ફૂડના નમૂના લ્યો, પ્લાસ્ટિક જપ્ત કરો ફોટો પાડો એટલે મનપાની કામગીરી પૂર્ણ

હમ જેસે હે, વેસે હી રહેંગે …!!! જેવો અધિકારીઓનો ઘાટ

મહાનગરપાલિકાના અનેકવિધ વિભાગો ઝુંબેશ તો ચલાવે છે પરંતુ વેપારીઓમાં ડર નહિવત અખાદ્ય ખોરાકનો જથ્થો થાય છે નાશ તો બીજે દિવસે જેશે થે વેસે : વિવિધ વિભાગની કામગીરી અને અધિકારીઓ ની મિલીભગત લોકો માટે નુકસાન કરતા જ્યારે વ્યાપારીઓ માટે `મોજે મોજ’

રાજકોટ, તા. 25

રાજકોટ મહાનગરપાલિકા ના દરેક વિભાગો દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી માત્ર ફોટો હોલિક જ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી મહાનગરપાલિકાના કોઈપણ વિભાગ ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે નકર કામગીરીના બ્ાદલે માત્ર કામગીરી કરવામાં આવતી હોવાનું સંતોષ માની લેવામાં આવી રહ્યો છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. હાલ મહાનગરપાલિકા માં કોઈ કામગીરી થતી હોય તો તેમાં આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નું નામ મોખરે છે પરંતુ ખુબ મોટા પ્રમાણમાં જથ્થો નાશ કરી દેવો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવો અને ફોટા પડાવી લેવા ત્યાં વિભાગનું કામ પૂં થતું નથી. મહત્વનું એ છે કે નક્કર પરિણામ અને નક્કર પગલા લેવામાં આવે અને જે કામગીરી થતી હોય તે બાદ વેપારીઓમાં પણ ડર વ્યાપે તો જ કામગીરી થઈ કહેવાય પરંતુ અહીં તો ચિત્ર ઊંધું છે હાલ અધિકારીઓનું નબળું વર્તન અને કાર્ય પદ્ધતિ માં ઢીલાશ તે વેપારીઓ બાખૂબી રીતે જાણી ગયા છે ત્યારે હવે વિભાગ દ્વારા કોઈ પણ આંકડા પગલાં લેવામાં આવે તો પણ વેપારીઓને સહેજ પણ શંકા થતી નથી એટલું જ નહીં તેઓને ખ્યાલ છે કે માત્ર ને માત્ર જે આખાદ્ય ખોરાક છે તેનો જ નાશ કરવામાં આવશે જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થામાં માત્ર પ્લાસ્ટિક જ જપ્ત કરી દંડ ઉઘરાવાશે સિવાય અન્ય કોઈ પગલા લેવામાં આવશે નહીં પરિણામ સ્વરૂપે આ એ જ વેપારીઓ છે કે જેઓ મુક્ત મને પોતાનો વેપાર કરી રહ્યા છે અને થતી ગેરીતીમાં પણ સતત કાર્યશીલ રહે છે.

આજ દિન સુધી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવેલી હોય તેમાં એવો એક પણ દાખલો હજુ સુધી બ્ોસાડવામાં આવ્યો નથી કે જેનાથી એવા ખ્યાલ આવે કે કોઈ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હોય અને તેના ડરથી વેપારી વર્ગ દ્વારા જે ગેરકાયદે અથવા તો ગેરરીતિ સાચવવામાં આવતી હોય બંધ થાય. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં પણ જો આવી જ રીતે કામગીરી થશે તો કોઈ બદલાવ આવશે નહીં ઊલટું વેપારીઓ બ્ોખોફ બ્ાની જશે. હવે જોવાનું એ રહ્યું કે આ અંગે મહાનગરપાલિકા કોઈ ગંભીર વિચાર કરે છે કે કેમ અને કામગીરી તે મુજબ્ાની થશે કે કેમ કારણ કે હાલ લોકો અને જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકા નો જે હોલ્ટ લેવો જોઈએ તે જોવા મળતો નથી અને સામે જે કર્મચારીઓ છે તેઓએ પણ કામગીરી માત્ર કરવા ખાતર કરવામાં આવતી હોય તે રીતે જ થઈ રહી છે પરિણામ સ્વરૂપે છેલ્લે લોકોને ઘણી ખરી હેરાનગતિનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં આરોગ્ય ને લગતા જે પ્રશ્નો ઊભા થયા છે તેને લઈને સઘન તપાસ શરૂ કરી છે પરંતુ મહત્વનું તો એ છે કે આ તપાસ દરમિયાન સુકાઈ નક્કર પગલાં લેવામાં આવ્યા કે માત્ર અખાદ્ય જથ્થો નાશ કરી નોટીશો ફટકારવામાં આવી. ખરા અર્થમાં રાજ્ય સરકારે એવા પગલાં લેવા જોઈએ જેથી જે પણ વેપારીની સંડોવણી ખુલે અથવા તો તેમના દ્વારા ગેર રેતી આચરવામાં આવતી હોય અને તેઓ ગુનેગાર સાબ્ાિત થાય તો તેમના પર કાયદાકીય પગલા લેવામાં આવવા જોઈએ જેથી તેમને મળેલી સજાના ભાગરૂપે અન્ય વેપારી પણ ખોટું કરતા 100 વાર વિચાર કરે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સહેજ પણ ચેડા ન થાય.

મહત્વનું એ છે કે રાજકોટમાં આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઝુંબ્ોશના ભાગરૂપે જે રીતે તપાસ કરી રહ્યા છે તેને જોતા એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આવનારા દિવસોમાં પણ આ પ્રકારે જ કામગીરી કરવામાં આવશે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કામગીરી જે થઈ રહી છે તે ખોટી નથી પરંતુ કામગીરી એ થવી જોઈએ કે જેનાથી વેપારીઓને ખોટું કરતા ડર લાગે. જ્યાં સુધી સરકારી વિભાગનો ડર વેપારીઓમાં એટલે કે કોઈ ખોટું કરતા લોકોમાં નહીં હોય ત્યાં સુધી ગમે તેટલી મહેનત કરવામાં આવશે તે વ્યર્થ થશે અને સમયનો પણ દુપયોગ થશે. સૌથી મહત્વનું એ જ છે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ જે રીતે દરોડા પાડવાની કામગીરી કરી રહી છે તેમાં અનેકવિધ નમુનાઓ પણ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પરંતુ સમગ્ર રાજ્યની એકમાત્ર લેબોરેટરી જે છે તે વડોદરા ખાતે આવેલી છે ત્યારે જરૂરી એ છે કે જો આ લેબોરેટરીમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી નમુના આવતા હોય ત્યારે નમૂનાનું ક્યારેય પરીક્ષણ થાય ત્યારે રિપોર્ટ આવે ત્યારે તેના પર કાયદાકીય કાર્યવાહી થાય આ પ્રોસેસ અત્યંત લાંબ્ાી ચાલતી હોવાથી વેપારીઓમાં હવે સહેજ પણ ડર રહ્યો નથી જે વાતની ગંભીરતા રાજ્ય સરકારે લેવી ખૂબ્ા જરૂરી છે.

આરોગ્ય વિભાગે માત્ર નમૂના લઈને સંતોષ માની લેવો તે યોગ્ય નથી

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં 58 નમુના ને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા એટલું જ નહીં 32 ધંધાર્થીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 32 નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા ત્યારે હવે મહત્વની વાત તો એ છે કે આ જે તપાસ હાથ ધરવામાં આવી તેમાં જે 58 નમુના ને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે તેનો રિપોર્ટ હવે ત્રણ મહિના બાદ આવશે તે અરસામાં એ તમામ વેપારી તેમનો માલ સામાન બજારમાં મોકલી પોતાનો વેપાર કરી શકશે ત્યારે આ તપાસમાં એવું તો કંઈ થયું જ નહીં કે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને વેપારીઓ પર દંડ ફટકારવામાં આવે જેથી તેઓ પણ ખોટું કરતા અટકે આ કામગીરી માંથી હવે રાજકોટ મહાનગરપાલિકા બહાર નીકળવાની જરૂર છે અને નક્કર પગલા લેવા આવે તો જ કામ શક્ય થશે.

ફરી 3 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત : 14,850 નો ફટકાર્યો દંડ

મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જો વાત કરવામાં આવે તો આ વિભાગ દ્વારા ગઈકાલે શહેરના ત્રણે ઝોન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 60 આસામીઓ પાસેથી આશરે ત્રણ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો એટલું જ નહીં રાજકોટ શહેરમાં ગંદકી ફેલાવતા લોકો ને પણ દંડિત કરવામાં આવ્યા હતા અને 14,850 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા ના સંબ્ાંધિત વિભાગ દ્વારા સતત કરવામાં આવે છે છતાં પણ ડરના અભાવે વેપારીઓ પ્લાસ્ટિકના ઝભલા નો વેપલો કરી રહ્યા છે અને મહાનગરપાલિકા તેને બ્ાંધ કરવામાં નિષ્ફળ નીવડી છે.

પ્લાસ્ટિકની થેલીના ઉત્પાદકો પર દરોડો કેમ નહીં?

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઝુંબેશના ભાગરૂપે રાજકોટના દરેક ઝોન વિસ્તારમાં જે પણ જગ્યાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થતું હોય તેના ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે પરંતુ વેપારીઓ તથા જાગૃત નાગરિકોનું માનવું છે કે મહાનગરપાલિકા કેમ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવતા નથી. એટલું જ નહીં જો ઉત્પાદકો ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે તો વેપારીઓમાં પણ ડર વ્યાપે અને પરિણામ સ્વરૂપે તેઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા બંધ થાય પરંતુ જો કરવું જ હોય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ આ કામગીરી પણ કરી શકે છે પરંતુ કયા કારણસર કરવામાં નથી આવતી તે એક નહીં અનેક પ્રશ્નો ઊભા કરે છે.

નવી લેબોરેટરી ઊભી થાય તો જ નક્કર કામગીરી થઇ શકે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તેની પ્રેસ નોટ પણ પ્રસિદ્ધ થતી હોય છે જેમાં અધિકારીઓએ ખુબ મોટા પ્રમાણમાં અખાદ્ય સામગ્રીનો જથ્થો નાશ કર્યો હોવાનું પણ જણાવવામાં આવતું હોય છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અધિકારીઓ પણ સ્વીકારે છે કે જે નમૂના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવે છે તેનો રિપોર્ટ ત્રણ મહિને આવતો હોવાથી તેઓ પણ લાચાર છે ત્યારે જો નક્કર કામગીરી જ કરવી હોય તો રાજ્ય સરકારે અથવા તો મહાનગરપાલિકાએ રાજકોટમાં લેબોરેટરી ઊભી કરવા માટે અરજી કરવી જોઈએ અને તો જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું કામ પૂર્ણતઃ શક્ય બનશે અને તેઓ નક્કર પગલાં લઈ શકશે સાથોસાથ હાલ જે અખાદ્ય ચીજ વસ્તુઓનો જે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તેના ઉપર પણ પૂર્ણવિરામ લાગી શકે છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી..

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:55 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech