બંગાળમાં હિંસાનું રોદ્રરૂપ 400થી વધુની હિજરત

હિંસામાં 3ના મોત: 150 થી વધુની ધરપકડ : અનેક સ્થળોએ તપાસ

નવીદિલ્હી, તા. 13
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અશાંતિ વચ્ચે થયેલી હિંસાના સંદર્ભમાં વધુ બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી કુલ સંખ્યા 150 થી વધુ થઈ ગઈ છે. મુસ્લિમ બહુમતીવાળા જિલ્લામાં પાંચ બીએસએફ કંપનીઓ તૈનાત થયા પછી હિંસાની કોઈ નવી ઘટના નોંધાઈ નથી. દરમિયાન, ભાજપે દાવો કર્યો હતો કે તણાવને કારણે 400 થી વધુ હિન્દુઓને તેમના ઘરો છોડીને “ભાગી જવાની ફરજ પડી” હતી.
શનિવારે કલકત્તા હાઈકોર્ટે આ વિસ્તારમાં કેન્દ્રીય દળોને “તાત્કાલિક” તૈનાત કરવાનો આદેશ આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આઈજી સાઉથ બંગાળ ફ્રન્ટિયર કરણી સિંહ શેખાવતે જણાવ્યું હતું કે બીએસએફ વિસ્તારમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે રાજ્ય પોલીસ સાથે સંકલન કરશે. તેમણે કહ્યું કે જરૂૂર પડ્યે વધુ દળો ઉમેરવામાં આવશે.
તેમણે કહ્યું, “આ પરિસ્થિતિમાં આપણે તેમની સાથે મળીને કામ કરવું પડશે. આ અંગે ચર્ચા થઈ હતી. અમે પોલીસને મદદ કરવા માટે અમારી પાંચ કંપનીઓ મોકલી છે.
અમે અહીં પોલીસને મદદ કરવા આવ્યા છીએ, સ્વતંત્ર કાર્યવાહી માટે નહીં. અમે રાજ્ય પોલીસની માંગ મુજબ કામ કરીશું. અમને આશા છે કે અહીં ટૂંક સમયમાં શાંતિ પુન:સ્થાપિત થશે. જો પોલીસને વધુ કંપનીઓની જરૂૂર હોય, તો અમે તેમને પૂરી પાડીશું. ઇજઋ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.” સુધારેલા વક્ફ કાયદાના પગલે પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી.
હિંસાના સંબંધમાં ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા અને 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન, પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
શુક્રવારે અગાઉ અનેક વાહનોમાં આગ લગાવવામાં આવી હતી અને સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માલદા, મુર્શિદાબાદ અને દક્ષિણ 24 પરગણા સહિત ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી.
ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે હિંસા બાદ 400 થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. “ધાર્મિક રીતે પ્રેરિત કટ્ટરપંથીઓથી ડરીને, મુર્શિદાબાદના ધુલિયાંના 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇ સ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, વૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી,” અધિકારીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું. ભાજપના નેતાએ વિસ્તારના ફોટા અને વીડિયો પણ શેર કર્યા, જેમાં વિસ્થાપિત લોકોના ઇન્ટરવ્યુનો પણ સમાવેશ થાય છે. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેના ઘરને આગ લગાવી દેવામાં આવી હતી, જ્યારે આરોપ લગાવ્યો હતો કે સ્થળ પર હાજર પોલીસકર્મીઓ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા અને તેના બદલે ભાગી ગયા. હું જિલ્લામાં તૈનાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્થાપિત હિન્દુઓનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરે અને આ જેહાદી આતંકવાદથી તેમના જીવનનું રક્ષણ કરે. બંગાળ બળી રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:05 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm