જીવંતિકાનગર-કાગદડીમાં ત્રાટકેલા તસ્કરો રૂ.3 લાખની મત્તા ઉસેડી ગયા

નવાગામમાં સર્વિસ સ્ટેશનમાં રાખેલા ટ્રકમાંથી તસ્કરો બે વ્હીલનો જોટો-પ્લેટ કાઢી ગયા

રાજકોટ મિરર, તા.9
શહેરના જીવંતિકા નગર તેમજ કાગદડી ગામ એમ બે સ્થળોએ ત્રાટકેલા તસ્કરો રૂૂપિયા ત્રણ લાખ છ હજારની માતા ઉસેડી ગયાની ગાંધીગ્રામ તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવાઈ છે. એ સિવાય કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અન્ય એક ચોરીની ફરિયાદમાં કોઈ તસ્કરો આણંદ પર નવાગામ વિસ્તારના એક સર્વિસ સ્ટેશનમાં મુકેલા ટ્રકમાંથી રૂૂપિયા 52 હજારના બે વ્હીલનો જોટો તેમજ રૂૂપિયા 8 હજારની ની પ્લેટ મળી 60,000ની મત્તા ચોરી કરી ગયાને પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જીવંતિકા નગર શેરી નંબર-2, બટુક મહારાજની ગૌશાળા સામે રહેતા હસમુખભાઈ મોહનભાઈ ગોહેલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવીને પોતાના ઘરમાંથી રૂૂપિયા એક લાખ નવ હજારની માતાની ચોરી થયાનું જણાવ્યું છે ફરિયાદમાં હસમુખભાઈ જણાવ્યું હતું કે પોતે તા. 7ના રાત્રીના 9 વાગ્યે રૈયા ચોકડી પાસે જલારામ હોટલમાં જમવા ગયા બાદ ભાણેજ સાથે રાજકોટમાં સદભાવના હોસ્પિટલ પાસે આવેલી ચાની હોટલે ચા પીવા ગયા હતા. દરમિયાન મોડી રાત્રે ઘરે પરત ફરતા પોતાના મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન 38 હજાર રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂૂપિયા એક લાખ નવ હજારની મત્તા તસ્કરો ચોરી ગયાનું બહાર આવતા આ બારાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં કાગદડી ગામના પાટીયા પાસે રહેતા વશરામભાઈ જેઠાભાઈ જાદવે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પોતાના ઘરમાંથી રૂૂપિયા 1.70 લાખની મતાની ચોરીની ફરિયાદ કરી છે.ફરિયાદમાં વશરામભાઈ જણાવ્યું હતું કે તા. 7ના રોજ તે પોતાની પત્ની સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ પુત્રીની ખબર કાઢવા ગયા બાદ બીજે દિવસે પોતાના ઘરે પરત ફરતા તેમના મકાનમાંથી રૂૂપિયા 10 હ્જોઅરરોકડ તેમજ 1.60 લાખના સોના-ચાંદીના દાગીના મળી રૂૂ. 1.70 લાખની માતાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બાજુમાં રહેતા હીરાભાઈના મકાનમાં પણ રૂૂપિયા 27 હજાર રોકડની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ બંને બનાવની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ત્રીજા બનાવમાં રાકેશભાઈ કનુભાઈ આસોદડીયા નામના ગેરેજ સંચાલકે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. 30મી જાન્યુઆરીના રોજ સોમભા નાગાજણભા કેર (રહે. દ્વારકાવાળા) પોતાનો અકસ્માત થયેલો ટ્રક રીપેરીંગ માટે પોતાના ગેરેજમાં મૂકી ગયા હતા. દરમિયાન આ ટ્રક રીપેર થઈ જતા નવાગામ આણંદપર ગામના એક સર્વિસ સ્ટેશનને મૂકી આવ્યા હતા.
4થી ફેબ્રુઆરીના રોજ ટ્રક લેવા જતા ટ્રકમાં ક્લીનર સાઈડનો બે વ્હીલનો જોટો તેમજ પ્લેટ મળી 60 હજારની મત્તા કોઈ ચોરી કરી ગયાનું બહાર આવતા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:18 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm