વિતરણ વ્યવસ્થા પારદર્શક કરવા સરકારે બોગસ કાર્ડ રદ કર્યા 80 કરોડથી વધુ લોકોને મળી રહ્યું છે નિશુલ્ક અનાજ
નવીદિલ્હી, તા. 20
રેશન કાર્ડના ડિજીટલાઇઝેશનને કારણે દેશમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર થયો છે. આધાર અને eKYC (Know Your Customer) સિસ્ટમ દ્વારા વેરિફિકેશન કર્યા બાદ, 5 કરોડ 80 લાખથી વધુ રેશનકાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું છે, જેને સરકારે રદ કરી દીધા છે. આનાથી વિતરણ વ્યવસ્થામાં ઘાલમેલ ઘટાડી છે અને લાભાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં પણ મદદ મળી છે.
80 કરોડથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે. દેશમાં કેન્દ્ર સરકાર હાલમાં 20.4 કરોડ રેશન કાર્ડ દ્વારા 80 કરોડ 60 લાખ લોકોને મફત રાશન આપી રહી છે. તેમાંથી 99.80 ટકા રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. દેશભરમાં 5.33 લાખ ઈ-પીઓએસ (ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ) ઉપકરણો દ્વારા વાજબી ભાવની દુકાનોમાંથી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે તમામ 20.4 કરોડ સ્થાનિક રેશનકાર્ડની સમગ્ર વિતરણ પ્રક્રિયાને કોમ્પ્યુટરાઈઝ કરી છે. દેશમાં લગભગ તમામ વાજબી ભાવની દુકાનોમાંથી અનાજનું વિતરણ કરવામાં આવે છે. લાભાર્થીના આધારનું પ્રમાણીકરણ ઈ-ઙઘજ ઉપકરણ દ્વારા વિતરણ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવે છે, જેનાથી યોગ્ય લાભાર્થીઓને રાશન પહોંચાડવાનું શક્ય બને છે. આધાર પ્રમાણીકરણનો ઉપયોગ હાલમાં કુલ અનાજના લગભગ 98 ટકા વિતરણ માટે કરવામાં આવે છે, જેના કારણે અયોગ્ય લાભાર્થીઓને દૂર કરીને છેડછાડની શક્યતા ઓછી થઈ છે.
eKYC દ્વારા, લાભાર્થીઓની ઓળખ તેમના આધાર અને રેશનકાર્ડની વિગતો સાથે ચકાસવામાં આવે છે, આમ આપમેળે અયોગ્ય લાભાર્થીઓને બાકાત રાખવામાં આવે છે. તમામ ઙઉજ લાભાર્થીઓના 64 ટકા eKYC કરવામાં આવ્યા છે. બાકીની eKYC પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સગવડ માટે, સરકારે દેશમાં કોઈપણ વાજબી ભાવની દુકાન પર eKYC ની જોગવાઈ કરી છે. રેશનકાર્ડના ડિજિટાઈઝેશન અને તેને આધાર સાથે લિંક કરવાથી ડુપ્લિકેશનની શક્યતા ખતમ થઈ ગઈ છે. વન નેશન વન રેશન કાર્ડ પહેલ સાથે, દેશના કોઈપણ ભાગમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તમામ 80.6 કરોડ લાભાર્થીઓ સમાન વર્તમાન રેશન કાર્ડ દ્વારા મફત અનાજ મેળવી શકે છે. તેઓનું રેશનકાર્ડ કયા રાજ્ય કે જિલ્લાનું છે તેને ધ્યાનમાં લીધા વિના. આધાર સાથે લિન્ક થવાને કારણે પારદર્શક સિસ્ટમ છે.
