તે ભાવનગર રોડ પર સ્ત્રી સાથે વાત કરી એટલે કેસ તો કરવો જ પડશે કહીને ડરાવ્યો હતો

‘ડુપ્લીકેટ પોલીસ’ બની તોડ કરનાર સલિમ ઉર્ફ જીગો ‘છાપેલ કાટલો’ નીકળ્યો: સાત ગુનામાં સામેલ

થોરાળા પોલીસની ટીમે દુધ સાગર રોડ પર રહેણાંક ધરાવતાં હાલ ચોટીલા રહેતાં શખ્સને પકડ્યો: સાગ્રીત સગીર પણ સકંજામાં

રાજકોટ: શહેરના ભાવનગર રોડ અમુલ ર્સકલ નજીક ચોટીલા પંથકના યુવાનને પોલીસના નામે આંતરી બે શખ્સોએ તું ભાવનગર રોડ પર સ્ત્રી સાથે વાતો કરતો હતો એટલે તારા પર કેસ કરવાનો છે, પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહી ડરાવી તેની પાસેથી રૂા. 23 હજાર પડાવી લીધા હતાં. આ ગુનાનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્સને પકડી લઇ તેના સાગ્રીત એવા સગીરને પણ શોધી કાઢ્યો હતો. બંને પાસેથી રોકડા ત્રેવીસ હજાર કબ્જે લેવાયા છે.
વિગતો પર નજર કરીએ તો ચોટીલાના લાખણકા ગામેથી રાજકોટ ભાભીને દવાખાનામાં દાખલ કર્યા હોઇ તેની ખબર કાઢવા આવેલા ભાવેશ નામના યુવાનના વાહનને નંબર વગરના ટુવ્હીલર પર આવેલા બે શખ્સે અમુલ સર્કલ નજીક એંસી ફુટ રોડ પર આંતરી તું ભાવનગર રોડ પરના મકાને એક સ્ત્રીને મળવા ગયો હતો, હવે તારા પર પોલીસ કેસ થશે તેમ કહી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ડરાવી ધમકાવી રૂા. પચ્ચીસ હજાર પડાવી લીધા હતાં. ભાવેશે પોતે દવાખાનાના કામે આવ્યો હોવાની આજીજી કરતાં બંનેએ તેને બે હજાર પાછા આપ્યા હતાં અને ત્રેવીસ હજારનો તોડ કરી ભાગી ગયા હતાં.
આ ગુનાનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્સ અને એક સગીરને પકડી લઇ રૂા. 23 હજાર રોકડા તથા 60 હજારનું નંબર વગરનું એક્ટીવા કબ્જે કર્યા છે. ગુનાનો ભેદ ઉકેલવા થોરાળા પોલીસની ટીમ કામે લાગી હતી. દરમિયાન પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા અને હેડકોન્સ. જયદિપસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી સલિમ ઉર્ફ જીગો ગફારભાઇ ઠેબા (રહે. ચામુંડાનગર ચોટીલા, મુળ ગુ.હા. બોર્ડ આકાશદીપ સોસાયટી-9, ક્વાર્ટર નં. 370, દૂધ સાગર રોડ) રાજકોટને ગોપાલ ડેરી પાછળ શ્યામનગર રોડ પાસેથી પકડી લીધો હતો. સલિમ ઉર્ફ જીગાએ ગુનો કબુલી પોતાની સાથે એક સગીર પણ સામેલ હોવાનું કહેતાં કાર્યવાહી કરાઇ હતી. પોલીસના કહેવા મુજબ સલિમ ઉર્ફ જીગો રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ થોરાળા, બી-ડિવીઝન, પ્ર.નગર, તાલુકા પોલીસ, એ-ડિવીઝનમાં ચોરી, બળજબરીથી નાણા પડાવવા સહિતના સાત ગુનામાં સંડોવાઇ ચુક્યો છે અને 2022માં પાસાની હવા પણ ખાઇચુક્યો હતો. હવે છેલ્લે નકલી પોલીસ બની ફરી એક વાર તોડ કર્યો હતો.
આ ગુનો ઉકેલવાની કાર્યવાહી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એસ. રાણે, પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા અને કોન્સ. નિલેષભાઇ ચોૈહાણે આ કામગીરી કરી હતી. આરોપીની વિશેષ પુછતાછ યથાવત રાખવામાં આવી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:26 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech