પ્લાન પાસની હેરાનગતિ બનશે ભૂતકાળ

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય : અરજી આવે અને સર્વપ્રથમ ટીપી વિભાગે અભ્યાસ કરી ફાયરમાં મોકલવાનું રહેશે

રાજકોટ, તા. 10
ટાઉન પ્લાનિંગ વિભાગ હાલ અનેકવિધ ઉતારચઢાવ માંથી પસાર થઈ રહ્યું છે એટલું જ નહીં અનેકવિધ ફાઈલો હજુ પણ ક્લિયર થઈ નથી અને તેને લઈને હાલ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ઇમ્પેક્ટ ફી હેઠળ જે રજૂ થતાં બાંધકામ છે અને તેનો પ્લાન ટીપી શાખામાંથી ફાયર બ્રિગેડ અને ફાયરમાંથી ટીપી શાખામાં ધકેલવાની જે પ્રક્રિયા હતી તેને લઈને ઘણા ખરા પ્રશ્નો ઉભા થયા હતા. આ ઘટના હવે ભવિષ્યમાં ન ઘટે અને શુંચારુરૂૂપથી ટાઉન પ્લાનિંગની કામગીરી થતી રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ટીપી શાખા એ પ્લાન સર્વપ્રથમ ચકાસવો પડશે અને તે બાદ ફાયર બ્રિગેડને મોકલી અભિપ્રાય લેવા માટેના હુકમ કરવાના રહેશે.
એટલું જ નહીં મ્યુનિસિપલ કમિશનરે એ વાતની પણ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ટીપી વિભાગ જે અરજદાર છે તેને સીધા જ ફાયર શાખામાં મોકલી દેતા જે હવે ભૂતકાળ બનશે કારણ કે ઇમ્પેક્ટ હેઠળના કોમર્શિયલ પ્લાન્ટને શરતી મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે એટલું જ નહીં ઘણા સમયથી પ્લાન ધારકો ફાયર અને ટીપી શાખા વચ્ચે હેરાન થયા હતા ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વચગાળાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે માટેનો પરિપત્ર પણ ઇસ્યુ કરી દેવાયો છે. આ પરિપત્રમાં કમિશ્નરે સ્પષ્ટ જણાવ્યું છે કે, કોર્પો.માં ફાયર એનઓસી જરૂૂરી હોય તેવા બિનરહેણાંક બાંધકામો નિયમબધ્ધ કરવા માટે આવતી અરજીઓની મંજૂરી માટે હવે પ્રક્રિયા નિશ્ચિત કરવામાં આવી છે. ગૃડા-2022 હેઠળ બિનરહેણાંક બાંધકામ નિયમબધ્ધ કરવા અરજદાર પોતાનો પ્લાન રજૂ કરે ત્યારે ટીપી, ટીડીઓ શાખા દ્વારા સૌ પહેલા આ પ્લાન મંજૂરીને પાત્ર છે કે નહીં તેની ચકાસણી કરી લેવાની રહેશે. આ શાખા દ્વારા ચકાસણી થયા બાદ જો રજૂ થયેલ પ્લાન મંજૂરીને પાત્ર હોય તો તે પ્લાનની એક પ્રિન્ટમાં ‘ફોર ફાયર એનઓસી ઓન્લી’ની નોંધ સાથે તે પ્લાન ફાયર એનઓસી મેળવવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં મોકલી આપવાનો રહેશે.ટીપી દ્વારા આ નોંધ સાથે મળેલ પ્લાનને ફાયર એનઓસી આપી શકાય કે કેમ તે બાબતની ચકાસણી કરી, જો ફાયર એનઓસી આપી શકાય હોય તો ચીફ ફાયર ઓફિસર દ્વારા પ્લાનની નકલ પર સહી કરી પ્રમાણીત કરવામાં આવશે. આ રજૂ થયેલ પ્લાન ફાયર એનઓસી સાથે ટીપી શાખાને મોકલી આપવાનો રહેશે. ટીપી શાખાને ફાયર ઓફિસર તરફથી પ્લાનની પ્રમાણીત નકલ અને ફાયર એનઓસી મળ્યેથી રજૂ થયેલ પ્લાન પરત્વે મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આ રીતે હવે અરજદારને તેમનો પ્લાન ટીપી શાખામાં મંજૂર થવાને પાત્ર છે કે નહીં તેનો પ્રાથમિક અભિપ્રાય ટીપી શાખામાંથી જ મળી જશે.
મળતી માહિતી મુજબ હાલ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સર્વપ્રથમ ટાઉન પ્લાનીંગ વિભાગે દસ્તાવેજો ચકાસીને પ્લાન મંજૂરને પાત્ર છે કે નહીં તે કહી દેવાનું રહેશે. તેના આધારે આ ફાઇલ ફાયર બ્રિગેડમાં જશે. ટીપીના ઓકેના અભિપ્રાય પરથી ફાયર એનઓસીની કાર્યવાહી થશે. જો ફાયર બ્રિગેડને ફાયર સેફટી માટે કોઇ ત્રુટી લાગે તો ફરી નોંધ કરીને ટીપી શાખાને મોકલશે. આથી પ્લાન પાસમાં ખુટતા દસ્તાવેજ કે સ્થળ પરના બાંધકામમાં ફેરફાર કરવાની સૂચના આપી શકાશે. હાલ તો આ વ્યવસ્થાથી પણ યોગ્ય કેસ મૂકતા કોમર્શિયલ બાંધકામના આસામીઓને ધકકા ઓછા થશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:58 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech