હજાર સ્કેન કરીને લઇ લીધા હતાં. ત્યારપછી મારુ પર્સ કાઢી તેમાંથી મારુ ક્રેડીટ કાર્ડ કાઢી લીધુ હતું. તેણે મારુ આધારકાર્ડ અને ફોન પણ પોતાની પાસે રાખી લઇ ધમકી આપી હતી. આ પછી તે મને ધમકાવી મારા જ બાઇકમાં બેસાડી એસ્ટ્રોન ચોક પૂજારા ટેલિકોમ ખાતે લઇ ગયો હતો. જ્યાં તેણે ઓપો કંપનીનો રેનો-13 મોબાઇલ ફોન રૂા. 36800નો મારા ક્રેડીટ કાર્ડ પર ખરીદીી લીધો હતો.
ત્યાં તેણે બીલમાં તેણે પોતાનું નામ પ્રકાશ લખાવ્યું હતું. ત્યારબાદ અમે હોટેલે પાછા આવ્યા હતાં. અહિ તેણે મારા ફોનમાંથી ગ્રાઇન્ડર એપ્લીકેશન હતી તે ડીલીટ કરી નાખી હતી અને મને મારુ આધારકાર્ડ તથા ફોન પાછા આપી દઇ હવે તું કોઇને જાણ કરીશ તો તારો વિડીયો વાયરલ કરી નાખીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ તો તું જીવવા જેવો નહિ રહે તેવી ધમકી આપી હતી. આ કારણે હું ખુબ ગભરાઇ ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો.
હું ગુમસુમ રહેતો હોઇ ઘરના સભ્યોએ પુછતાં મેં સાચી વાત કરી હતી. બાદમાં અમે પોલીસ સ્ટેશને ગયા હતાં. આ બનાવને પગલે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી. એમ. હરિપરાના માર્ગદર્શનમાં પીએસઆઇ બી. આર. ભરવાડ, ભરતસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ જાડેજા સહિતે ગુનો નોંધી આરોપી શૈલેન્દ્રસિંહ ઉર્ફ પ્રકાશને દબોચી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સ આડત્રીસ વર્ષનો છે અને કુંવારો છે તે પોતે સમલૈંગિક નથી. પણ કારખાનુ બંધ થઇ જતાં આર્થિક ભીંસમાં આવી જતાં સમલૈંગિકોની એપમાં જોડાઇને રાજકોટના યુવાનને બ્લેકમેઇલીંગ માટે જ ફસાવ્યો હતો. તેણે વધુ કોઇ આવા શિકાર કર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:39 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm