રાજકોટ મિરર, તા.21
સુરેન્દ્રનગરના સાયલા પાસેના નવાગામમાં એસઓજીએ ડ્રોનનો ઉપયોગ કરી કપાસ વચ્ચે વાવેલો 11.80 ગ્રામ ગાંજો ઝડપી પાડી ખેડુતની ધરપકડ કરી રૂૂા. 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના તજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામમાં એકખેડુતે ગાંજો વાવ્યાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે તપાસ કરી હતી. અને ડ્રોનનો ઉપયોગ કરીને કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા 11 કિલો અને 80 ગામ ગાંજાના છોડ શોધી કાઢ્યા હતા. રૂૂા. 1.10 લાખના મુદ્દામાલ સાથે પોલીસે માલાભાઈ વજાભાઈ ડાભીની ધરપકડ કરી આ ગાંજાનો જથ્થોકબ્જે કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડ્યાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.એચ. સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એ. રાયમા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
