રાજકોટ જિલ્લા કલેકટર અને ઉઉઘ સહિત રાજ્યભરના ઉચ્ચ અધિકારીની રહેશે ઉપસ્થિતી : ઘેલા સોમનાથ ખાતેની ચિંતન બેઠક મોકૂફ
રાજકોટ, તા. 18
ગ્રામ સ્વરાજની ચૂંટણી માટે હાલ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કાલે ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની એક ખાસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે તારીખ 20 ના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા યાત્રાધામ ઘેલા સોમનાથ ખાતે જિલ્લાની
ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ફરન્સ આવી જતા તેને હાલ મોકો રાખવામાં આવી છે બીજી તરફ ચિંતન શિબિર ની નવી તારીખ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
ગાંધીનગર ખાતે યોજાનારી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની કોન્ફરન્સમાં ખાસ ગ્રામ સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યારે સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીનું જાહેરનામું પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થાય તો નવાઈ નહીં ત્યારે આ કોન્ફરન્સમાં મહેસુલ અને પંચાયત વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે બીજી તરફ આ કોન્ફરન્સમાં રેવન્યુ કામગીરીની સમીક્ષા થશે અને દબાણો અને મહેસૂલી પંચાયતી કામગીરીનો રિપોર્ટ પણ સચિવ દ્વારા લેવામાં આવનાર હોય તેવું જાણવા મળી રહ્યું છે.
મહત્વનું એ છે કે રાજ્ય સરકાર અને મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેકટરોને એ ખાસ સુચના આપવામાં આવી છે કે જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયેલા હોય તેને દૂર કરવામાં આવે પછી તે નેશનલ હાઈવે પર ના હોય શહેરમાં હોય કે પછી જિલ્લાના કોઈપણ તાલુકા અથવા તો ગામમાં તેને તાકીદે દૂર કરવા માટે હાલ તખતો ઘડવામાં આવે. રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ કલેકટર દ્વારા હાલ આ અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમાં મહાનગરપાલિકા દ્વારા પણ ખાસ મહેનત કરવામાં આવે છે અને જે પણ ગેરકાયદેસર દબાણો હોય તેને દૂર કરવા માટેની તજવીજ હાથ ધરાઇ રહી છે.
અત્યારે મહત્વનું એ છે કે જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારી જગ્યા પર દબાણનું પ્રમાણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં એ તમામ જગ્યા પર દબાણો દૂર થાય તે માટેની ખાસ વ્યવસ્થા ઊભી કરવા માટે હાલ તખતો તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે મહત્વનું એ છે કે હાલ જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારી અને રેવન્યુના અન્ય અધિકારીઓને યાદી તૈયાર કરવા માટે જણાવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ અંગે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે અને જે મિલકતોમાં દબાણ થયું છે તેને કઈ રીતે દૂર કરાશે
આજે કલેકટર કચેરી ખાતે બોર્ડ બેઠક 28 કેસો અંગે થશે સુનાવણી
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મહેસુલી કહેશોનું અપીલનું ખાસ બોર્ડ યોજવામાં આવશે ત્યારે 28 જેટલા જે અપીલના કેસો છે તેના પર જિલ્લા કલેકટર દ્વારા સુનાવણી પણ હાથ ધરાશે મળતી માહિતી મુજબ આ બોર્ડ બેઠકમાં અત્યાર સુધીમાં જે મોટાભાગના પેન્ડિંગ કહેશો છે તેનો નિકાલ કરી દેવામાં આવશે ત્યારે આજની આ બોર્ડ બેઠકમાં શેઢા તકરાર, દબાણ સહિતના 28 કેસોનું કરવામાં આવશે જે અંગે હાલ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રહેલી જે ફરિયાદો છે તેનો પણ નિકાલ કરવામાં આવશે.
