અમેરિકા પાસેથી 64 કરોડ રૂૂપિયાના બોફોર્સ કૌભાંડ સાથે જોડાયેલા દસ્તાવેજો અંગેની માહિતી આવી માંગવામાં
નવીદિલ્હી, તા..5
બોફોર્સ કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના 2005ના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ એ જ નિર્ણય હતો જેમાં હિન્દુજા બંધુઓ પરના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા હતા. વકીલ અજય અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. તે જ સમયે, ભારત સરકારે અમેરિકાને ઔપચારિક ન્યાયિક વિનંતી (લેટર રોગેટરી) મોકલી છે. જેમાં 64 કરોડ રૂૂપિયાના બોફોર્સ કૌભાંડ સાથે જોડાયેલ મહત્વની માહિતી માંગવામાં આવી છે. આ કૌભાંડ 1980ના દાયકામાં કોંગ્રેસ સરકાર દરમિયાન થયું હતું, જ્યારે સ્વીડન પાસેથી 155ળળ ફિલ્ડ આર્ટિલરી ગન ખરીદવામાં આવી હતી.
સીબીઆઈએ હાલમાં જ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આ વિનંતી મોકલી છે.એજન્સીએ યુએસ સ્થિત પ્રાઈવેટ ડિટેક્ટીવ ફર્મ ફેરફેક્સના વડા માઈકલ હર્ષમેન પાસે રહેલા દસ્તાવેજોની માંગણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષમાન પાસે સ્વીડિશ હથિયાર નિર્માતા કંપની એબી બોફોર્સ દ્વારા આપવામાં આવેલી કથિત લાંચ સંબંધિત મહત્વપૂર્ણ પુરાવા છે. 2017માં હર્ષમેને દાવો કર્યો હતો કે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ’મોન્ટ બ્લેન્ક’ નામના સ્વિસ બેંક એકાઉન્ટની માહિતી મળ્યા બાદ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. બોફોર્સ પાસેથી કથિત રીતે મળેલી લાંચની રકમ આ ખાતામાં જમા કરવામાં આવી હતી. હર્ષમેને એમ પણ કહ્યું હતું કે રાજીવ ગાંધી સરકારે તેમની તપાસમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બોફોર્સ કૌભાંડનો સૌપ્રથમ 1987માં સ્વીડિશ પબ્લિક બ્રોડકાસ્ટરે પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડ રાજીવ ગાંધી સરકારના પતનનું મુખ્ય કારણ બન્યું. 2004માં દિલ્હી હાઈકોર્ટે રાજીવ ગાંધી સામેના લાંચના આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ આ કૌભાંડને લગતા પ્રશ્નો આજે પણ ઉભા થાય છે.આ કૌભાંડમાં ઈટાલિયન બિઝનેસમેન ઓટ્ટાવિયો ક્વાટ્રોચીનું નામ સીધું જોડાયેલું હતું. રાજીવ ગાંધી સરકારમાં તેઓ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતા હતા. જ્યારે તેમના પર તપાસની તલવાર લટકી રહી હતી ત્યારે તેમને દેશ છોડવા દેવામાં આવ્યો હતો.
