મનપાની આવકમાં ગાબડુ : 2800 ના લક્ષ્યાંક સામે મળ્યા 900 કરોડ

સરકારી ગ્રાન્ટના અંદાજ મુજબ અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે એટલું નહીં મહાનગરપાલિકાની વેરાની જે આવક છે તે પણ હજુ 328 કરોડ જ પહોંચી

2800 કરોડના આવકના લક્ષ્યાંક સામે આવક થઇ માત્ર 900 કરોડ તેમાં પણ 4પ0 કરોડ તો સરકારી ગ્રાન્ટ

રાજકોટ, તા. 27
મહાનગરપાલિકાને આર્થિક રીતે મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણકે મહાનગરપાલિકાની ચાલુ નાણાકીય વર્ષ 202425 માટે જે 2800 કરોડનું બજેટ બનાવવામાં આવ્યું હતું તેમાં ઘણા ખરા પ્રશ્નો ઉભા થાય તેમ છે મહત્વનું એ છે કે હાલ આ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે અને સત્તાધીશોમાં કહી શકાય કે ચિંતાના વાદળો ઘેરાયા છે અનેક મોટા પ્રોજેક્ટ ના ટેન્ડરો રીટર્નલ થતા કેપિટલ આવકનો ખર્ચ ઘણા ખરા અંશે ઘટયો ત્યારે બજેટમાં જે આવક નક્કી કરવામાં આવી હતી અને જેનો અંદાજો રાખવામાં આવ્યો તેમાં ઘણાખરા પ્રશ્નો ઉભા થાય તેવું તજજ્ઞોનું માનવું છે.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024 25 નું અંદાજિત બજેટ 2800 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં આવકમાં 1000 કરોડ અને મૂડીમાં 1800 કરોડ એમ કુલ 2800 કરોડની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ કરુણવાત તો એ છે કે ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશનની આવક માં માત્ર ન જીવો વધારો થયો છે અને 400 કરોડની જ આવક થાય છે જ્યારે કેન્દ્રને રાજ્ય સરકારની ગ્રાન્ટની 400 કરોડ સહિત કુલ 900 કરોડ રૂપિયાની આવક થવા પામી છે.
આ અંગે જો ચર્ચા કરવામાં આવે તો સરકારી ગ્રાન્ટના અંદાજ મુજબ અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે એટલું નહીં મહાનગરપાલિકાની વેરાની જે આવક છે તે પણ હજુ 328 કરોડ જ પહોંચી છે. પ્રશ્ન એ છે કે બાકી રહેતા બે મહિનામાં જે એસી કરોડ જેટલો વેરો વસૂલવાનો બાકી છે તે શું પૂર્ણ થશે કે કેમ. હવે જે પ્રશ્ન સતાવે છે તે એ છે કે મહાનગરપાલિકાની આવકને ઘણા ખરા પ્રશ્નો ઉભા થશે અને મનપાની આવક ને ઘણી માઠી અસર પણ પહોંચશે.
હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આ આવકમાં જે ડેફિસીટ ઉભી થઈ છે તેની ભરપાઈ કેવી રીતે કરશે. કારણ કે હવે જે પ્રોજેક્ટ બાકી રહ્યા છે તેને ઝડપભેર પૂર્ણ કરવા એ મહાનગરપાલિકા માટે અત્યંત કપડાં ચડાણ સમાન સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આટલું મોટું ગામડું અને તેની નુકસાની મહાનગરપાલિકા કેવી રીતે ઉઠાવશે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે અને હાલ આ અંગે સત્તાધીશોમાં પણ ક્યાંક ને ક્યાંક ગણગણાટ જોવા મળી રહ્યો છે. હાલ મહાનગરપાલિકાના સત્તાધીશોએ અને પદાધિકારીઓએ સંબંધિત વિભાગને તાકીદ કરી છે અને જણાવ્યું છે કે તેમના દ્વારા હવે વેરો તાકીદે વસૂલવામાં આવે જેથી જે ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે તેની નજીક પહોંચી શકાય.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:05 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech