11 નવેમ્બરે લેશે શપથ : કાર્યકાળ રહેશે 6 મહિનાનો
નવીદિલ્હી તા. 24
જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બરે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. આના એક દિવસ પહેલા સીટીંગ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનું પદ ખાલી થશે. જસ્ટિસ ચંદ્રચુડે 8 નવેમ્બર, 2022ના રોજ ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
જસ્ટિસ ખન્નાનો ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યકાળ છ મહિના કરતાં થોડો વધુ હશે અને તેઓ 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ’ડ’ પર જણાવ્યું હતું કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, માનનીય રાષ્ટ્રપતિ, ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, ન્યાયાધીશ સંજીવ ખન્નાની, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે. 11 નવેમ્બરના રોજ, તેમને 2024 થી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરે છે. જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. ઈઉંઈંના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા. તેમની માતા સરોજ ખન્ના કજછ ઉઞમાં લેક્ચરર હતી. અહીંથી જ તેણે શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું. વર્ષ 1980માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. આ પછી તેણે ડીયુમાંથી કાયદામાં એડમિશન લીધું. કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે 1983માં દિલ્હીની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે પ્રવેશ મેળવ્યો. શરૂઆતમાં દિલ્હીના તીસ હજારી કેમ્પસમાં પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી દિલ્હી હાઈકોર્ટમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી.
