લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા શા માટે?
10 લાખની કિંમતના 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ અને 15 કિલોના પેકિંગ જપ્ત : દિવાળી પહેલા હજુ પણ દરોડા હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં
રાજકોટ, તા. 23
સમગ્ર રાજ્યમાં હાલ દિવાળી તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ તહેવાર માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ગુજરાતમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા લોકોના આરોગ્ય સાથે કોઈપણ રીતે છેડા ન થાય તે માટે ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને બનાવટી વસ્તુઓ જપ્ત કરી કાયદાકીય પગલાઓ લેવામાં આવતા હોય તેવું સ્પષ્ટ ચિત્ર હાલ ઉજાગર થયું છે. ગઈકાલે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક મહિનામાં બીજીવાર શંકાસ્પદ ઘી ઝડપાયું છે જેને લઇને સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ઉઠી છે. જ્યારે થોડા દિવસ પહેલા મહેસાણાની ક્રિષ્ના અને નમન ડેરીમાંથી શંકાસ્પદ 800 કિલો પનીરનો જથ્થો જપ થયો હતો.
મળતી માહિતી મુજબ કડીની બુડાસણા જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં નકલી અને ભેળસેળ વાળું ઘી બનાવતું હોવાની ફૂડ વિભાગને બાદમી મળી હતી જે બાદ પોલીસ સાથે આરોગ્ય વિભાગ એ સંયુક્ત રીતે બરોડા પાડ્યા જેમાં આશરે 10 લાખની કિંમતનું 2500 કિલો શંકાસ્પદ જી ના ડબ્બા મળી આવ્યા હતા. બીજી તરફ અગાઉ પણ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું ત્યારે મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબી ની ટીમને બાદમે મળી હતી અને રેડમાં અંદાજે એક કરોડ આસપાસ નો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. હાલ સમગ્ર રાજ્યમાં જે રીતે ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું પ્રમાણ વધી રહ્યું છે તે લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી છે ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ ગેરીતિ આચરવામાં ન આવે તે વાતની ગંભીરતાને ધ્યાને લઈ હવે ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 118 ઘી ના ડબ્બા સીસ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં વેજીટેબલ ઘીની ભેળસેળ મળી આવતા ઘી નો જથ્થો પણ સિઝ કરાયો છે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ અને 15 કિલોના પેકિંગ કરવામાં આવતા હતા અને આ સાથે જ સ્થળ પરથી પેકિંગ નો સામાન, પેકિંગ મશીનરી તથા પેક કરેલા ઘી ના ડબ્બા પણ મળી આવ્યા છે આ અંગે હવે આરોગ્ય વિભાગ સજ બન્યું છે અને દિવાળી પહેલા હજુ પણ આ પ્રકારના અનેકવિધ ઓપરેશન પાર પાડવામાં આવે તો નવાઈ નહીં.
