મણિપુર હિંસા કેસમાં NIAની એન્ટ્રી

ગૃહ મંત્રાલયના આદેશ બાદ એજન્સીએ મણીપુર પોલીસ પાસેથી કામગીરી સંભાળી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ઈછઙઋ અને કુકી આતંકવાદી એન્કાઉન્ટર કેસ, 6 લોકોના અપહરણ, જીરીબામમાં 6 લોકોના અપહરણ અને હત્યાના કેસને સોંપાયા

નવીદિલ્હી તા. 18
મણિપુર હિંસા કેસમાં ગૃહ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મણિપુરમાં હિંસા સંબંધિત ત્રણ મામલાઓ પોતાના કબજામાં લીધા છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશ બાદ એજન્સીએ મણિપુર પોલીસ પાસેથી આ કેસો કબજે કર્યા છે. આ ઘટનાઓને કારણે જાનહાનિ થઈ અને જાહેર વ્યવસ્થા ખોરવાઈ. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલયે કહ્યું કે મણિપુરમાં તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, 3 કેસ NIA-CRPF અને કુકી આતંકવાદી એન્કાઉન્ટર કેસ, 6 લોકોના અપહરણ, જીરીબામમાં 6 લોકોના અપહરણ અને હત્યાના કેસને સોંપવામાં આવ્યા છે.
8 નવેમ્બર, 2024 ના રોજ જીરીબામ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા એક મહિલાની હત્યાના સંબંધમાં જીરીબામ પોલીસ સ્ટેશનમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. બીજો કેસ 11 નવેમ્બર, 2024 ના રોજ બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, જે જાકુરાધોર કરોંગ અને બોરોબેકરા પોલીસ સ્ટેશન, જીરીબામ ખાતે સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ચોકી (એ-કંપની, 20મી બટાલિયન) પર સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાથી સંબંધિત છે. ત્રીજો કેસ બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં 11 નવેમ્બર, 2024 ના રોજ બોરોબેકરા વિસ્તારમાં ઘરોને સળગાવવા અને એક નાગરિકની હત્યાના સંબંધમાં નોંધવામાં આવ્યો હતો. મણિપુરમાં પુનરાવર્તિત હિંસાનો સામનો કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત 2000 CAPF જવાનોને મોકલવામાં આવ્યા છે, જો જરૂર પડશે તો વધુ ઈઅઙઋ કંપનીઓ મોકલવામાં આવશે.
મણિપુરમાં હિંસક વિરોધની તાજેતરની ઘટનાઓ શનિવારે રાત્રે બની હતી. જીરીબામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોની હત્યાથી લોકો ગુસ્સે છે. ગુસ્સે ભરાયેલા લોકોએ 16 નવેમ્બરના રોજ રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના આવાસ પર હુમલો કર્યો હતો. ત્યારથી ત્યાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાએ ઇમ્ફાલ ખીણના જુદા જુદા જિલ્લાઓમાં વરિષ્ઠ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય સહિત વધુ ત્રણ બીજેપી ધારાસભ્યોના ઘરોને આગ લગાવી દીધી હતી.
આ બધા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ રવિવારે મણિપુરની ભાજપ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. પાર્ટીએ દાવો કર્યો છે કે એન બિરેન સિંહ સરકાર સંકટને ઉકેલવામાં અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ગઙઙના 7 ધારાસભ્યો છે. જો કે, સમર્થન પાછું ખેંચવાની સરકારને અસર થશે નહીં કારણ કે ભાજપ પાસે તેના પોતાના 32 ધારાસભ્યો સાથે ગૃહમાં સંપૂર્ણ બહુમતી છે. ભાજપને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના 5 ધારાસભ્યો અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના 6 ધારાસભ્યોનું સમર્થન પણ છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:33 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm