નાગરિકલક્ષી સુવિધાઓ આપવા 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને વિવિધ વિકાસ કામો માટે કુલ રૂૂ. 467.5 કરોડની વધુ ગ્રાન્ટ મળવાપાત્ર

નવીદિલ્હી, તા. 10
વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉત્તરોત્તર વધતા જતા વિકાસને પરિણામે શહેરોમાં વસનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યુ છે. નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે 1 લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50 હજારથી 1 લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25 હજારથી 50 હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.એટલું જ નહિ, જે નગરપાલિકાઓ જે-તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ એવી ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.
આ ઉપરાંત, મુલાકાતીઓ-યાત્રાળુઓની વધુ અવર-જવર ધરાવતા દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક-પ્રવાસન સ્થળોની નગરપાલિકાઓનો પણ અપગ્રેડેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાને લઇને તેને પણ અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.નગરપાલિકાઓના આ અપગ્રેડેશનથી આંતરમાળખાકીય વિકાસ કામો, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અ-વર્ગની પ્રત્યેક નગરપાલિકાઓને અંદાજે કુલ રૂૂ.28 કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂૂ.22 કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂૂ.15.5 કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને રૂૂ.10 કરોડની ગ્રાન્ટ મળી હવે કુલ અંદાજે 2882 કરોડ રૂૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવવામાં આવશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:59 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech