મેગા ડિમોલિશન ડ્રાઇવમાં હજુ પણ ફરશે બુલડોઝર દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર મક્કમ
રાજકોટ, તા. 17
સમગ્ર દેશ અને રાજ્યમાં હાલ જે ગેરકાયદે દબાણો જોવા મળે છે તેને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે એટલું જ નહીં ગુજરાતના દરિયાકાંઠો વિસ્તાર ખૂબ વિશાળ છે પરંતુ ત્યાંથી પણ જે રીતે ઘૂસણખોરી થઈ રહી છે તેને અટકાવવા માટે હાલ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે જેને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા સાત દિવસથી ડિમોલિશનની કામગીરી ચાલુ છે. મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું જેમાં ગત છ દિવસમાં કુલ 1.14 લાખથી વધુ ચોરસ મીટરની સરકારી જગ્યા ખુલી કરવામાં આવી જેના પણ દબાણો કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ પર અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જે જગ્યાઓ ખુલી કરાવવામાં આવી છે તેની અંદાજિત કિંમત 60 કરોડથી વધુની છે. બુલડોઝર એક્શનમાં 376 ગેર કાયદેસર મકાનો 13 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 398 દબાણો દુર કરાયા છે. હજું પણ બેટ દ્વારકા ખાતે ગેર કાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે. પીરોટન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા. જેટી, લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ દ્વારકા અને જામનગરમાં કુલ સંયુક્ત રીતે 35 ટાપુ આવેલા છે જેમાં હાલ દ્વારકા ના 23 ચાપુઓ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોવાથી વધુ સંવેદનશીલ છે. આ વિસ્તારથી પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બને છે. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા ખાતે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. આજે ડિમોલેશન મેરેથોન ડ્રાઈવનો સાતમો દિવસ હતો ત્યારે બાલાપર ગામ પછીના પાર વિસ્તારમાં સહિત ટાપુ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવાને લઈને કેટલાક તત્ત્વો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. જો કે આ મામલો દેશની સુરક્ષા સાથે સંકળાયેલ હોવાથી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દ્વારકાના દરિયાઈ માર્ગથી દુશ્મન દેશના લોકોની ઘૂસણખોરી તેમજ આતંકવાદી ગતિવિધિ વધવાની સંભાવનાને નકારી શકાય નહીં. દરિયાઈ માર્ગના કારણે આ વિસ્તાર અનૈતિક પ્રવૃતિઓ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. અને એટલે જ આ વિસ્તારમાં બહુ જલદી લોકો નકલી દસ્તાવેજ બનાવી રહેણાંક મકાનમાં સરળતાથી વસવાટ કરી લે છે. આથી જ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂૂપે ડિમોલેશન કાર્યવાહીમાં કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું રાજકોટ રેન્જ ઈંૠ અશોક યાદવે નિવેદન આપ્યું.
