મહાયુતિમાં ચિંતાના વાદળો :પોસ્ટરમાંથી એકનાથ સિંદે જ ગાયબ

મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચેના મતભેદો ચરમસીમાએ

નવીદિલ્હી તા. 8
મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચેનો કટાક્ષ પણ તેજ થઈ રહ્યો છે. આ ઉપરાંત ચૂંટણી સમયે ગઠબંધનમાં મતભેદો સપાટી પર ન આવવા દેવાનો પણ પડકાર છે. ભાજપનું કહેવું છે કે મહાગઠબંધનની જીત બાદ આગામી સરકાર પણ એકનાથ શિંદેના નેતૃત્વમાં જ બનશે. તે જ સમયે, કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપ માત્ર એકનાથ શિંદેને પોતાની સાથે રાખવા માટે લાલચ આપી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, ભાજપ હવે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની નથી. ભાજપે પણ પોસ્ટરમાં દેવેન્દ્ર ફડણવીસની માત્ર મોટી તસવીર જ છાપી છે અને એકનાથ શિંદેની તસવીર મુખ્ય નથી. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપનો ચહેરો છે. ભાજપ હવે કહી રહી છે કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે અમે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. ખબર નથી કે પછી શું થશે. અમિત શાહે એમ પણ કહ્યું કે અમે તેમને તક આપી. ભાજપના બતાવવાના દાંત અને ખાવાના દાંત અલગ છે. ભાજપ કોઈપણ ચહેરાની જાહેરાત કરી રહી નથી. ભાજપના બેનરો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તેમાં ત્રણેય પક્ષોના ચિન્હો છે પરંતુ ચહેરા માત્ર પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસના છે. બીજેપીના બેનર પર એકનાથ શિંદે ક્યાંય નથી. અહેવાલ મુજબ પટોલેએ કહ્યું કે આ વખતે પણ નાગપુર દક્ષિણ પશ્ર્ચિમથી દેવેન્દ્ર ફડણવીસની જીત નિશ્ર્ચિત નથી. ભાજપના નેતા આ બેઠક પર સતત પાંચ વખત ધારાસભ્ય રહ્યા છે. પટોલેએ કહ્યું, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું લક્ષ્ય સ્પષ્ટ છે. તેઓએ ભાજપને હરાવવાની છે. આ સિવાય મુખ્યમંત્રીનો નિર્ણય અમારી ટોચની નેતાગીરી લેશે. તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો પ્રભાવ છે જ્યારે અન્ય સહયોગીઓના વિસ્તારો નિશ્ર્ચિત છે. એટલા માટે અમે વધુ સીટો પર ચૂંટણી લડી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે, એકનાથ શિંદે સહિત ગઠબંધનની અંદર કોઈ નેતાએ અત્યાર સુધી સીએમ પદની માંગ કરી નથી. ફડણવીસે ઈન્ડિયા ટુડેને કહ્યું, “દરેકને વિશ્ર્વાસ છે કે નિર્ણય ન્યાયી હશે.” બીજેપી નેતાએ કહ્યું, “મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદ માટે કોઈ મ્યુઝિકલ ચેર હશે નહીં. આવી કોઈ વ્યવસ્થા માટે કોઈ વચન આપવામાં આવ્યું નથી, કારણ કે અમારી પાસે પહેલાથી જ આગામી મુખ્યમંત્રી પસંદ કરવાની નીતિ છે.”

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:47 pm, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm